શ્રીનગર વિધાનસભા બેઠક પર સૌથી ઓછું મતદાન થયું છે એમાં ખાસ કરીને 27% જેટલું જ મતદાન પાંચ વાગ્યા સુધી નોંધાય છે જેને લઈને અનેક તર્ક વિતરકો શરૂ થયા છે પરિવર્તન કે પુનરાવર્તન જેવી વાતો એ જોર પકડ્યું છે શ્રીનગર એક એવી વિધાનસભા બેઠક છે જ્યાં રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાં થતી હોય છે અને ખેંચતાણમાં ભારતીય જનતા પાર્ટી વધુ મતદાન થાય તો ફાયદો મેળવી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી હતી પરંતુ નીચું મતદાન કોને પડશે તેની ચર્ચાઓ શરૂ થઈ છે. સીયાસી વિધાનસભા બેઠક પર 72% જેટલું મતદાન પાંચ વાગ્યા સુધીમાં નોંધાયું છે સીયાસી વિધાનસભા પર રેકોર્ડ બ્રેક મતદાન થવું એ ત્રણેય પક્ષો વચ્ચે ત્રિપાંખિયો જંગ છે એમાં અપક્ષ ઉમેદવાર મહત્વની ભૂમિકા ભજવે તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઇ શકે તેવી શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી
જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં છ જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયું હતું જેમાં 25 લાખ 78,000 જેટલા મતદારો હતા જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કામાં ઓછું મતદાન થશે તેવી આશંકાઓ લગાવવામાં આવી રહેતી પરંતુ સ્થાનિક રાજકીય પક્ષોથી માંડીને ચૂંટણી પંચ દ્વારા પણ ખૂબ મહેનત કરવામાં આવી હતી અને સૌથી વધુ મતદાન થાય તેના માટેની પ્રચાર પ્રસારની કામગીરી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી
બીજા તબક્કામાં ઉમેદવારો અને અને મહિલા પુરુષોની સ્થિતિ
જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કાની 26 બેઠકોમાંથી 15 બેઠકો મધ્ય કાશ્મીરની અને 11 બેઠકો જમવુંની હતી બીજા તબક્કામાં ૨૩૯ ઉમેદવારો મેદાનમાં હતા જેમાંથી 233 પુરુષો અને છ મહિલાઓ ઉમેદવાર તરીકે આગળ આવી હતી
કરોડપતિ ઉમેદવારોની સ્થિતિ…
બીજા તબક્કાના મતદાનને લઈને રાજકીય પક્ષો દાવા પ્રતિદાવો કરી રહ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટી જમ્મુ રિજનમાં સૌથી વધુ બેઠકો મેળવવાની વાતો કરી રહી છે જ્યારે કાશ્મીર રિઝનમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી સૌથી વધુ બેઠકો મળે તેવી ધારણાઓ લગાવી રહી છે બીજા તબક્કામાં 131 ઉમેદવારો કરોડપતિ છે જેમાંથી 49 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે.
જમ્મુ કાશ્મીર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માત્ર 1000ની સંપત્તિના માલિક
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં વિવિધ રસપ્રદ વાતો બહાર નીકળીને આવી રહી છે એમાં ખાસ કરીને મધ્યમ વર્ગીઓમાંથી સૌથી ઓછા ઉમેદવારો મેદાનમાં આવ્યા છે જેમાં સૌથી વધુ પૈસાદાર ઉમેદવારો મેદાનમાં પડ્યા છે જેમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રવિન્દ્ર રહેનાએ પોતાની 1000 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. જે સૌ કોઈને ચોંકાવી દેનારી છે.
ઉમર અબ્દુલ્લા ની શાખ દાવ પર..
નેશનલ કોન્ફરન્સ દ્વારા જમ્મુ કાશ્મીર ની ચૂંટણી લડવા માટે મનાઈ ફરમાવવામાં આવી હતી કોઈપણ ભોગે ચૂંટણી ન લડવા માટેની વાતો જાહેર મંચો પરથી કરી હતી પરંતુ ઈચ્છા ના પોટલા સમાન રાજકીય પક્ષોના વિચારો ક્યારે બદલાઈ જાય તેનું નક્કી હોતું નથી નેશનલ કોન્ફરન્સ નો ઉપાધ્યક્ષ અને પૂર્વ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લા ગાંધર બલ અને બિરવાહથી ચૂંટણી રહી રહ્યા હતા. એક સાથે બે વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહ્યા હતા ઉંમર અબ્દુલ્લા લોકસભા બેઠક પરથી રાસીદ એન્જિનિયર સામે ચૂંટણી હારી ચૂક્યા છે હાલ પણ તેમનું ભવિષ્ય અધ્ધરતાલ છે એવું માનવામાં આવી રહ્યું છે.
