શાહરૂખ ખાન બોલિવૂડના દિગ્ગજ કલાકારોમાંથી એક છે. તેની નવી કે જૂની તમામ ફિલ્મો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તાજેતરમાં, શાહરૂખ ખાનની જૂની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર ધૂમ મચાવી હતી. આવી સ્થિતિમાં કિંગ ખાન ફરી એકવાર પોતાની ત્રણ ફિલ્મો સાથે થિયેટરોમાં આવી રહ્યો છે.
શાહરૂખ ખાનની 30 વર્ષ જૂની ફિલ્મ કરણ-અર્જુન ફરી એકવાર દસ્તક આપવા જઈ રહી છે. આ પહેલી ફિલ્મ છે જ્યારે શાહરૂખ ખાન અને સલમાન ખાન સ્ક્રીન પર સાથે જોવા મળ્યા હતા. કરણ-અર્જુન ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.
Kuch bandhan aise hote hai, jinke liye ek janam poora nahi hota! #KaranArjun re releasing in cinemas worldwide from Nov 22nd!@RakeshRoshan_N #RajeshRoshan @BeingSalmanKhan @itsKajolD #MamtaKulkarni #Rakhee #AmrishPuri @tipsofficial @PenMovies #30yearsOfKaranArjun pic.twitter.com/D7tih2QwMf
— Shah Rukh Khan (@iamsrk) November 13, 2024
30 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવા માટે, ફિલ્મના નિર્માતાઓએ આ ફિલ્મને ફરીથી રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ માત્ર કરણ-અર્જુન જ નહીં તેમની વધુ બે ફિલ્મો આ મહિને રિલીઝ થવા જઈ રહી છે. કહેવાનો અર્થ એ છે કે શાહરૂખ ખાને પોતાના માટે નવેમ્બર મહિનો બુક કર્યો છે.
ખરેખર, ફિલ્મ કરણ-અર્જુન સિવાય તેમની હિટ ફિલ્મ કલ હો ના હો પણ રિલીઝ થવા જઈ રહી છે. પ્રેમ, મિત્રતા અને ક્ષણે ક્ષણે જીવવાની કહાણી ધરાવતી ફિલ્મ કલ હો ના હો 15 નવેમ્બરના રોજ રીલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે સૈફ અલી ખાન અને પ્રીતિ ઝિન્ટા જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. કલ હો ના હો પહેલીવાર વર્ષ 2003માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
‘Laal ab sabke dil ka haal hai’, hone wala ab kamaal hai! 🫶🤩#KalHoNaaHo re-releasing in cinemas on 15th November at @_PVRCinemas @INOXMovies! pic.twitter.com/yWlyOrZZnP
— Dharma Productions (@DharmaMovies) November 12, 2024
A story that speaks straight to your heart! ❤️ The iconic masterpiece #Pardes is returning to the big screen at PVR INOX on November 15.
.
.
.#Rereleasing #SubhashGhai #ShahRukhKhan #MahimaChaudhry pic.twitter.com/Rp8UHxxDeT— P V R C i n e m a s (@_PVRCinemas) November 12, 2024
શાહરૂખ ખાનના કરિયરની કલ્ટ ફિલ્મોમાંથી એક
કરણ અર્જુન ઉપરાંત શાહરૂખ ખાનની વધુ એક હિટ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ છે પરદેશ. આ શાહરૂખ ખાનના કરિયરની કલ્ટ ફિલ્મોમાંથી એક છે. પરદેસ વર્ષ 1997માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જેને આજે પણ લાખો લોકો પસંદ કરે છે. પરદેસમાં શાહરૂખ ખાન ઉપરાંત મહિમા ચૌધરી અને અમરીશ પુરી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ ફરી 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. મતલબ કે એ સ્પષ્ટ છે કે શાહરૂખ ખાનની ફિલ્મો આ મહિને બોક્સ ઓફિસ પર હિટ થવાની છે.