- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
આંતલિયા જીઆઇડીસી ખાતે સ્થિત સી-ટેલ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કરંટ લાગવાની ઘટના બની હતી, જેમાં એક યુવકનો કરુણ અંત આવ્યો. ગણદેવીના માંકલા ફળિયામાં રહેતા જીગ્નેશ કલ્યાણભાઈ હળપતિ, જે આ કંપનીમાં કામ કરતા હતા, મશીનમાં દાણા નાખવાની પ્રક્રિયા દરમ્યાન અચાનક કરંટ લાગવાથી મશીન સાથે ચોંટી ગયા હતા. ઘટનાની સંપૂર્ણ વિગતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કરંટ લાગવાથી બનેલા આ અકસ્માતને લઈ બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરિવારજનોએ આ દુખદ ઘટનાથી શોક વ્યકત કર્યો છે અને કંપનીની સુરક્ષા વ્યવસ્થાઓ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. આ ઘટનાને પગલે કામદારોમાં પણ ભયનું વાતાવરણ સર્જાયું છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે અને…
નવસારી મહાનગરપાલિકાએ 2025-26ના વર્ષ માટેનું બજેટ રજૂ કર્યું છે, જેનું કુલ આકાર રૂપિયા 847.13 કરોડનો છે. આ બજેટમાં ખાસ કરીને પાયાની સેવાઓ, શૈક્ષણિક પ્રોજેક્ટ્સ, રમતગમત અને પર્યાવરણ સંબંધિત વિકાસ માટે ખાસ ફાળવણી કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે લખો ફાળવાયા છે જ્યારે નવીન રીંગ રોડ અને તળાવ વિકાસ માટે મહત્તમ રકમ ફાળવાઈ છે. આ બજેટ શહેરીજનોને વધુ સારી સુલભતાઓ અને આરામદાયક જીવનશૈલી માટે પ્રેરિત કરે છે. નવસારી મહાનગરપાલિકા બજેટ 2025-26 મુખ્ય હાઇલાઇટ્સ કુલ બજેટ: • નવસારી મહાનગરપાલિકાએ વર્ષ 2025-26 માટે ₹847.13 કરોડનું બજેટ રજૂ કર્યું છે. • આ બજેટમાં શહેરી વિકાસ, પર્યાવરણ, શૈક્ષણિક અને રમતગમત સંબંધિત અનેક પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા…
નવસારીના દાંડી ખાતે યોજાયેલ આ મેરેથોનને સાંસદ શ્રી CR પાટીલ દ્વારા પ્રારંભ કરી ખુલ્લી મુકવામાં આવી હતી. તેઓએ મેરેથોનના મુખ્ય ઉદ્દેશો અને સ્વસ્થ જીવનશૈલી તરફ લોકોમાં જાગૃતિ લાવવાની વિચારધારા પર ભાર મૂક્યો. મેરેથોનનું આયોજન સવારે 5:30 વાગ્યે નવસારી જિલ્લાના દાંડી ખાતે કરવામાં આવ્યું હતું. મેરેથોનમાં સ્વસ્થ જીવનશૈલી, વ્યસનમુક્ત જીવન અને વિવિધ સામાજિક પ્રશ્નો પર લોકોમાં જાગૃતતા લાવવાનો ઉદ્દેશ હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નવસારી જિલ્લા પોલીસ અને સ્થાનિક સંગઠનોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. https://youtu.be/2fWdRR3ZUuc?si=05XnHaIIOcHhb4uK મેરેથોનમાં પ્રત્યેક ભાગીદારોને સિદ્ધિ પ્રમાણપત્ર આપવામાં આવ્યું અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિજેતાઓને ખાસ સન્માનિત કરવામાં આવ્યા. CR પાટીલ સાહેબે પોતાના ઉદબોધન દરમિયાન સ્વસ્થ ભારતનું નિર્માણ કરવાનો…
બીલીમોરા નગરપાલિકામાં સાત ટર્મથી જનતાની પડખે રહેનાર મલંગભાઈ કોલીયાએ આઠમી વખત જીત નોંધાવી છે તેઓ રાત દિવસ જનતાની સેવામાં હાજર રહેતા હોય છે અને બીલીમોરા શહેરના 108 તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. મલંગભાઈ કોલીયા રાત દિવસ ગરીબ વિસ્તારોમાં ફરીને લોકોના પ્રશ્નોને ઉજાગર કરતા હોય છે અને પાલિકામાં રજૂઆતો કરીને તેમના કામો નિરાકરણ કરતા હોય છે. ખાસ કરીને નાના લોકો સાથે જોડાયેલા કામો જેમ કે કોઈપણ પ્રકારના દસ્તાવેજો ડોક્યુમેન્ટ સરકારી કચેરીમાંથી કરાવવા કઢાવવા તેમજ અટકી પડેલા કામો ગટર નળ અને અલગ અલગ યોજનાઓ લોકો સુધી પહોંચાડતા હોય છે એવી યોજનાઓને લોકો સુધી લઈ જવામાં અને લોકો સુધી પહોંચીને નગરપાલિકામાં રજૂઆતો કરીને…
જનતા જનાર્દન ન્યુઝ પેપર દર વખતે નવા નવા ન્યુઝ સ્ટુડિયો લાવીને નવસારી શહેર અને જિલ્લાના લોકોના હિતમાં કાર્યવાહીઓ કરે છે અને લખાણો લખે છે જેનાથી સીધી અસર જનતા તંત્ર અને રાજ્ય પક્ષો પર થાય છે અને નોંધ પણ લેવાય છે.. બીલીમોરા શહેરના ખૂણે ખૂણે જઈને કર્યું હતું પુર તેમજ ચૂંટણી વખતે રિપોર્ટિંગ, જનતા જનાર્દન ન્યુઝ પેપર ના લેખોની નોંધ લે છે વહીવટી તંત્ર જનતા જનાર્દન ન્યુઝ પેપર ના લેખોની વારંવાર નોંધ લેવામાં આવતી હોય છે જેમાં ખાસ કરીને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવતા ગેરહિતોના સમાચારો પ્રદર્શિત થાય છે તદુપરાંત રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતી ગેર નીતિઓને પણ પ્રકાશિત કરવાનો…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાગરૂપે, નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકા માટે આજે મતદાન શરૂ થયું છે. 