Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 2025

બીલીમોરામાં ગણેશ ઉત્સવમાં રક્તદાન કરનાર રક્તદાતા ને મુસ્લિમ NRI દાતા એ પ્રોત્સાહિત ભેટ આપી માનવતા મહેકાવી, એકતા યુવક મંડળ દ્વારા 239 બોટલ રક્ત એકત્ર કરાયું, જુઓ Video

August 31, 2025

નવસારી પૂર્ણા નદીના બ્રિજ પર ઉપર ગંભીર અકસ્માત, મોટો ટ્રાફિક જામ, જુઓ Video

August 30, 2025
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»જનરલ નોલેજ»5મી સપ્ટેમ્બર શિક્ષક દિન, જ્ઞાનદાતા શિક્ષકોના કર્મયોગી પ્રેરણાપુરૂષ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ
જનરલ નોલેજ

5મી સપ્ટેમ્બર શિક્ષક દિન, જ્ઞાનદાતા શિક્ષકોના કર્મયોગી પ્રેરણાપુરૂષ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ

શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સેતુને અતૂટ માનતા હતા ડો.રાધાકૃષ્ણન. કર્મયોગને વાગોળવાનો, સમજવાનો, તેના રસ્તે ચાલવાનો દિવસ એટલે પાંચમી સપ્ટેમ્બર. આ જ આપણી કાયમી પૂંજી છે. આ વૈભવસંપત્તિને ઓળખીએ અને તેને અનુસરીએ તો શિક્ષણની -કેળવણીની મિલકત અનેક ગણી વધી જાય. તે માટે આવો રાધાકૃષ્ણનને સમજીએ.
Atul RathodBy Atul RathodSeptember 4, 2024No Comments4 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
5th September Teachers Day Dr Sarvapalli Radhakrishnan
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

શિક્ષણને પોતાનો ધર્મ માનનારા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ચેન્નઈ (મદ્રાસ) નજીકના યાત્રાધામ તિરૂતની ગામમાં તા.૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ થયો હતો. તેમના પૂર્વજો સર્વપલ્લી નામક ગામના હોવાથી ગામની યાદ કાયમ રહે તે માટે તેમણે ‘સર્વપલ્લી’ નામ ધારણ કર્યું. તેમના પિતા વીરસ્વામી શિક્ષક હતા અને સાથે ગોરપદું પણ કરતા.

અંગ્રેજીમાં એમનું વકતવ્ય હતું અદભૂત

નાનપણથી જ તેઓ શરમાળ, સંકોચશીલ પરંતુ ભારે બહુમુખી પ્રતિભા સંપન્ન હતા. વાંચન અને મનનનો તેમને ભારે શોખ. ખ્રિસ્તી સ્કૂલમાં તેમણે શાળાકીય શિક્ષણ લીધું, મદ્રાસની ક્રિશ્ચયન કોલેજમાંથી ‘દર્શનશાસ્ત્ર’ વિષય સાથે પ્રથમ નંબરે બી.એ. થયા. ‘તત્વજ્ઞાન’ વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવી અને પ્રેસિડન્સી કોલેજમાં તર્કશાસ્ત્ર (તત્વજ્ઞાન) ના પ્રાધ્યાપક થઈને શિક્ષણકાર્યનો આરંભ કર્યો. એમનો પહેરવેશ લાંબો કોટ અને ધોતિયું અને માથે મદ્રાસી પાઘડી. વિદેશમાં પણ તેઓ ગાંધીજીની જેમ આ ભારતીય પોશાક પહેરતા રાધાકૃષ્ણનનું અંગ્રેજી અને સંસ્કૃત વિષય પર ગજબનું પ્રભુત્વ હતું. અંગ્રેજીમાં એમનું વકતવ્ય સાંભળી સૌ એમ જ માનતા કે તેઓ અમેરિકાની કેમ્બ્રિજ કે ઓકસફર્ડ યુનિમાં ભણ્યા હશે. વર્ગખંડમાં તેમની એવી જાદુઈ અસર થતી કે કોઈ શિષ્ય બેધ્યાન ન બનતો. પોતાના વિનમ્ર અને મિલનસાર સ્વભાવથી તેઓ શિષ્યો તથા સાથી કર્મચારીઓમાં પણ ખૂબ પ્રિય બન્યા હતા. તેઓ ખ્યાતિ અને પ્રસિદ્ધિથી દૂર જ રહેતા ભારતની ઋષિ પરંપરાને નાનપણથી જ આદર આપતા, શિક્ષણને વધુ મહત્વ આપતા. તેઓ મહાત્મા ગાંધીજી અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરના આજીવન અનુયાયી હતા. તેઓ જુદા જુદા પ્રાંતની અને વિદેશની પંદરથીય વધુ ભાષામાં વાતચીત કરી શકતા. વર્ગમાં ટટ્ટાર, મજબૂત બાંધો, ખડતલ, માથે પાઘડી, ભારતીય પોશાકમાં તેઓ જ્યારે અનોખી વાકછટાથી અંગ્રેજીમાં વ્યાખ્યાન આપતા તો સૌ મંત્રમુગ્ધ થઈ જતા. ૧૭ વર્ષ સુધી તેમણે યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાનો આપ્યાં.

