- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
દક્ષિણ ગુજરાતમાં આવેલા વિનાશક પૂરના કારણે અનેક પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં માત્ર વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓ જ નહીં, પરંતુ નવસારી જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ પણ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમાચાર પહોંચાડવાની પોતાની જવાબદારી સાથે સમાજ પ્રત્યેની ફરજ નિભાવતાં પત્રકારોએ પૂરપીડિત પરિવારોની મદદ માટે આગળ આવી પ્રશંસનીય કામગીરી કરી છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વાંગરી ગામમાં આર્થિક રીતે પછાત અને પૂરથી પ્રભાવિત પરિવારોને જીવનજરૂરિયાતની રાહત કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ આપત્તિ બાદ મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને તાત્કાલિક જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવી તેમની રોજિંદી જરૂરિયાતોને પહોંચી વળવાનો હતો. વિતરિત…
ડાંગ સહિતના ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદની સીધી અસર હવે નવસારીમાં જોવા મળી રહી છે. લોકમાતા પૂર્ણા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને નદીએ પોતાની ભયજનક સપાટી પાર કરી દીધી છે. મળતી માહિતી મુજબ પૂર્ણા નદીનું જળસ્તર 23 ફૂટથી વધુ નોંધાયું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે. શાંતાદેવી વિસ્તાર, રેલ રાહત કોલોની, ભેંસદ ખાડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે. સ્થાનિક લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લા તંત્ર દ્વારા સવારથી જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને લોકોને સાવચેત રહેવા તેમજ જરૂરી હોય તો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા…
પ્રેમ એ માનવીય સંવેદનાઓનું ઘટક છે. પ્રેમ સંબંધો એ સામાજિક તાણા-વાણા અને ઉદવેગો સાથે જોડાયેલા સંબંધો છે. માતા-પિતા પુત્ર બહેન અને બીજા અનેક સામાજિક સંબંધો પણ પ્રેમના તાતણે જ બંધાયેલા હોય છે. એમાં વિજાતીય સંબંધો એ સમાજનું સ્વીકૃત માળખું છે. સ્ત્રી પુરુષ એકબીજાના ગુણો સદગુણો વિચારોને વાણી વર્તનથી પ્રભાવિત થઈને એકબીજા તરફ આકર્ષતા હોય છે અને પ્રેમ સંબંધોનો ઇકરાર કરીને એકબીજાની ચાહ મેળવવા ભેગા થઈ થતા હોય છે જેને થોડાક શબ્દોમાં પ્રેમ પણ કહી શકાય ક્યાંક આકર્ષણના કારણે પણ ભેગા રહેતા હોય. બસ પ્રેમ ની વ્યાખ્યા તો અનંત રીતે વ્યક્ત કરી શકાય છે જેમાં વિચારો અને ઊંડાણપૂર્વકનો માનસિક અભ્યાસ કરતા…
નવસારી શહેરના હાર્ટ સમાન ગણાતા લુંશીકુઈ મેદાનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદ વચ્ચે શહેરીજનોના વિરોધને પગલે મેદાનની ફરતે ગ્રીલ લગાવવાનું કામ હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. વર્ષોથી લુંશીકુઈ મેદાન શહેરવાસીઓ માટે આરામ, મનોરંજન અને રમતગમતનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. મેદાનની આસપાસ આવેલા પાણીના કિનારે મોટી સંખ્યામાં લોકો બેસીને સમય પસાર કરે છે અને સવાર-સાંજ ફરવા માટે પણ આ સ્થળ પસંદ કરે છે. મહાનગરપાલિકા દ્વારા મેદાનમાં આધુનિક સુવિધાઓ વિકસાવવાના ભાગરૂપે સિન્થેટિક ટ્રેક બનાવવાની સાથે સમગ્ર મેદાનને ગ્રીલથી કોર્ડન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે આ નિર્ણય સામે શહેરીજનો તેમજ રમતપ્રેમીઓએ વિરોધ નોંધાવ્યો હતો. તેમનું માનવું હતું કે ગ્રીલ…
નવસારી શહેરનું લુન્સિકુઇ ગ્રાઉન્ડ વર્ષોથી લોકો માટે મોર્નિંગ વોક, ઈવનિંગ વોક અને પરિવાર સાથે સમય પસાર કરવાની સૌથી પસંદગીની જગ્યા તરીકે ઓળખાતું રહ્યું છે. સવારે અને સાંજે અહીં મોટી સંખ્યામાં લોકો ફરવા, કસરત કરવા તેમજ ખુલ્લા વાતાવરણમાં બેસીને સમય વિતાવવા માટે આવતા હોય છે. લુન્સિકુઇ ગ્રાઉન્ડની ખાસ ઓળખ તેની આખા ગ્રાઉન્ડની ફરતે આવેલી પાળી હતી. ખાસ કરીને રાત્રિના સમયે પરિવાર, યુવાનો અને વડીલો અહીં બેસીને ઠંડકભર્યા વાતાવરણનો આનંદ માણતા હતા. શહેરમાં ખુલ્લા વાતાવરણ સાથેનું આવું વિહાર સ્થળ અન્ય ક્યાંય ઉપલબ્ધ ન હોવાથી લુન્સિકુઇ લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. https://youtu.be/VA7R-yi08fo?si=jlJK9juGrbUErJZY અહીં રાત્રિના સમયે ચાલતી ખાણી-પીણીની લારીઓ અને નાનાં વેપારીઓનો…
