નવસારીમાં પારસી હોસ્પિટલ નજીક અકસ્માત મોડી રાત્રે સર્જાયો હોવાની ઘટના સામે આવી. ktm બાઈક અને કિયા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની. કિયા કાર એક ગલી માંથી બહાર નીકળી રહી હતી અને કેટીએમ બાઈક ચાલક ઝડપભેર રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો.
આ વચ્ચે કેટીએમ બાઈક કાર સાથે અથડાઈ હતી. કાર સાથે બાઈક અથડાતા બાઈક ઉપર બેસેલા બે યુવકો ફંગોળાયા હતા. જોકે તાત્કાલિક તેમને સ્થાનિકો દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે આ ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે જે ચોકાવનારા છે.