Author: Atul Rathod

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં તંગદિલીભર્યું માહોલ સર્જાયો છે, કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને શાર્પ શૂટર ગેંગના ઈસમો વચ્ચે ઘર્ષણ સર્જાયું. મળતી માહિતી અનુસાર, હથિયારો સપ્લાય કરવા આવેલા ઈસમોને પકડવા પોલીસ પહોંચી ત્યારે શાર્પ શૂટર ગેંગના સભ્યોએ નાસવા માટે પોલીસ પર ગોળીબાર કર્યો. પોલીસએ સ્વરક્ષણમાં પ્રતિ ફાયરિંગ કરતા એક ઈસમના પગમાં ગોળી વાગી હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હોટલમાં રોકાયેલા અને હથિયારો આપવાના ઇરાદે આવેલા પાંચ ઇસમોમાંથી ચારને પોલીસએ કાબૂમાં લીધા છે. ઘટનાની જાણ થતાં જ સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે નવસારી જિલ્લાના અન્ય સુરક્ષા દળો સ્થળ પર પહોંચી ગયા હતા. પ્રાથમિક તારણ મુજબ, પકડાયેલા ઇસમો કુખ્યાત…

Read More

નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે નંબર 48 પર વેજલપોર પાટિયા નજીક લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. માહિતી મુજબ અમદાવાદથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલી લક્ઝરી બસને ડમ્પર ચાલકે ગફલતભરી રીતે વળાંક લેતા ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયો, તેમ છતાં સદનસીબે બસમાં સવાર અંદાજે દસ મુસાફરોના આબાદ બચાવ થયો હતો. અકસ્માતના કારણે નેશનલ હાઇવે પર થોડા સમય માટે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વેસ્મા આઉટપોસ્ટના પોલીસ જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ અને ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી. પોલીસ દ્વારા બસને મુખ્ય માર્ગ પરથી ખસેડીને…

Read More

નવસારી જિલ્લાના મરોલી વિસ્તારમાં સુરતના કુખાત ગુનેગાર સલમાન લસ્સી પર ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને મળેલી માહિતી મુજબ, સલમાન લસ્સી છેલ્લા ઘણા સમયથી સુરત શહેરના ડીંડોલી, લિબાયત અને ભેસ્તાન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલો હતો અને તેના પર હત્યા, મારામારી તથા ખડની સહિત આશરે 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ક્રાઇમ બ્રાંચની ટીમ મરોલી વિસ્તારમાં પહોંચી હતી ત્યારે ડાભેલા ના આશિયાના મહોલ્લા પાસે સલમાન લસ્સીને પકડી લેવાની કાર્યવાહી દરમિયાન તેણે ચપ્પુ વડે પોલીસ પર હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલા સામે પોલીસ કર્મચારીઓએ આત્મરક્ષણમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં સલમાન લસ્સીના પગના ભાગે ગોળી વાગી હતી. તેને…

Read More

રાજસ્થાનના વિશ્વપ્રખ્યાત પુષ્કર મેળા 2025 માં દક્ષિણ ગુજરાતનો ગૌરવ ગણાતો મોહનલાલ સ્ટડ ફાર્મ (સંજય ફાર્મ), ચીખલી ખાસ ચર્ચામાં રહ્યો છે. ફાર્મના યુવા મારવાડી ઘોડા “પ્રથમ હંસ”, જે શ્રી દર્શનભાઈ દેસાઈની માલિકીમાં છે, એ મેળામાં ભારે લોકપ્રિયતા મેળવી છે.

