દક્ષિણ ગુજરાત રાજનીતિમાં રાજ્યનો આર્થિક કેપિટલ અને હવે રાજકીય હબ પણ બનતું જાય છે. પૂર્વ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાર્ટીના કાર્યકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતની રાજકીય લંબાઈ વધી છે અને દેશ અને દુનિયામાં તેની નોંધ પણ લેવાય છે. હાલ નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા આવી ચૂક્યા છે પદ વાર સંભાળી લીધો છે અને સમગ્ર ગુજરાતમાં આટા ફેરા મારી રહ્યા છે સંપર્ક અભ્યાન વધારી દીધું છે.
તેવા સમયે નવા મંત્રીમંડળના વિતરણની ચર્ચાઓ જોડ સોરમાં ચાલી રહી છે અને ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં કોણ મંત્રી બનશે અને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે તેવા સમયે દક્ષિણ ગુજરાતમાંથી ચાર મંત્રીઓ બની શકે તેવી પ્રબળ શકયતાઓ જોવાઈ રહી છે જેમાં નવસારી જિલ્લાના જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ નવસારી શહેરના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને ધારાસભ્ય નરેશ પટેલ ત્રણે પ્રબળ મજબૂત નેતાઓ હોવાના કારણે તેમના નામો પણ આવી શકે તેવી શક્યતાઓ જોવાયેલી છે. સાથે દક્ષિણ ગુજરાતમાંથી સંગીતા પાટીલ સંદીપ દેસાઈ અને જયરામભાઈ ગામીત નું નામ પણ જોડશોમાં ચર્ચાઈ રહ્યું છે.
દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં પરિવર્તન લાવવા માટેના સંગઠનનાત્મક તરીકે મજબૂત થવા માટે મહત્વની ભૂમિકા ભજવનાર ચહેરાઓને સ્થાન મળી શકે તેવા રાજ્ય સમયગાળો ઊભા થયા છે જેમાં ચાર જેટલા ધારાસભ્યોને મંત્રી પદો મળી શકે તેવી રાજકીય ગણતરીઓ લગાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતમાં સંગઠનાત્મક રીતે મજબૂત કરવા માટે આદિજાતિ વિસ્તાર અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ત્રણ એમ કુલ મળીને ચાર નેતાઓને મંત્રી બનાવવામાં આવી શકે તેવી શક્યતાઓ જોઈ રહી છે.
આરસી પટેલ જુના અને સિનિયર ધારાસભ્યોના નાતે મંત્રી પદ માટે દાવેદાર…
જલાલપોર ના ધારાસભ્ય આરસી પટેલ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાના કારણે વિધાનસભામાં જાણીતો ચહેરો બન્યો છે સાથે કોળી પટેલ સમાજનો એક મજબૂત અને કડક મિજાજના જનસંપર્ક ધરાવતા નેતા તરીકેની છાપ ધરાવે છે. તેમણે પોતાના વિસ્તારમાં વિકાસના કામોની સાથે સંગઠનાત્મક ભૂમિકામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે તેવા સમયે વિધાનસભામાં સિનિયર ધારાસભ્ય તરીકે તેમનું નામ મોકલે છે જેને લઇને તેઓ પણ મંત્રી પદના દાવેદારની દેશમાં આગળ વધી રહ્યા છે.
રાકેશ દેસાઈ સાઇલેન્ટ વહીવટ માટે જાણીતા હોવાના કારણે મંત્રી પદના ઉમેદવાર…
નવસારી વિધાનસભાના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સાઇલેન્ટ નેતા તરીકે પોતાની છાપ નવસારી શહેરમાં છોડી છે. શહેરમાં વિકાસના કામોમાં તેમણે આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી છે સાથે વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાક વચ્ચે સંકલન સાધવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે શહેરના કેટલાક એવા કામો છે કે જે વર્ષોથી અટકી પડ્યા હતા તેમણે વહીવટી તંત્ર સાથે સંકલન સાથીને કામોને પાર પાડ્યા છે સાથે નવસારી સેના વિકાસ માટેનો રોડ મેપ બનાવવામાં પણ એમની મહત્વની ભૂમિકા રહી છે. દેસાઈ સમાજના એક મજબૂત નેતા તરીકે તેમની સારી એવી છબી છે અને વર્ષોથી સંગઠનાત્મક રાજકીય અનુભવનો અનુભવ પણ ધરાવે છે. અયોધ્યાની કાર સેવા માટે મને મહત્વની ભૂમિકા ભજવી હતી અને હવે નવા મંત્રી મંડળના વિસ્તરણમાં તેમનું નામ આવી શકે તેવી પ્રબળ શકયતાઓ રહેલી છે.
નરેશ પટેલ ના સંગઠનાત્મક અને કેબિનેટ મંત્રી તરીકેનો બહોળો અનુભવ મંત્રી બનાવી શકે….
ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ એકવાર કેબિનેટ મંત્રી તરીકે પોતાનું વહીવટનો અનુભવ કરાવી ચૂક્યા છે તેમણે આદિવાસી વિસ્તારમાં મહત્વના પ્રોજેક્ટોમાં પોતાનો સિંહ ફાળો આપ્યો છે. સસ્તા અનાજની દુકાનોમાં ચાલતા કાળા કારોબારની ડામવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. જિલ્લા ભાજપ પ્રમુખ હોવાના કારણે તેમની સંગઠન પર પણ સારી એવી પકડ છે. પોતાના વહીવટી અને સંગઠનાત્મક અનુભવના કારણે તેમનું નામ પણ આવી શકે તેવી શક્યતાઓને ન કરી શકાય તેમ નથી.
દક્ષિણ ગુજરાતમાંથી સંદીપ દેસાઈ, સંગીતાબેન પાટીલ, અને જયરામ ગામિત પણ મંત્રી પદની રેસમાં આગળ….
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સી આર પાટીલે સારો એવો સમયગાળો પસાર કર્યો છે તેમના પ્રદેશ પ્રમુખ કાળમાં દક્ષિણ ગુજરાતમાં મહત્વનો પ્રોજેક્ટ આવ્યા છે સાથે નેતાઓનું રાજકીય કદ પણ વધ્યું છે. જેમાં સંગીતા પાટીલે પોતાના મત વિસ્તારમાં સારી એવી કામગીરી કરી છે અને સંગઠનાત્મક રીતે તેમજ પક્ષને મજબૂત કરવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
સંદીપ દેસાઈએ પોતે સહકારી માળખામાં રહીને રાજકીય કદ વધાર્યું છે યુવા કાળથી જ યુવા મોરચામાં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને હવે સહકારી માળખામાં સુરત જિલ્લામાં તેમનું મોટું રાજકીય નામ થયું છે. ઉચ્છલ નિઝરના ધારાસભ્ય જયરામભાઈ ગામીત પણ સંગઠનાત્મક રીતે રાજ્ય પ્રવેશ કરીને ધારાસભ્ય બન્યા છે અને હવે તેમના રાજકીય કદ અને કુનેહના કારણે ગુજરાત પ્રદેશ ભાજપમાં સારી એવી નામના ધરાવે છે. તેમના કાર્યકાળમાં તાપી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયત કબજે કરવાથી માંડીને સંગઠનાત્મક રીતે મજબૂતાઈ પ્રાપ્ત કરી છે હજુ પાર્ટીને વધુ મજબૂત કરવા માટે તેમને મંત્રી બનાવી શકાય તેવી શક્યતાઓ પણ જોવાઇ રહી છે….
