બીલીમોરાના આઈટીઆઈથી યમુના નગર જતા મુખ્ય માર્ગની પાસે આવેલ માલિકીની વાડીમાં દીપડા દ્વારા બિનવારસી ગૌ વંશનુ મારણ થતા માલિકે વનવિભાગનો જાણ કરાઇ હતી. દીપડા દ્વારા અવારનવાર આ વિસ્તારમાં અવરજવરની માહીતી લોકો પાસેથી મળી રહી હતી. તેવામાં મારણની ઘટના સામે આવતા વનવિભાગ સતર્કતા વધારતા કાર્યવાહી શરૂ કરવામા આવી છે
યમુના નગર જતા રસ્તા પર દીપડાની હાજરી જોવા મળી. મોડી રાત્રે વાછરડાનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. મહત્વનું છે કે મોડી રાત્રે ત્રણ થી સાડા ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં અનેક વાર આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે. દીપડાઓ જંગલ વિસ્તાર તરફથી ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આવી જાય છે અને આ સંઘર્ષ ઉભો થાય છે. ત્યારે બીલીમોરાથી યમુના નગરમાં વાછરડાનું મારણ દીપડાએ કર્યું છે.
મહત્વનું છે કે આ સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને થતા તાત્કાલિક વન વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને જે આ ઘટનાની પુષ્ટિ કરીએ બાદમાં હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મળતી માહિતી મુજબ આ સ્થળે હવે પાંજરું પણ ગોઠવવામાં આવશે