માં અંબા નું આરાધના પર્વ એટલે કે નવરાત્રી સમગ્ર દેશ અને દુનિયામાં સૌથી લાંબા નૃત્ય મહોત્સવ તરીકે જાણીતી બની છે. ગુજરાતના ગરબા ને સમગ્ર દુનિયામાં વસતા ગુજરાતીઓથી લઈને તમામ ભારતીયો પસંદ કરતા હોય છે અને આરાધના કરીને માં અંબાની સાધના બાદ ફળ શ્રુતિ પામવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ પ્રોફેશનલ આયોજનો કરી રૂપિયા કમાવી લેવાની મેલી મુરાદો લઈને નવસારી શહેરમાં ફ્યુઝન નવરાત્રી એ લોકોના બે દિવસના રૂપિયા ખંખેરી લઈને ફરાર થઈ ચૂક્યા છે. ફ્રોડ કરનાર વ્યક્તિએ તેના જમણા હાથને પણ છેલ્લા દિવસ સુધી ખબર પડવા દીધી ન હતી. એટલે કે છેલ્લે સુધી આ એક જ વ્યક્તિ આખી ગેમ કરી રહ્યો હતો!
ડોમ ના સંચાલકો થી માંડીને ડીજે સંચાલકો સિંગરો કેટરિંગ સીસીટીવી સિક્યુરિટી મજૂરો તેમજ અન્ય પુરાણ કરનાર મજૂરો અને ટેમ્પા ચાલકોના પણ રૂપિયા ડૂબી ગયા છે તેવા સમયે ફ્યુઝન નવરાત્રીની સામે લોકોમાં અક્રોશ ની લાગણી ભભૂકી છે. ફ્યુઝન નવરાત્રિના સંચાલકો સામે સોશિયલ મીડિયામાં પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ખેલૈયો છેલ્લા દિવસે મન મૂકીને રમતા હોય છે તેવા સમયે નવરાત્રી બંધ થવાના કારણે ખેલૈયાઓએ નિરાશ થવાનો વારો આવ્યો હતો. શરૂઆતથી મોટી સંખ્યામાં લોકો ફ્યુઝન નવરાત્રીમાં આવતા હતા જેને લઈને ખેલૈયાઓમાં આનંદ પ્રમોદની લાગણી છવાઈ હતી પરંતુ જ્યારે ઉઠામણું કર્યું ત્યારે સાચી હકીકત અને મેલી મુરાદ બહાર આવી છે.
સમગ્ર ઘટનાક્રમમાં જવાબદાર કોણ
મનોરંજન વિભાગ દ્વારા તમામ પરવાનગીઓ માટેની પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને ડે ટુ ડે ફાયર વિભાગ થી માંડીને તમામ વિભાગે નજર રાખવાની હોય છે ટિકિટના ભાવથી માંડીને રોજના ભાવો પર પણ કંટ્રોલ રાખવાનો હોય છે એ પ્રક્રિયા કરી છે કે કેમ?? એ દિશામાં પણ તપાસ કરવાની જરૂર છે ખેલૈયો સાથે સરેઆમ છેતરપિંડી કરી ફરાર થઈ જવું એ નવસારી જિલ્લા વહીવટી તંત્રનાના ગાલ પર લપડાક સમાન છે..
ખેલૈયાઓના બે દિવસ ના પૈસા નો ડબ્બો થયો જવાબદાર કોણ??
માતા અંબાની આરાધના ના ઉદેશ્ય સાથે ફ્યુઝન નવરાત્રીએ શહેરીજનોને ₹3,000 થી લઈને 3500 સુધીના પાસ વેચીને એસીડોમ બનાવી આકર્ષ્યા હતા અને છેલ્લા બે દિવસ બાકી હતા અને નવરાત્રી બંધ કરી દેવામાં આવી. કરોડોનો ખર્ચ કર્યો અને કરોડો રૂપિયા જાહેરાત ના શહેર અને જિલ્લામાંથી ઉઘરાવ્યા બાદ ગયા ક્યાં?? ખેલૈયાઓ ની નવરાત્રી બગાડીને શ્રેયલ એન્ડ કંપની ફરાર થઈ ગઈ છે તેવા સમયે નવરાત્રી બગાડનાર ફ્યુઝન નવરાત્રી સામે શહેરમાં ભારોભાર આક્રોશ..
આયોજકોએ સિંગરો ડોમ ના માલિકો અને ડીજે વાળા ને રાતા પાણીએ રડાવ્યા.
