Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»અપરાધ»સાસુઓ સાવધાન…વારંવાર દીકરીઓને પિયર બોલાવતી સાસુઓ સાથે પણ આવું થઈ શકે…વાંચો નવસારીની ઘટના
અપરાધ

સાસુઓ સાવધાન…વારંવાર દીકરીઓને પિયર બોલાવતી સાસુઓ સાથે પણ આવું થઈ શકે…વાંચો નવસારીની ઘટના

દીકરી માટે "દુહિતા" શબ્દ શાસ્ત્રોમાં વાપરવામાં આવે છે. દુહિતા એટલે બે કુળને તારનાર પોતાના પિયર અને સાસરીયા બંને કુળનું કલ્યાણ કરનારી લક્ષ્મી તરીકે શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે પરંતુ કેટલીક વાર સંબંધોની એવી હત્યા થાય છે જે સમાજમાં ચર્ચાનો વિષય બની જતો હોય છે અને સંબંધોનું કચ્ચરઘાણ થઈ જતું હોય છે. આવી ઘટના નવસારીમાં બની છે.
Atul RathodBy Atul RathodNovember 16, 2024No Comments3 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Navsari Husband killed mother in law in Jalalpore Police
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

સંસ્કારો અને સમાજ અને રૂઢિચુસ્તતા ભુલાઈ જતી હોય છે. રૂઢિ, પરંપરા અને સંસ્કારોના આધાર પર સમાજ ટકેલો છે જેના પર હુમલો થાય છે ત્યારે સમાજ તૂટવાની અણી પર આવી જતું હોય છે અને સમાજને મોટું નુકસાન થતું હોય છે.

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામે એક એવી ઘટના ઘટી છે જે સાસરીયા અને પિયર પક્ષ બંને માટે લાલબત્તી સમાન કિસ્સો છે. કૃષ્ણપુર ગામે રહેતા દિવ્યેશ જયંતીલાલ ટંડેલ માછીમારી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દરિયામાં માછીમારી કરનાર દિવ્યેશ અઠવાડિયે એક વાર ઘરે આવતો હતો. પોતાની જાણ બહાર પત્ની માતાની સેવા કરવા માટે ગામમાં જ પોતાના પિયરે ગઈ હતી વારંવાર પતિને પૂછ્યા વગર પિયર ચાલી જતી પત્નીથી કંટાળી જમાઈ દિવ્યેશે સાસુ પર હુમલો કર્યો હતો. જેમાં માથાના ભાગે 11 જેટલા ટાંકા આવ્યા છે અને અન્ય ઇજાઓ થઈ છે. માતા વારંવાર બોલાવતી હોવાનું વહેમ રાખી સાસુ પર હુમલો કર્યો હતો. જેના પગલે માથા ફરેલ જમાઈએ સાસુ પર હુમલો કર્યો હતો અને જમાઈ દિવ્યેશ પર જલાલપોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પહેલાના જમાનામાં માતા-પિતા દીકરીના સાસરિયામાં પાણી પણ પીવાનું ટાળતા હતા

દીકરીએ પિયર અને સાસરિયા બંને પક્ષનું અનમોલ રતન ગણાય છે. સાસરિયાના સંસ્કારો લક્ષ્મી સમજે છે અને પિયર પક્ષ પરિવારનું અનમોલ રતન સમજે છે પરંતુ એ સમગ્ર સ્થિતિ સંસ્કારો અને જવાબદારી પર ટકેલી છે. દીકરી પર કોઈ પણ પ્રકારનો બોજ ન પડે અને સાસરિયાઓના મ્હેણાં ટોણા ન સાંભળવા પડે એના માટે પહેલાંના જમાનાના રૂઢિચુસ્ત લોકો દીકરીના ઘરે વધુ સમય રોકાતા નહોતા અને બોજરૂપ બનવાનું ના પસંદ કરતા હતા પરંતુ બદલાયેલા જમાનાની આધુનિક ટેકનોલોજીએ એમાં ખાસ કરીને મોબાઇલે દાટ વાળ્યો છે. મોબાઈલ પર તારી મારી અને શું ખાધું, શું પીધું ની તમામ રિપોર્ટિંગ માતા-દીકરી વચ્ચે થતી હોય છે. જે પણ ઝઘડાનું કારણ બનતું હોય છે. જેના પર વિચારણા કરવાનો સમય પાકી ગયો છે.

સાસરી ગયેલી દીકરીના મોટાભાગના કાર્યોમાં માતા-પિતાનો હસ્તક્ષેપ લગ્ન વિચ્છેદનું કારણ

છેલ્લા ઘણા સમયથી લગ્ન વિચ્છેદ છૂટાછેડા જેવા બનાવો સમાજ માટે કલંકરૂપ બની ગયા છે. એમાં મોટાભાગના કારણો સાસરે ગયેલી દીકરીનો સાસરી પક્ષ કરતા પિયર પક્ષે વધુ લગાવ અને સાથે માતા-પિતાનો સહકાર, દીકરીની તમામ કામગીરીમાં પિયર પક્ષનું વધુ પડતો હસ્તક્ષેપ સાસરીયા અને પિયર વચ્ચેની મોટી ખાઈ ઊભી કરે છે. તેવા સમયે જવાબદારી પૂર્વક વર્તવાનું પસંદ કરવામાં આવે તો લગ્ન વિચ્છેદ અને ઝઘડા અને સાસુ વહુનો રમખાણ જેવા દૂષણોથી સમાજને રક્ષણ મળી શકે તેમ છે.

સાસરીયા અને પિયર પક્ષ બંનેએ દીકરા-દીકરી પ્રત્યે લાગણીઓનો વિવેક પૂર્ણ અને સમજદારીથી વ્યક્ત કરવી જરૂરી

છેલ્લા ઘણા સમયથી કૌટુંબીક સમસ્યાઓ વધી રહી છે. જેમાં સાસરીયા અને પિયા પક્ષો વચ્ચે મોટી ભેદ રેખા ઊભી થતી હોય છે. સાસરીયા અને પિયરિયા પક્ષ વચ્ચે સુમેળ ભર્યા સંબંધો ટકી રહે એના માટે જવાબદારી પૂર્વક વર્તવામાં આવે તો સાસરિયાને પક્ષ વચ્ચે મીઠા રસભર સંબંધો જળવાઈ રહે.

સાસરીયા પક્ષ વહુને દીકરી માની લે તો કૌટુંબિક વિવાદો જડમુળ થી નાબૂદ થઈ શકે

પારકી થાપણ અને સાપનો ભારો જેવા ઉપનામો દીકરી માટે સંબોધવામાં આવે છે પરંતુ સાસરિયે આવેલી વહુને દીકરી માની લેવામાં આવે તો તમામ કૌટુંબીક સમસ્યાઓનું નિવારણ અને હલ થઈ શકે. સમાજ જીવનમાં વિવાદો વિગ્રહ અને કૌટુંબિક વિવાદો નેતા નાબૂદ થઈ શકે પરંતુ જરૂર છે પરિપક્વ વિચાર શક્તિની.

jalalpore police Navsari NAVSARI CITY navsari crimer Navsari News Navsari police
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,352 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.