નવસારીના અટલબિહારી વાજપાઈ ગાર્ડન પાસે એક ફોર્ડ ફીગો કારમાં અચાનક આગ લાગતાં વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, કારના એન્જિન વિભાગમાંથી આગ પ્રસરતા વાહનનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે બળી ખાખ થઈ ગયો હતો.
સ્થાનિક વેપારીઓએ આગ જોતા જ તાત્કાલિક એક્સ્ટ્રીન્ગયુસરની મદદથી તેને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ ઝડપથી ફેલાતા સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગને બોલાવવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું.
સદભાગ્યે, આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જો કે, આગના કારણે વાહનને ભારે નુકસાન થયું છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી નવસારી શહેરમાં વાહનમાં આગ લાગવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે, જે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.
મહત્વનું છે કે આ સિવાય સવારે પ્રાંત કચેરીમાં પણ DP માં સ્પાર્ક થયો હતો. તેમાં પણ ફાયર વિભાગ તાત્કાલિક પહોંચ્યું.. અને પરિસ્થિતિ કાબુમાં લીધી..