Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»અડધો કલાકનો ખેલ, નવરાત્રી પહેલા નવસારી પાણી પાણી ! રેલવે સ્ટેશનમા લીકેજ, રસ્તાઓ પર ભરાયા પાણી, જુઓ Video
નવસારી

અડધો કલાકનો ખેલ, નવરાત્રી પહેલા નવસારી પાણી પાણી ! રેલવે સ્ટેશનમા લીકેજ, રસ્તાઓ પર ભરાયા પાણી, જુઓ Video

નવસારી શહેરમાં ધોધમાર વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. શહેરના પ્રજાપતિ આશ્રમ, ચાર ફૂલ પોલીસ ચોકી, કુંભારવાડ, શહીદચોક વિસ્તારમાં પાણી ભરાયા. જેને કારણે અનેક સમસ્યાઓ સામે આવી છે.
Atul RathodBy Atul RathodOctober 1, 2024Updated:October 1, 2024No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Heavy rain in Navsari before Navratri Railway video
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

આખું ગુજરાત નવરાત્રીની રાહ જોઈને બેઠું છે. નવરાત્રી આવે તે પહેલા મેઘરાજાએ ચારે તરફ ઠંડક કરી દીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસાનો સમય છે. હવામાન વિભાગની આગાહી પણ છે જે અનુસાર વરસાદ વરસ્યો છે. ત્યારે નવસારી જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદનો કહેર પણ જોવા મળ્યો હતો.

નવસારી શહેરમાં હાલ એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે થોડો જ વરસાદ થાય તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. જેમાં નવસારી જિલ્લાનો પ્રજાપતિ આશ્રમ ચાર ફૂલ પોલીસ ચોકી કુંભારવાડ શહીદ ચોક વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ વરસાદને કારણે થાય છે. ખાસ વાત તો એ છે કે નવસારી વરસાદ ધોધમાર પડે એટલે ચાર પુલ પોલીસ ચોકી વિસ્તારને સમસ્યા ઊભી થાય છે. આ તો થઈ નવસારી શહેરની વાત પરંતુ નવસારી રેલવે સ્ટેશનની સ્થિતિ પણ કંઈક આવી છે.

નવસારી રેલવે સ્ટેશન ખાતે વરસાદ પડવાની સાથે રેલવે સ્ટેશનનું છાપરું લીકેજ થતા ધોધ વરસી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અગાઉ પણ આ જ પ્રકારની સ્થિતિ નવસારી રેલવે સ્ટેશન ખાતે બની હતી. જેમાં રેલ્વે તંત્ર દ્વારા ખુલાસો આપતા જણાવ્યું હતું કે છાપરામાં એક નાનો દડો આવી જવાને કારણે લાઈન ચોક થતા પાણી છાપરામાંથી લીકેજ થઈ રહ્યું હતું. જે બાદ ફરી આજે વરસાદ પડતા આવા દ્રશ્યો સામ આવ્યા હતા.

પ્રજાપતિ આશ્રમ પાસે પણ પાણીનો રેલો વહી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ચાર વાગ્યે વરસાદની શરૂઆત થઈ અને સાડા ચાર સુધીમાં તો રસ્તા ઉપર પાણીની વેલમછેલ થઈ ગઈ હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા. બીજી તરફ ખેલૈયાઓની મજા તો બગડી જ છે. ત્યારે હવે શું સ્થિતિ સર્જાય તેને લઈને લોકો મૂંઝવણમા મુકાયા છે.

Gujarat News Navsari Navsari Rain Weather
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,688 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.