નવસારી મહાનગરપાલિકામાં મેયર પદને લઈને ચાલી રહેલી તમામ અટકળો અને ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ આવી ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ મહાનગરપાલિકાના પાંચ મહત્વપૂર્ણ હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરી છે. શહેરના રાજકીય વર્તુળોમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ચર્ચાઓ બાદ હવે આખી તસવીર સ્પષ્ટ બની ગઈ છે. નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયાની વરણી કરવામાં આવી છે. લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલા અને સંગઠન માટે સતત કાર્યરત રહેલા અશોકભાઈને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાતા ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ડેપ્યુટી મેયર તરીકે કેયુરીબેન દેસાઈની પસંદગી કરવામાં આવી છે. મહિલાઓને નેતૃત્વમાં આગળ લાવવાના પ્રયાસરૂપે પાર્ટીએ આ નિર્ણય લીધો હોવાનું માનવામાં…
સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવી રહ્યા છે. એ જ કડીમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી મહાનગરપાલિકા માટે “વિઝન નવસારી” રજૂ કરવામાં આવ્યું છે. આ વિઝન ડોક્યુમેન્ટ મહાનગરપાલિકાના અંદાજિત 1207 કરોડના વાર્ષિક બજેટને આધાર બનાવી તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં નવસારી શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અને સંકલ્પો રજૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને નવસારી અને સુરતને જોડીને “ટ્વીન સિટી” તરીકે વિકસાવવાનો ઉલ્લેખ આ ડોક્યુમેન્ટનું મુખ્ય આકર્ષણ બની રહ્યો છે. શહેરના વિકાસને સાંસ્કૃતિક વારસાથી આધુનિક સુવિધાઓ સુધી આગળ ધપાવવાનો સંકલ્પ પણ રજૂ કરવામાં આવ્યો છે. “સ્માર્ટ,…
નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થતાં રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપે તમામ વોર્ડમાં જીત હાંસલ કરવાની વ્યૂહરચના સાથે અનુભવી તેમજ નવા ચહેરાઓને તક આપી છે. એક મહાનગરપાલિકા, એક જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત અને એક નગરપાલિકા માટે ઉમેદવારોના નામ જાહેર થયા છે. નવસારી મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડ માટે 52 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત માટે 30 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. તાલુકા પંચાયત હેઠળ નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાઓના ઉમેદવારો જાહેર થયા છે. કુલ 132 ઉમેદવારોને તક આપવામાં આવી છે. ગણદેવી નગરપાલિકાના…
નવસારી શહેરનો એક પૂર્વ કોર્પોરેટર છે કે જેણે યુવતી સાથે અડપલા કર્યા ની ચર્ચા જાગી હતી અને મોટી રકમ ચૂકવીને સમગ્ર કેસને દબાવી દીધો હતો. એવા બે શરમ નવસારી શહેરના પૂર્વ કોર્પોરેટરે ફરી ટિકિટ માંગી છે. ખાઈ પીને કસરત કરીને તગડા થઈને ફરતા આ નેતાએ નિર્લજ્જ કર્યું હતું તેમ છતાં હવે ફરીથી મહાનગરપાલિકામાં ટિકિટ માંગીને કોર્પોરેટર બનવાના સપના જોઈ રહ્યા છે… નવસારીના એક વોર્ડમાં તો એવા પરિવાર છે કે જેણે માત્ર ઘરકામ કરવાવાળા બેનને જ બાકી રાખ્યા છે બાકી આખા પરિવારને ટિકિટ માંગી છે લાજ શરમની પણ હદ હોય છે રાજકીય લાભ લેવાની પણ મર્યાદા હોય છે આ તો સમગ્ર…
બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!
સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ભાજપ કોંગ્રેસ બંને પક્ષે ઉમેદવારોની વરણીની શરૂઆત કરવામાં આવી છે રાજકીય પક્ષો દ્વારા સારા ઉમેદવારો અને જીતી શકે એવા ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયાથી માંડીને પસંદગી પ્રક્રિયા ની શરૂઆત કરી છે એમાં નવસારી ભાજપમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે ઘરે ઘરેથી બે ચાર અને આખું પરિવાર પણ ટિકિટ માંગી રહ્યું છે. નવસારી મહાનગરપાલિકામાં માંગેલી ટિકિટો… વોર્ડ નંબર 1 . કુલ 26 વોર્ડ નંબર 2.. કુલ 27 વોર્ડ નંબર 3.. કુલ 32 વોર્ડ નંબર ચાર.. કુલ 23 વોર્ડ નંબર 5.. કુલ 33 વોર્ડ નંબર 6. કુલ ૩૩ વોર્ડ નંબર સાત. કુલ 22 વોર્ડ નંબર 8.…