ફ્યુઝન નવરાત્રિના આયોજકોએ શહેરીજનોને ગરબે ઘૂમવા માટે આમંત્રણ આપ્યું હતું અને મસ્ત મોટા મોંઘા પાસો પધાર્યા હતા. છેલ્લી ઘડીએ ગરબાની રમઝટ જામતી હોય છે તેવા સમય ગરબા બંધ થતા લોકોમાં આક્રોષની લાગણી જન્મી છે જેમાં લાખો રૂપિયા રોકાણ કરનાર ડીજે અને ડોમના સંચાલકોએ પણ પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે મસ્ત મોટું રોકાણ કરવામાં ડીજે સંચાલકોનું મહત્વનું યોગદાન રહેતું હોય છે. મોટી રકમ ગુમાવવાનો ડોમ અને ડીજેના સંચાલકો ખેદ વ્યક્ત કરી રહ્યા છે.
સિક્યુરિટી સીસીટીવી મજુર વર્ગ કેટરિંગ જેવા ગરીબોને રડાવ્યા જિલ્લા તંત્ર મૌની મુદ્રામાં..
ફ્યુઝન નવરાત્રીમાં નાના-મોટા તમામ વર્ગના લોકોને રોજગારી પણ મળી હતી પરંતુ નવરાત્રી બંધ થવાના કારણે અટકેલા પૈસા ડૂબી ગયા છે ખાસ કરીને ગરીબ મજૂર વર્ગ એ પણ મહેનત કરી હતી અને દસમા દિવસે પૈસા લઈને દશેરો મનાવીશું એવી આશા અપેક્ષાઓ લઈને ગયા હતા પરંતુ આશા અપેક્ષાઓ લગાવીને ઉડી છે અને પૈસા ગુમાવવાનો વારો આવતા હાલત કફોડી બની છે
મનોરંજન વિભાગ જીએસટી વિભાગ આઈટી વિભાગ પણ નિષ્ક્રિય હાલતમાં!
પ્રોફેશનલ ગરબા આયોજનમાં મનોરંજન વિભાગની મહત્વની ભૂમિકા રહેતી હોય છે સાથે ઇન્કમટેક્સ વિભાગ અને જીએસટી ફરજિયાત રહેતું હોય છે પરંતુ ફ્યુઝન નવરાત્રીને જાણે કોઈ પણ પ્રકારના નિયમો નડતા ન હોય તેવી રીતે પરવાનગી આપવાથી માંડીને મનોરંજન અને આઇટી ઇન્કમટેક્સ જીએસટી ના નિયમોનું પાલન કર્યું છે કે કેમ મેં કડકાઈથી તપાસણી કરવામાં આવે તો ચોરટા અને બે ભાગવું શ્રેયલ શાહનો ભાંડો ફૂટી શકે તેમ છે.
શ્રેયલ શાહ, વિરાજ ગાયકવાડ અને મળતીયાઓનું પહેલેથી જ શહેરીજનોને નવડાવવાનું પ્લાનિંગ હતું???
શ્રેયલ અને વિરાજ ગાયકવાડ ફ્યુઝન નવરાત્રીના મોટા ચહેરા તરીકે ઉભરીને આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ જે રીતે ઉઠામણું કર્યું છે એ પ્રી પ્લાન કરીને આયોજનપૂર્વક શહેરીજનો સાથે કાવતરું કરવામાં આવ્યું હોવાનું શહેરીજનો ચર્ચી રહ્યા છે. નવરાત્રી શરૂ થઈ હતી તે સમયથી જ ક્યુઆર કોડ ની મદદથી છેતરપિંડી થયાનું ગાણું પોલીસ વિભાગ તેમજ અન્ય લોકોની સામે ગાઈ રહ્યા હતા. છેલ્લે મહત્વના દિવસો આવ્યા ત્યારે ઉઠામણું કરતા લોકો આકૃતિ લાગણી ભભૂકી છે. સૌથી મહત્વની વાત એ છે કે હવે આ આયોજક માના એક વિરાજ ગાયકવાડે પણ શ્રેયલ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને હિસાબ ન આપ્યો હોવાનું જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે ભાગેલો શ્રેયલ પકડાશે કે કેમ તે હવે જોવું રહ્યું…
સોશિયલ મીડિયામાં ફ્યુઝન નવરાત્રી સામે ભારોભાર આક્રોશ..
ફ્યુઝન નવરાત્રીને લઈને લોકોમાં આનંદ અને ઉલ્લાસની લાગણી જન્મી હતી અને વરસાદના સમયે ડોમમાં એસી સાથે રમવાની લોકોએ મજા પણ માની હતી પરંતુ સમયાંતરે જે રીતે ઉઠામણું થયું એને લઈને લોકો આકૃતિ લાગણી જન્મી છે ક્યુ આર કોડ થી સમગ્ર રકમ વસૂલવાની આધુનિક ટેકનોલોજી અપનાવી હતી અને એ જ ઉઠામણા બાદ સોશિયલ મીડિયામાં નવરાત્રી વિરુદ્ધ નવસારી શહેર અને જિલ્લામાં લાગણી જન્મી છે. ફ્યુઝન નવરાત્રીના સંચાલકો સામે ગંદી ગંદી ગાળો પણ સોશિયલ મીડિયામાં આપવામાં આવી રહી છે.
