નવસારી કરોડોના ખર્ચે બનનાર કમલમ ભવન આધુનિક ટેકનોલોજી અને વ્યવસ્થાઓથી સજ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સી આર પાટીલે ભૂમિ પૂજન કર્યું હતું અને ટેકનોલોજી ની સાથે કમલમ હવે અલગ રીતે કાર્યકર્તાઓ સાથે સંકળાયેલને ભારતીય જનતા પાર્ટીને આગળ વધારવા માંગે જેના માટેની આધુનિક સુવિધા યુક્ત કમલમ ભવન બનાવવા માટે ભૂમિ પૂજન કર્યું છે અને નજીકના સમયમાં મોટું કમલમ ભવન તૈયાર થશે.
નવસારી પધારેલા સી.આર પાટીલે કુપોષણ મુદ્દાને ધ્યાનમાં રાખીને પણ એક વર્ષ પહેલા સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમની શરૂઆત કરી હતી કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માટેનો પાયલોટ પ્રોજેક્ટ નવસારીથી શરૂ કરીને સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યો હતો.
સામાજિક સંસ્થાઓની સાથે સામાજિક અગ્રણીઓ યોગદાન
નવસારી શહેરથી શરૂ થયેલો પોષણના પ્રોજેક્ટને આગળ વધારવા માટે સમગ્ર ગુજરાતમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સામાજિક સંસ્થાઓની સાથે સામાજિક અગ્રણીઓ યોગદાન આપ્યું હતું અને સરકારી અને વહીવટી તંત્રના સહયોગથી કુપોષણને દૂર કરવા માટેનો મહામંત્ર લઈને આગળ વધી રહ્યા છે.
નવસારીના કુપોષિત બાળકોના કાર્યક્રમોમાં સીઆર પાટીલે વિશેષ રીતે હાજરી આપી હતી અને પોતે ગુજરાતમાં કુપોષણને દૂર કરવા માટેનો કાર્યક્રમ આગળ વધાર્યો હતો એ મુદ્દે લોકો સાથે વાતચીત કરી હતી, અને નાના ભૂલકાઓને શું પોષણ કીટ આપીને બાળકોને તંદુરસ્તી બક્ષવા માટે અભિયાનને ચાલુ જ રાખવા માટે વહીવટી તંત્રના અધિકારીઓનો અપીલ કરી હતી.
સાત જિલ્લાના આંગણવાડીના બાળકોને લાવવામાં આવ્યા
સમગ્ર દક્ષિણ ગુજરાતના આઈસીડીએસ અધિકારીઓએ કુપોષણના મુદ્દાને આગળ વધારવા માટે અને સુપોષિત બાળકો બનાવવા માટેનો અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના આંગણવાડીના બાળકોને લાવવામાં આવ્યા હતા અને વિવિધ કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
દક્ષિણ ગુજરાતના આઈસીડીએસ અધિકારીઓ દ્વારા સફળ કામગીરી બદલ તેમને બિરદાઓમાં પણ આવ્યા હતા નવસારી જિલ્લામાં જે રીતે કુપોષિત બાળકોને શું પોષિત બનાવવા તરફ આગળ લઈ જવાની કામગીરી કરવામાં આવી હતી એ જ રીતે સમગ્રલક્ષી ગુજરાતમાં હાથ ધરવામાં આવ્યા અને સાથે સમગ્ર ગુજરાતમાંથી કુપોષણ નાબૂદી માટેનો પ્રોજેક્ટ આગળ વધારવામાં આવે તેવી અપીલ પણ કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી આર પાટીલે અધિકારીઓને અપીલ કરી છે.
કુપોષણને દૂર કરવા માટેનું અભિયાન હાથ ધર્યું
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે એક વર્ષ પહેલાં સમગ્ર ગુજરાતમાં કુપોષણને દૂર કરવા માટેનું અભિયાન હાથ ધર્યું હતું નવસારી થી શરૂ કરીને સમગ્ર ગુજરાતમાં કુપોષણને દૂર કરવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં મોટા પાયેસ સફળતા મળી હતી. આજે નવસારી ખાતે બાળકોને કીટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
જેમાં પોષણ તરફ લઈ જવા માટે આઇસીડીએસ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. સમાજસેવી સંસ્થાઓ અને સમાજસેવી અગ્રણીઓના સહાયથી કુપોષણના કલંકને દૂર કરવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેમાં નવસારી ખાતે યોજાયેલા દક્ષિણ ગુજરાતના કુપોષણ મુક્ત કાર્યક્રમમાં સી આર પાટીલે વિશેષ રીતે હાજરી આપી હતી અને આઇસીડીએસ વિભાગની કામગીરીને બિરદાવી હતી..