યુનાઇટેડ નેશન્સ (UNO) દ્વારા ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવું ભારત માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે. વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪ની ઉજવણી સૌપ્રથમ વાર સમગ્ર વિશ્વમાં કરવામાં આવી હતી.
ભારતની પ્રાચીન મજબૂત યોગ અને ધ્યાન પરંપરાઓને જીવનના એક પવિત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. આ પ્રાચીન વિજ્ઞાન આજે તણાવમુક્ત અને આધુનિક જીવન માટે ઉત્તમ ઉપાય બની ગયું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ પ્રયત્નોથી, યોગ અને ધ્યાનને વૈશ્વિક સ્તરે સ્વીકાર અને લોકપ્રિયતા મળી રહી છે. આજે તે માનવજાત માટે આશાનું પ્રતીક બનીને દરેક નાગરિકોને એકતા અને શક્તિનો સંદેશ આપે છે.
યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શીશપાલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ સમર્પણ ધ્યાન, પતંજલિ યોગ સમિતિ, હાર્ટફુલનેસ, આર્ટ ઓફ લિવિંગ તેમજ વિપાષ્યના જેમ યોગ અને ધ્યાન સાથે સંલગ્ન અન્ય સંસ્થાઓ દ્વારા ૨૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી વિશાળ અને પ્રેરણાત્મક રીતે કરવામાં આવી.
‘વિશ્વ ધ્યાન દિવસ–૨૦૨૪’નો મુખ્ય કાર્યક્રમ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલમાં પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો તેમજ નવા સચિવાલય ખાતે ધ્યાનનું વિશેષ ટેકનીકલ સત્ર પણ યોજાયું. વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪ના વિશેષ કાર્યક્રમો રાજ્યના વિવિધ શહેરો-ગામડાઓ મળીને કુલ ૪૦ સ્થળોએ યોજાયા હતા. જેમા લાખો નાગરીકો સહભાગી બનીને શરીરમાં શાંતિ, સુખ, અને તદુરસ્તી લાવવાનો પ્રયાદ કરાયો.
નવસારીમાં રામજી મંદિર શાકભાજી માર્કેટ નજીક આ કાર્યક્રમ યોજાયો
નવસારીના ૭૦૩ લોકો જોડાયા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ સમર્પણ ધ્યાનના યોગ પ્રેમી ઓ જોડાયા. સાથે અતિથી વિશેષની વિગત જઈએ તો,
૧) નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ
૨) નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ
૩) નવસારી જિલ્લા ન્યાયાધીશ જિમી ભાઈ મહેતા
૪) માજી ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ
૫) પ્રદેશ મંત્રી શ્રી શિતલબેન સોની
૬) જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી જિગ્નેશ ભાઈ દેસાઈ
૭) મહિલા મોરચા પ્રમુખ તનવીબેન પંચાલ
૮) વરિષ્ટ પત્રકાર શ્રી જીતુ ભાઈ પટેલ
૯) ભવન ભાઈ રાજ્ય પ્રભારી નરેશભાઈ સમર્પણ ધ્યાન
૧૦) યુવા મોરચાના ભાજપ ના પ્રિયંક ભાઈ
૧૧)ભાજપના અકિંત ભાઈ હાજર રહ્યા.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના યોગ કો ઓર્ડીનેટર ગાયત્રી બેન તલાટી અને સમગ્ર ટીમ દ્વારા
ખુબ સરસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.
તમામ હાજર લોકો ખૂબ ઉત્સાહથી ધ્યાન પ્રાણાયામ કર્યું. તમામ મહાનુભાવો પણ સરાહના કરી.
૭૦૦ થી વધુ લોકો જોડાયા હતા.