આણંદ જિલ્લા અને વડોદરા વચ્ચેના મહત્ત્વના માર્ગ પર આવેલો મહીસાગર નદી પર જૂનો બ્રિજ આજે તૂટી પડતાં મોટી હોનારત સર્જાઈ છે. બ્રિજ તૂટી પડવાના બનાવથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. આ બ્રિજ વર્ષો જૂનો હતો અને તેની હાલત ઘણાં સમયથી નાજુક હતી, જેની અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી.
સ્થાનિક જિલ્લા પંચાયતના સભ્યો અને સામાજિક કાર્યકર્તા લખન દરબાર સહિત અનેક જાગૃત નાગરિકોએ આ જર્જરિત હાલત અંગે તંત્રને વારંવાર ધ્યાન દોરાવ્યું હતું. તેમણે નવો બ્રિજ બનાવવા કે રીપેર કરવાની માંગ સાથે અનેક લેખિત રજૂઆતો પણ કરી હતી. છતાં પણ તંત્ર તરફથી ગંભીરતા દાખવવામાં આવી નહોતી, જેના પરિણામે આજે આ દુર્ઘટના સર્જાઈ છે.
હાલત એવી છે કે અકસ્માતની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ ચમત્કારિક રીતે મોટી જાનહાનિ ટળી છે. બ્રિજ તૂટી પડ્યા બાદ રોડ વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો છે અને વાહનચાલકોને લાંબી વળાંક લેવી પડી રહી છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્રની ગંભીર બેદરકારી અને અવગણના કારણે આ ઘટના બની છે. લોકોએ માંગ કરી છે કે જવાબદાર તંત્રવિભાગ સામે સાપરાધ માનવવધના ગુના હેઠળ કાર્યવાહી કરવી જોઈએ જેથી આવાં ભવિષ્યમાં ન બને.