પ્રોફેસર રાધાકૃષ્ણન ડૉ. રાધાકૃષ્ણન બન્યા

સને ૧૯૩૧માં તેઓ આંધ્ર યુનિ.માં કુલપતિ થયાં. યુનિવર્સિટીએ તેમની સેવાની કદર કરીને એલ.એસ ડી.ની માનદ ઉપાધિથી તેમને નવાજયાં. હવે પ્રોફેસર રાધાકૃષ્ણન ડૉ. રાધાકૃષ્ણન બન્યા. સને. ૧૯૫૦થી તેઓ ત્રણ વર્ષ રશિયાના એલચી (દૂત) બન્યા.

તે અરસામાં જ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમની વરણી થઈ. ૧૯૫૨ થી ૧૯૬૨ સુધી તેમણે એ પદ શોભાવ્યું. ત્યારબાદ ૧૯૬૨ માં દેશના પ્રથમ નાગરિક તરીકેનું બહુમાન તેમને મળ્યું, સૌ પ્રથમ ભારત રત્ન એવોર્ડ મેળવનાર ડો. રાધાકૃષ્ણન હતા. ત્યારબાદ પાંચ વર્ષ તેમણે પોતાની સૂઝબૂઝ અને બુદ્ધિ પ્રતિભાથી રાષ્ટ્રપતિપદ શોભાવ્યું. રાષ્ટ્રપતિ બન્યા પછી પણ આજીવન તેઓ નખશિખ શિક્ષક જ રહ્યા. તેમના કર્તવ્યમાં એક આદર્શ શિક્ષકની સમૃદ્ધિ જ પ્રગટતી. તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે રૂ. ૧૦,૦૦૦ના પગારમાંથી માત્ર ૨૫૦૦ રૂપિયા પગાર જ તેઓ લેતા હતા. આમ તેમણે જીવનભર શિક્ષક ધર્મ અપનાવ્યો હતો. પોતે પોતાનો પરિચય રાષ્ટ્રપતિ તરીકે નહીં, પરંતુ – ‘હું શિક્ષક છું’ એમ કહીને આપતા. ભારતના ત્રણેય વડાપ્રધાનો-જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધી સાથે તેમણે દેશની અપૂર્વ સેવા કરી. છેવટે આ દિવ્યાત્માનો એપ્રિલ, ૧૯૭૫માં દૈહિકજીવનનો અંત આવ્યો. આમ તેઓ શિક્ષણ ક્ષેત્રની સાથે રાજકીય ક્ષેત્રે પણ સમર્પિત રહ્યા. તેમની એક શિક્ષક થી રાષ્ટ્રપતિ પદ સુધીની જીવનયાત્રા અદ્દભુત હતી. તેઓ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સેતુને અતૂટ માનતા. તેઓ માનતા કે શિક્ષક અને શિષ્ય વચ્ચે આ આદાન પ્રદાનનો, એકબીજાના સ્વીકારની ભાવનાનો અવિરત પ્રવાહ વહેવો જોઈએ. એક વિદ્યાર્થીમાં ઉદારતા, સહાનુભૂતિ, સાહસ અને વીરતાની ભાવનાનો વિકાસ કરવામાં શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. તે શિષ્યને સત્યધર્મ અને સદગુણોનું આચરણ કરતાં શીખવે છે. તેથી બાળક-વિદ્યાર્થી પણ શોખના આચાર-વિચારનું અનુસરણ કરતાં રહે છે. તેથી શિક્ષકે એવી રીતે શિક્ષણ આપવું જોઈએ કે જ્ઞાન પ્રકાશમાં વિદ્યાર્થી પોતાનું અહમ ઓગાળી મન તથા બુદ્ધિ અને આત્માને પરમાત્મા સાથે એકાકાર કરી દે.
પોતાનો જન્મદિવસ ‘શિક્ષકદિન’ તરીકે ઉજવવાનો તેમનો આશય શિક્ષકને સમાજમાં ગૌરવ અને પ્રતિષ્ઠા અપાવવાનો હતો. આવી ઉદાત્ત ભાવના દાખવીને તેમણે સમગ્ર શિક્ષણ જગતને સામાજિક મોભો અને વિરલ પ્રતિષ્ઠા અપાવી અને એક અનોખા ‘પ્રસંગદિન’ ની ભેટ આપી. એક શિક્ષક નાનાં નાનાં ગામડાં સુધી પહોંચી બાળકોના જીવન ઘડતર દ્વારા રાષ્ટ્રઘડતરનું કાર્ય કર્યુ. તેથી જ શિક્ષકોના ગૌરવને વધારવા ‘શિક્ષકદિન’ ઉજવાય છે. શાળાઓમાં આ દિવસની ઉમંગથી ઉજવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ દિવસની ઉજવણી હોંશે હોંશે કરવા આતુરતાથી રાહ જુએ છે. શાળા-કોલેજમાં ઉત્સવનું વાતાવરણ સર્જાય છે. વર્ગખંડોને શણગારવામાં આવે છે. કેટલાક વિદ્યાર્થી શિક્ષક બને છે અને શિક્ષણ કાર્ય કરાવે છે.

