છેલ્લા 15 દિવસથી સૌરાષ્ટ્રમાં ચાઈનીઝ લસણ બજારમાં આવ્યું હોવાની ચર્ચા એ જોર પકડ્યો હતો જેને લઈને લસણની ખરીદી પણ ગુજરાત ભરમાં બંધ કરવામાં આવી હતી ચાઈનીઝ લસણ એ સિન્થેટિક વાપરીને બનાવવામાં આવેલું લસણ માનવામાં આવે છે જેનાથી માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ શકે તેવી સ્થિતિના પગલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો અને લસણની ખરીદી બંધ કરી હતી.
શું છે ચાઈનીઝ લસણ જે નુકસાનકારક છે..??
ચાઈનીઝ લસણ દેખાવમાં લસણ જેવું જ હોય છે તેની કડીઓ એકદમ જાડી હોય છે પરંતુ એમાં સ્વાદ હોતો નથી. ચાઈનીઝ લસણમાં ભેંસળીયુક્ત રસાયણો અને સિન્થેટિક વાપરવામાં આવે છે જેનાથી કેન્સર થઈ શકે તેવું નિષ્ણાંતોનું માનવું છે.
નકલી લસણની ઓળખ કેવી રીતે કરવી??
નકલી લસણની કળીઓ ખૂબ મોટી હોય છે એના પર ઘસવાથી ચિકાસ નીકળતો નથી, ગંદ પણ તીવ્ર આવતી નથી, કલીપર કોઈપણ પ્રકારનો ડાઘ હોતો નથી અને મોટી કળીઓ હોય છે આ નકલી લસણ સિન્થેટિક ઉમેરવાના કારણે ચોખ્ખું દેખાય છે.
દેશી લસણની ઓળખ કેવી રીતે કરશો??
લસણ એ સ્વાસ્થ્ય માટે એક મહત્વનો ખોરાકનો ઘટક ગણવામાં આવે છે જેનાથી વિવિધ આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે અને સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે. દેશી લસણ ની કળીઓ નાની હોય છે કળીઓ પર સફેદ આવરણ હોય છે જે જાડું હોય છે અને એકદમ સફેદ કલરનું હોતું નથી કરીને ઘસવામાં આવે તો વધુ સુગંધ આવે છે અને તેમાંથી ચીકણો પદાર્થ વહે છે અને ઘસવાથી હાથમાં ચીકણો પદાર્થ ચોંટી જાય છે. એટલે દેશી લસણ અસલી છે કે નકલી એ પણ ચકાસવું જરૂરી છે.
આયુર્વેદનો ખજાનો ગણાતો લસણ મહત્વનો ખોરાક ઘટક છે જેની તપાસણી ચકાસણી કરીને લેવું ખૂબ જરૂરી છે છેલ્લા ઘણા સમયથી ચાઈનીઝ પ્રોડક્ટ ડુપ્લીકેટ બજારમાં મૂકવામાં આવે છે જેના કારણે સ્વાસ્થ્ય સામે કતરા ઉભા થાય છે અગાઉ કોબીજ ઈંડા જેવી મહત્વની ખોરાકમાં લેવાતી વસ્તુઓ બજારમાં આવી હતી જેના કારણે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા ત્યારે લસણ એ ખૂબ મહત્વનું ગણવામાં આવે છે અને ચાઈનીઝ લસણ સિન્થેટિક વાપરેલું હોવાના કારણે કેન્સર જેવી મોટી બીમારીને નોતરી શકે છે જેના માટે જાગૃત રહેવું ગૃહોનીઓએ ખાસ મહત્વનું છે.