નવસારી ખાતે યોજાયેલાવિશ્વ હૃદય દિનના કાર્યક્રમ વિશેષ રીતે હૃદય રોગ નિવારણ માટે સાવચેતીના પગલાં લેવા જોઈએ અને યોગ દ્વારા હૃદય રોગનું નિવારણ,રન અને રાઈડ મેરેથોન નુ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ૨૨૦૦ થી વધુ લોકો એ ભાગ લીધો હતો. તમામ સ્પર્ધકને ટી શર્ટ અને રીફ્રેશમેન્ટ, મેડલ , સર્ટીફીકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, ડી એસ ડી ઓ શ્રી અલ્પેશભાઈ પટેલ, નિરાલી હોસ્પિટલના સીઈઓ જેલસન કવલાકટ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
યોગ શિબિરનું સંચાલન ઝોન કો ઓર્ડીનેટર શ્રી પ્રીતિબેન પાંડે અને નવસારી જિલ્લા યોગ કો ઓર્ડીનેટર શ્રી ગાયત્રીબેન તલાટી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન નિરાલી હોસ્પિટલ ના એડમિન ઈનચાર્જ અભિષેક ભાઈ શર્મા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના કો ઓર્ડીનેટર શ્રી ગાયત્રી બેન તલાટી અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
હૃદય રોગ એ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે યોગ તેને રોકથામા અસરકારક સાધન સાબિત થયું છે નિયમિત યોગા અભ્યાસ રક્ત પરિભ્રમણ સુધારીને તણાવ ઘટાડીને હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવીને હૃદયના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે યોગ બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવામાં મદદરૂપ બને છે અને શરીરમાં સકારાત્મક ઉર્જા વધારે છે જે હૃદયને સ્વસ્થ અને રોગમુક્ત રાખવામાં ફાળો આપે છે.
આ કાર્યક્રમ થકી હૃદયને મજબૂત બનાવવા મદદરૂપ થતા સરળ અસરકારક યોગાસનો અને પ્રાણાયામ વિશે નિષ્ણાંત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.