વિશ્વભરમાં ‘શિક્ષકદિન’ ચીનમાં પહેલી સપ્ટેમ્બરે, યુ.એસ.એમાં મે મહિનાના પ્રથમ મંગળવારે, તાઈવાનમાં ૨૮ સપ્ટેમ્બરે, કોરિયામાં ૧૫મી મેના રોજ, ઈરાનમાં બીજી મે, મલેશિયામાં ૨૪મી નવેમ્બરે અને રશિયામાં પાંચમી ઓકટોબરે તથા થાઈલેન્ડમાં ૧૬મી જાન્યુઆરીએ ઉજવાય છે.

શિક્ષકદિને મુખ્યમંત્રીશ્રીના હસ્તે આદર્શ શિક્ષકો ‘શ્રેષ્ઠ શિક્ષક’ નો પુરસ્કાર પણ ગ્રહણ કરે છે કે જેઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેઓના ઉજજવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ અને પ્રવૃત્ત રહે છે.
ચાલો આપણે આ ‘રાષ્ટ્રગુરુ’ ને એમના જન્મદિને કોટિ કોટિ વંદન કરીએ તથા ભાવાંજલિ આપીએ. “જ્ઞાનથી વધારે બીજું કંઈજ પવિત્ર નથી” આ તેમના જીવનમંત્રને ચરિતાર્થ કરવાનો શિક્ષકદિને સંકલ્પ કરીએ

5th September Dr Sarvapalli Radhakrishnan Teachers Day
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

શું તમે વિદેશમાં સ્થાયી થવા માંગો છો ? આ 10 દેશોમાં તમે તરત જ મેળવી શકો છો નાગરિકતા 

January 7, 2025

નથી માનતું બાંગ્લાદેશ ? તો હિન્દુઓની સુરક્ષા માટે બીજી રીત અપનાવો, RSSની મોદી સરકારને અપીલ, જુઓ Video

December 11, 2024

સુવિધા, પેન્શનધારકો હવે ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે

November 27, 2024
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,587 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,219 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,818 Views

નવસારીના વિજલપોરમાં લિફ્ટ દુર્ઘટનામાં 5 વર્ષીય બાળકનું મૃત્યુ, જુઓ કેવી રીતે લિફ્ટ કાપી કાઢ્યું બહાર

August 25, 20253,719 Views
Don't Miss
નવસારી

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

By Atul RathodSeptember 2, 20250

નવસારી શહેરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. ગઈકાલે નવસારીમાં બે નાનકડી બાળકી પૈકી એકનો…

બીલીમોરામાં ગણેશ ઉત્સવમાં રક્તદાન કરનાર રક્તદાતા ને મુસ્લિમ NRI દાતા એ પ્રોત્સાહિત ભેટ આપી માનવતા મહેકાવી, એકતા યુવક મંડળ દ્વારા 239 બોટલ રક્ત એકત્ર કરાયું, જુઓ Video

August 31, 2025

નવસારી પૂર્ણા નદીના બ્રિજ પર ઉપર ગંભીર અકસ્માત, મોટો ટ્રાફિક જામ, જુઓ Video

August 30, 2025

નવસારી: કરાડી ગામમાં હાઇટેંશન લાઈનનો કરંટ લાગતા બેના મોત અને પાંચ ગંભીર દાઝ્યા

August 26, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2025 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.