નવસારી જિલ્લામાં 6 ઓગસ્ટ, 2025 એ એક એવો દિવસ જયારે એક જ દિવસમાં જિલ્લાની અલગ-અલગ જગ્યાઓએ એક પછી એક દુઃખદ અને ચિંતાજનક ઘટનાઓ બની છે – ત્રણ વ્યક્તિઓએ જીવન ટૂંકાવ્યું, એક હોમગાર્ડની ટ્રેન અકસ્માતમાં દુર્ઘટનામૃત્યુ થઈ અને બીલીમોરામાં લાખો રૂપિયાની ચોરી થતાં સમગ્ર જિલ્લો હચમચી ગયો છે.
-
ત્રણ આત્મહત્યાના બનાવથી ચિંતાનું મોજું
વિજલપોર, ચિખલી અને નવસારી રુરલ પોલીસ સ્ટેશનોની હદમાં ત્રણ અલગ-અલગ આત્મહત્યાના બનાવો સામે આવ્યા છે.
- સુરત-મુંબઇ રેલવે ટ્રેક પર એક અજાણી મહિલાએ ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી.
- ટાંકલ ગામે ભાડેથી રહેતા 30 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.
- સાતેમના યુવાને આંબાના ઝાડે ફાંસો ખાઈ પોતાનું જીવન સમાપ્ત કર્યું.
પોલીસ ત્રણેય કેસમાં આત્મહત્યાના કારણોની તપાસમાં જોતરાઈ છે. જિલ્લામાં ત્રણ આપઘાતના સમાચારોએ લોકમાનસમાં ગભરાટનો માહોલ પેદા કર્યો છે.
-
હોમગાર્ડ જવાનનું ટ્રેન અકસ્માતમાં મોત
મરોલી પોલીસ સ્ટેશનના 30 વર્ષીય હોમગાર્ડ જૈનીશ મૌર્યને પોસરા ગામ નજીક રેલવે ટ્રેક પર ફરજ દરમિયાન ટ્રેનની અડફેટે ભોગવવાનો વારો આવ્યો. અજાણી લાશના કબજા દરમિયાન અચાનક ટ્રેન આવી જતા તેમનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું. તેઓ પરિવારના એકમાત્ર પુત્ર હતાં.
-
બીલીમોરામાં 8 લાખથી વધુની મોટી ચોરી
ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરના ગોહરબાગ વિસ્તારમાં એક બંધ મકાનમાં મોટા પાયે ચોરી થઈ છે. પરિવારના દિલ્હી જતાં ચોરોએ 7 તોલા સોનું, 2-2.5 કિલો ચાંદી અને 80 હજાર રોકડ મલકી આશરે 8 લાખ રૂપિયાનું ચોરી કરી લેતાં સમગ્ર વિસ્તાર દળી ઉઠ્યો છે.
સવાલો ઉઠી રહ્યાં છે: જિલ્લાના સુરક્ષા અને માનસિક આરોગ્ય માટે શું પગલાં લેવાશે?
એક જ દિવસે આટલી બધી ઘટનાઓ સામે આવતાં જિલ્લા પ્રશાસન, પોલીસ તંત્ર અને સમૂહ માટે અનેક પ્રશ્નો ઉભા થયા છે. લોકોના જીવન પર દબાણ, વ્યાપક ચિંતા અને સુરક્ષા વ્યવસ્થા વિશે ઊંડા પ્રશ્નચિહ્ન ઉભા થયા છે.