મોડી રાત્રે બીલીમોરા રેલવે ઓવર બ્રિજ પર અકસ્માત સર્જાયો છે. જેમાં કાર અને મોપેડ ચાલક વચ્ચેના અકસ્માતમાં મોપેડ ચાલક યુવકનું મોત થયું છે.
બીલીમોરામાં થયેલા આ અકસ્માતમાં મોરલી ગામના યુવક ધ્રુવીક પટેલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે બીલીમોરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સ્થિતિ ગંભીર હોવાને કારણે તેમને નવસારીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
મોપેડ પર પાછળ બેઠેલા ભેસલા ગામના અન્ય યુવાનને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ તેનું બીલીમોરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.આ ઘટનાની જાણ થતાં જ બીલીમોરા પોલીસ સ્થળ પર પહોંચી હતી. અકસ્માત કર્યા પછી કાર ચાલક પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. વધુ તપાસ માટે પોલીસે બંને વાહનો જપ્ત કરી વધુ પગલાં હાથ ધર્યા છે.