Read More

લઘુ શંકા એ આવેલા એક વ્યક્તિએ મિલની અંદરથી મહિલાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ જોતા તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા નવસારી ગ્રામ્ય પોલીસ, એલસીબી ટીમ તેમજ પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને તપાસ હાથ ધરી. પ્રારંભિક તપાસમાં મૃત મહિલા હાઇવે આસપાસ કચરો વીણનારી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે FSL અને ડોગ સ્ક્વોર્ડની મદદથી ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. પોલીસના અનુમાન મુજબ, મહિલાની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હાલ મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જેથી હકીકત બહાર આવી…

Read More

નવસારી શહેરમાં મોડી રાત્રે બે ગેંગ વચ્ચે તણાવજનક મારામારીની ઘટના બની હતી. વિરાવળ રોડ પર આવેલ બોસ્ટન ટી સામે શુક્રવારે રાત્રે આશરે બાર વાગ્યે થયેલી આ અથડામણમાં ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, મારામારી દરમિયાન રેમ્બો ચપ્પુ સહિતના ધારદાર હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે આસિફ, ઇમરાન શેખ અને સિદ્ધુ થોરાટ નામના યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક ત્રણેયને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હિંસક અથડામણ જૂની અદાવતને…

Read More

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના આતલિયા ગામમાં આવેલી આતલિયા GIDC ખાતે ગણેશનગર પાસે આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આજે અચાનક આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. આગની જાણ થતાં જ બિલીમોરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે ગોડાઉનમાં રહેલું મોટાપાયે પ્લાસ્ટિક સામાન બળી ખાક થઈ ગયું, જેના કારણે ભારે નુકસાન થયું હોવાનું અનુમાન છે. સાથે સાથે પોલીસ તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી સલામતી અને ટ્રાફિક નિયંત્રણની જવાબદારી સંભાળી હતી. સાવચેતીના ભાગરૂપે ગણદેવી ફાયર વિભાગની ટીમને પણ સ્ટેન્ડબાય રહેવા સૂચના આપવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા આગ…

Read More

ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ એકવાર કેબિનેટ મંત્રી તરીકે પોતાનું વહીવટનો અનુભવ કરાવી ચૂક્યા છે. ફરીવાર આજે તેમને મંત્રી બનવા માટે ફોન આવી ગયો છે. નવા મંત્રી મંડળમાં ધારાસભ્ય નરેશ પટેલને ફરીવાર સ્થાન મળતા તેમની આંખો ભીની થઈ હતી. તેમણે આદિવાસી વિસ્તારમાં મહત્વના પ્રોજેક્ટોમાં પોતાનો સિંહ ફાળો આપ્યો છે. સસ્તા અનાજની દુકાનોમાં ચાલતા કાળા કારોબારની ડામવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. પોતાના વહીવટી અને સંગઠનાત્મક અનુભવના કારણે તેમનું નામ પણ આવી ગયું છે.

Read More

દક્ષિણ ગુજરાત રાજનીતિમાં રાજ્યનો આર્થિક કેપિટલ અને હવે રાજકીય હબ પણ બનતું જાય છે. પૂર્વ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાર્ટીના કાર્યકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતની રાજકીય લંબાઈ વધી છે અને દેશ અને દુનિયામાં તેની નોંધ પણ લેવાય છે. હાલ નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા આવી ચૂક્યા છે પદ વાર સંભાળી લીધો છે અને સમગ્ર ગુજરાતમાં આટા ફેરા મારી રહ્યા છે સંપર્ક અભ્યાન વધારી દીધું છે. તેવા સમયે નવા મંત્રીમંડળના વિતરણની ચર્ચાઓ જોડ સોરમાં ચાલી રહી છે અને ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં કોણ મંત્રી બનશે અને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે તેવા સમયે દક્ષિણ ગુજરાતમાંથી ચાર…

Read More

નવસારીના અટલબિહારી વાજપાઈ ગાર્ડન પાસે એક ફોર્ડ ફીગો કારમાં અચાનક આગ લાગતાં વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, કારના એન્જિન વિભાગમાંથી આગ પ્રસરતા વાહનનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે બળી ખાખ થઈ ગયો હતો. સ્થાનિક વેપારીઓએ આગ જોતા જ તાત્કાલિક એક્સ્ટ્રીન્ગયુસરની મદદથી તેને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ ઝડપથી ફેલાતા સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગને બોલાવવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. સદભાગ્યે, આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જો કે, આગના કારણે વાહનને ભારે નુકસાન થયું છે. નોંધનીય છે કે…

Read More