9 વોર્ડના 36 સભ્યોની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ, બસપા અને અપક્ષ સહિત કુલ 92 ઉમેદવારો મેદાનમાં છે. મહત્વપૂર્ણ છે કે 3 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે, જ્યારે બાકી રહેલી બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. બીલીમોરાના દેસરા વિસ્તારમાંથી એક અનોખું દ્રશ્ય સામે આવ્યું, જ્યાં એક યુવતીએ પોતાના લગ્નમંડપથી સીધું મતદાન મથક પર આવીને મતદાન કર્યું. લોકશાહીને મજબૂત બનાવવાના હેતુથી મતદાન નાગરિકની મહત્વપૂર્ણ ફરજ છે. યુવતીએ લગ્ન પહેલાં પોતાના નાગરિક ધર્મનું પાલન કરી મતદાન કરીને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઘટના અન્ય મતદારો માટે પણ…
ગુજરાતની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકા અને વલસાડ જિલ્લાના પારડી, વલસાડ તથા ધરમપુર નગરપાલિકાઓમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ત્રિકોણીય જંગ જામ્યો છે. આ દરમ્યાન આજે રવિવારે મતદાન પ્રક્રિયા લની શરૂઆત પણ થઈ ચુકી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આંતરિક વિવાદો દોઢ દાયકાથી સત્તા પર રહી રહેલી ભાજપને ફરીથી વિજય મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ ફરી સત્તા મેળવવા માટે તનતોડ પ્રયાસ કરી રહી છે. આંતરિક વિવાદ અને અપક્ષ ઉમેદવારોની ભરમાર રાજકીય પક્ષો માટે મોટો માથાનો દુખાવો બની રહ્યા છે. બીલીમોરા નગરપાલિકા ચૂંટણી પર એક નજર નવસારી…
સુરતના ઓલપાડ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની વિદાય સમારંભ દરમિયાન જાહેરમાં કાયદાના લીરા ઉડાવવાના બનાવે ભારે ચર્ચા જગાવી છે. 30 જેટલી બીએમડબલ્યુ, મર્સિડિઝ અને સ્કોડા જેવી લક્ઝરી કાર સાથે વિદ્યાર્થીઓએ જાહેરમાં સ્ટંટબાજી કરી હતી, જેના વીડિયોએ સોશિયલ મીડિયા પર તહેલકા મચાવ્યો છે. વિદ્યાર્થીઓ સ્કૂડાની ટોપ પર ચડી સ્ટંટ કરતા અને એકસાથે 30 જેટલી કાર રસ્તા પર દોડાવતા દેખાયા હતા. આ ઘટનાથી રસ્તા પર ચાલતા અન્ય વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ કાફલો ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી પહોંચ્યો, જેમાં મોટી સંખ્યામાં લક્ઝરી કાર સામેલ હતી. કાયદાકીય મંજૂરી વિના રસ્તા પર સર્જાયો વિપલવ આ સમગ્ર ઘટના…
નવસારી શહેરમાં તસ્કરીના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં શાંતિવન સોસાયટીમાં આવેલ NRIના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. આ મકાન હાલ વેચાણ માટે ખાલી હતું અને તેમાં કોઈ કીમતી સામાન ન હતો, જેથી તસ્કરોના હાથ કંઈ લાગ્યું નહીં. કંઈ હાથ ન લાગતાં, તસ્કરોએ નજીકમાં આવેલી પાલિકાના પૂર્વ કમિટી ચેરમેન પ્રીતિ અમીનના મકાનને નિશાન બનાવ્યું. અહીંથી તેઓએ આશરે ₹11,000ના એડિડાસ કંપનીના મોંઘા બ્રાન્ડેડ બૂટ ચોરી લીધા. આ સમગ્ર ઘટનાની કેદ સોસાયટીના સીસીટીવી કેમેરામાં થઈ છે, જેને આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તસ્કરીના બનાવોમાં વધારો થતો જ રહ્યો છે. શહેરીજનો ચિંતિત છે અને પોલીસ પેટ્રોલિંગ વધારવા…
નવસારીની બીલીમોરા પાલિકાની ચુંટણી ટૂંક સમયમાં યોજાવાની છે. જેને ધ્યાને રાખી બીલીમોરા શહેરમાં ગુનાખોરીને ડામવા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને નવસારી અને બીલીમોરા શહેરમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નવસારીમાં પોલીસે તીવ્ર તપાસ શરૂ કરી નવસારી શહેરના દશેરા ટેકરી અને તીઘરા નવી વસાહત વિસ્તારોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. નવસારી ટાઉન પોલીસ દ્વારા 8 પોલીસ અધિકારી અને 60 પોલીસ જવાનો સાથે સંકલિત તપાસ હાથ ધરવામાં આવી છે. બીલીમોરામાં પણ પોલીસનું કડક ચેકિંગ બીલીમોરા શહેરના ઓડ નગર, ઓરિયા મોરિયા, માછીવાડ, ગાયકવાડ મીલ ચાલ, તિસરી ગલી અને ગોહરબાગ વિસ્તારમાં પણ પોલીસે કોમ્બિંગ ઓપરેશન શરૂ…