તાજેતરમાં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘Dusshera’ અંધશ્રદ્ધા અને આધ્યાત્મિક શક્તિ પર આધારિત એક શક્તિશાળી કહાની રજૂ કરે છે. ફિલ્મની પહેલી જ ફ્રેમ પ્રાચીન, રહસ્યમય અને દૃશ્યપટ પર્ સંપૂર્ણ રીતે સાકાર બનેલી દુનિયામાં પ્રેક્ષકોને ખેંચી લે છે.
સ્ટોરીની શરૂઆત ડાંગના ઘનિષ્ઠ અને રહસ્યમય જંગલોમાંથી થાય છે, જ્યાં જંગલની દેવી અને રક્ષક ‘વાઘમાતા’ ની કથા જીવંત બને છે. દરેક સીનમાં બ્રેથટેકિંગ VFX, અદ્ભૂત સિનેમેટોગ્રાફી અને શક્તિશાળી મૂડ-ક્રિએશન જોવા મળે છે, જે ઘણીવાર પ્રેક્ષકોને રોમાંચિત કરી દે છે. નવસારીના લોકો આ મુવી ગિરિરાજ સિનેમામાં જોઈ શકશે.
ફિલ્મની સૌથી વિશેષ બાબત છે વાઘમાતાની ગર્જના — અનેક દર્શકોના જણાવ્યા મુજબ આ સીન એટલા અસરકારક છે કે આંખો ભીની થઈ જાય છે. કલાકારોના જોરદાર અભિનયે ફિલ્મને એક નવા લેવલ પર પહોંચાડી દીધી છે અને પ્રેક્ષકોનો પ્રતિસાદ પણ અદભૂત મળ્યો છે.
નવસારીના ડિરેક્ટર દ્વારા બનાવાયેલી આ ફિલ્મને અશ્તર ફિલ્મ્સ, મહામાયા સ્ટુડિયો અને 360 Eye સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. સ્ટારકાસ્ટમાં કાર્તિક, જગદીશ ઇટાલિયા, પૌરવિ જોષી, ઉન્નતિ શીર્ષથ, સુન્દરમ પ્રસાદ, જીતેન્દ્ર સુમરા, યુગ ઇટાલીયા સહિત અનેક પ્રતિભાશાળી કલાકારોનો સમાવેશ થાય છે. વિરજ દવેના માર્ગદર્શન હેઠળ બનાવાયેલી આ ફિલ્મ ભક્તિ, શક્તિ અને માનવીય અનુભવોની અદ્ભૂત સફર રજૂ કરે છે.
‘Dusshera’ નિઃસંદેહ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક નવી સિદ્ધિ સાબિત થઈ રહી છે — દિવ્ય કથા, ગજબનું ટેકનિકલ પ્રેઝન્ટેશન અને લોકગાથા આધારિત અસરકારક સ્ટોરીટેલિંગનો મજબૂત સમન્વય.