પહેલા ચરણનું મતદાન નું સરવૈયું..
18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ હતી જેમાં સાત જિલ્લાની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું અને 61.38% જેટલું મતદાન નોંધાયું છે સૌથી વધુ મતદાન કિસવારમાં 80 પોઇન્ટ 20 ટકા અને સૌથી ઓછું મતદાન પુલવામાં જિલ્લામાં 46.99 ટકા મતદાન નોંધાયું છે પહેલા તબક્કાનું મતદાન ભારતીય જનતા પાર્ટીને ફરે તેવું આકલન કરવામાં આવી રહ્યો છે બીજા તબક્કામાં ભારતીય જનતા પાર્ટીને કેટલીક બેઠકો મળે તેવી શક્યતાઓ જોવાયેલી જેમાં ખાસ કરીને જમ્મુ-જનની 11 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનું પલડુ મજબૂત માનવામાં આવે છે.
સૌથી વધુ મતદાન રિયાસી વિધાનસભા બેઠક પર.
રિયાસી વિધાનસભા મત વિસ્તારમાં સવારથી જ લાંબી કટારો જોવા મળતી હતી અને ભાજપ કોંગ્રેસ અને તમામ રાજ્યો પક્ષો વચ્ચે ખેંચતા ની સ્થિતિ દરિયાસી વિધાનસભા બેઠક પર છે જેમાં ભારતીય જનતા પાર્ટી કુલદીપ દુબેને અને કોંગ્રેસે મુમતાઝ અહેમદને જ્યારે પીડીપીએ બોધરાજને ટિકિટ આપી છે ત્રણે ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જમવાની છે સૌથી ઊંચું મતદાન કોણે પડશે તેનું આકલન કરવું કઠિન થઈ પડ્યું છે.
રાહુલ ગાંધીએ ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જનો રાગ આલાપ્યો..
રાહુલ ગાંધી જમવું કાશ્મીરના પ્રવાસે નીકળ્યા છે તેમને મારા મુલ્લાના સપોર્ટમાં જનસભા અને સંબોધી હતી અને ભારતીય જનતા પાર્ટી સામે પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારતા તેમણે લોકો પાસે વોટ માંગ્યા હતા કાશ્મીરીઓને ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાની વાતો કરી હતી. કેન્દ્રમાં ઇન્ડિયા બ્લોકની સરકાર બનશે તો રાજ્યનો દરજ્જો આપવામાં આવશે તેવી વાત કરી હતી સફરજનને અમેરિકા કે જાપાનમાં મોકલવા માંગતા હો તો પહેલા રાજ્યના દરજ્જો આપવો પડે તેવી વાત રાહુલ ગાંધીએ કરી હતી જેને લઈને ભાજપ પણ આક્રમક મૂળમાં આવી ગયું છે અને રાહુલ ગાંધીના નિવેદનોને રાજકીય રીતે જોઈ રહ્યું છે.
જમ્મુ કાશ્મીરમાં સૌથી વધુ મહેનત ચૂંટણી કમિશનર અને તેની ટીમ કરી રહી છે.
જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં લોકસભાની ચૂંટણી વખતે ઓછું મતદાન થયું હતું એના કરતાં વધુ મતદાન થાય એના માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એમાં ખાસ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે લોકોને આહવાન કર્યું હતું અને કાશ્મીર ખીણમાં સૌથી વધુ મતદાન થાય તેના માટે જાગૃતિ કાર્યક્રમો પણ કર્યા હતા. મતદારોમાં ઉત્સાહ જોઈને તેમણે પણ ખુશી વ્યક્ત કરી હતી વિધાનસભાની ચૂંટણી નિહાળવા માટે મોટી સંખ્યામાં રાજધાનીઓ પણ અલગ અલગ દેશોમાંથી આવ્યા હતા જેની ખુશી વ્યક્ત કરી હતી.