રાજસ્થાનના વિશ્વપ્રખ્યાત પુષ્કર મેળા 2025 માં દક્ષિણ ગુજરાતનો ગૌરવ ગણાતો મોહનલાલ સ્ટડ ફાર્મ (સંજય ફાર્મ), ચીખલી ખાસ ચર્ચામાં રહ્યો છે. ફાર્મના યુવા મારવાડી ઘોડા “પ્રથમ હંસ”, જે શ્રી દર્શનભાઈ દેસાઈની માલિકીમાં છે, એ મેળામાં ભારે લોકપ્રિયતા મેળવી છે.
માત્ર 28 મહિનાના આ મારવાડી કાલ્ટ “પ્રથમ હંસ” એ પોતાના આકર્ષક શારીરિક બંધારણ, સૌંદર્ય અને ગ્રેસફુલ મૂવમેન્ટથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. મેળામાં આ ઘોડા માટે રૂ. 50 લાખ સુધીની ઓફર આવી હતી, પરંતુ દર્શનભાઈએ ઘોડો ન વેચવાનો નિર્ણય કર્યો, જે તેમના મારવાડી ઘોડાની ખંતભરી જાળવણી અને પ્રોત્સાહન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આજે “પ્રથમ હંસ” પુષ્કર મેળામાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને દરેક મુલાકાતીને દક્ષિણ ગુજરાતની ઘોડા પ્રજનન ક્ષેત્રે થયેલી પ્રગતિ અને પ્રતિભાનો ગર્વ અનુભવે છે.
આ સિદ્ધિ એ સાબિત કરે છે કે દક્ષિણ ગુજરાત હવે મારવાડી ઘોડાની બ્રિડિંગ અને પ્રજાતિ સંરક્ષણમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભર્યું છે, જે ભારતની રાજાશાહી અશ્વ પરંપરાને નવી ઉંચાઈ આપે છે.
