Author: Atul Rathod

ભરૂચ માં લાગેલી આગની જાણ થતાં જ વાગરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી. ભીષણ આગના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઊંચે સુધી પહોંચતા ગામલોકો હેરાન થઈ ગયા હતા. ફાયર બ્રિગેડે 12:30 વાગ્યા સુધીમાં આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન નોંધાઈ હતી. પ્રાથમિક તપાસ શરૂ આગની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને ONGCના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ આગ લાગવાના કારણ અંગે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. આગના અસરગ્રસ્ત વિસ્તારમાં સંપૂર્ણ સલામતી માટે પગલાં લેવાયા છે અને તંત્ર દ્વારા વિસ્તૃત…

Read More

નવસારીમાં આખલાના આ હુમલાના કારણે વૃદ્ધના પેટમાં ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક તેમને નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં તેમને લગભગ 20 ટાંકા મૂકવા પડ્યા. હાલ તેમની તબિયત સુધારા પર છે. રખડતા ઢોરની સમસ્યાનો કડક ઉકેલ જરૂરી આ ઘટના પછી નગરપાલિકાના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી આખલાને પકડી પાંજરામાં મુક્યો. તાજેતરના સમયમાં રખડતા ઢોર દ્વારા લોકોને ઇજાગ્રસ્ત કરવાનો આ કોઈ પહેલો કિસ્સો નથી. ભૂતકાળમાં પણ આવા અનેક બનાવો નોંધાયા છે, જેમાં લોકોને ગંભીર ઈજાઓ થઈ છે અથવા મરણ નિપજ્યું છે. https://youtu.be/cfY1W21HbHE?si=dY8O7Kd_VMI5-J07 જરૂરિયાત છે કે નગરપાલિકા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પગલાં લે. ભોગ બનનાર વૃદ્ધના પુત્ર હરીશ રાઠોડે માંગ કરી છે કે પકડાયેલા…

Read More

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા વિરામ બાદ નવસારી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (NDCA)ની સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી મીટિંગમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધારાસભ્ય આર.સી. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં એસોસિયેશનના 40 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, આગામી માર્ચ-એપ્રિલ મહિનામાં નવસારીના લુન્સીકુઈ મેદાન ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે. નવસારી પ્રીમિયર લીગના નવા પ્રમુખ તરીકે રાજેશ હિરાણીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે અશોકભાઈ ગજેરાને ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નવસારી પ્રીમિયર લીગની છેલ્લી ટુર્નામેન્ટ 2013 અને 2015માં…

Read More

કોઈપણ કચેરની ઓળખ તેના લોગો થી થતી હોય છે. ત્યારે હવે નવસારી મહાનગરપાલિકા ની રચના થતાં હવે તેના લોગોને લઈને પણ ખાસ ફેરફારો કરવાનો નિર્ણય મહાપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો. આ માટે શહેરીજનોને પસંદ આવે તેવો લોગો બનાવવા માટેની સ્પર્ધા યોજાઇ હતી. જેમાંથી શ્રેષ્ઠ લોગો સાંસદ સી આર પાટીલના હસ્તે લોન્ચ કરાયો હતો. સાંસદ દિશા દર્શન કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ નવસારી પહોંચ્યા હતા. સાંસદ સી. આર. પાટીલ સાથે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ સભા સ્થળે લગાવવામાં આવેલા સ્ટોલની મુલાકાત લીધી હતી. નવસારી મહાનગર પાલિકાના…

Read More

નવસારીમાં કુતરા કરડવાના કિસ્સાઓમાં વધારો થતા શહેરીજનોમાં આક્રોશ ની લાગણીની સાથે ભયનો માહોલ ઉભો થયો છે મહાનગપાલિકા ને ધ્યાને આવ્યા કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં રખડતા કૂતરાઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે જેના પરિણામ સ્વરૂપે રસ્તે ચાલતા લોકોને રખડતા કુતરા કરડવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. પાંચ દિવસમાં 50થી વધુ કુતરાઓ કરડવાના કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકોએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી છે. શહેરના વ્હોરા વાડ, ઝવેરી સડક, ભેંસદ ખાડા અને જુના થાણા વિસ્તારમાં કુતરાઓ કરડવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. કુતરાઓની વધેલી સંખ્યા અને કરડવાના કિસ્સાઓના કારણે લોકો ભયમાં મુકાયા છે. હડકવાની રસી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવે છે…

Read More

દર વર્ષે ચોમાસાની શરૂઆતની સાથે રખડતા ઢોર નો ત્રાસ વધી જતો હોય છે અને રાજ્ય સરકાર નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને ગાઈડલાઈન બહાર પાડીને ઢોર પકડીને લોકોને સુરક્ષિત અહેસાસ કરાવવા માટેની ગાઇડલાઇન જાહેર કરતી હોય છે. હાઇકોર્ટે પણ હવે તો કડક વલણ અપનાવીને મહાનગરપાલિકાઓ સામે કાર્યવાહી કરવાની ચીમકી આપી છે જેને લઇને ઢોર પકડવાની કામગીરી જોરસોરમાં ચાલી રહી છે. નવસારી શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ 365 દિવસ લોકોને અનુભવ થાય છે. જેમાં પણ રખડતા સાંજના ઝઘડા ના કારણે મુખ્ય માર્ગો પર લોકોએ ભયનો સામનો કરવો પડતો હોય છે નવસારી શહેરમાં 9 1 2025 ના રોજ જમાલપુર ની રુકમણી સોસાયટી નજીક બે આંખના બાખડીયા…

Read More

નવસારી શહેરના શાંતાદેવી વિસ્તારમાં આવેલી જીવનજ્યોત શાળાની બાજુમાં ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે, જેમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. જોકે શાળામાં ભણતા બાળકોને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા હતા, ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતા શાળાના સાથે તાત્કાલિક શાળામાં ભણી રહેલા બાળકોને સુરક્ષિત જગ્યાએ ઊભા રાખ્યા હતા. શાળાના ગેટને અડીને આવેલું ટ્રાન્સફોર્મરમાં અગમ્ય કારણોસર સ્પાર્ક લાગ્યા બાદ આગ લાગી હતી, જોકે આગ વધુ વિકરાળ બનવા પહેલા જ કાબુમાં આવી ગઈ હતી.જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. ઘટનાની જાણ થતા ડીજીવીસીએલના કર્મચારી પણ દોડતા થયા હતા. શાળાના ગેટની…

Read More

નવસારી જિલ્લામાં હિન્દુ નામ ધારણ કરી સગીરા સાથે દુષ્કર્મ આચરી ધાક ધમકી આપવાના ગુનામાં કોર્ટે વિધર્મી યુવકને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. આ કામના આરોપી હુસેન મુનવર વોરા એ ભોગ બનનારને તેમના ઘરની બાજુમાં આવેલ ગેરેજ પાસે બોલાવી તેની સાથે ફ્રેન્ડશીપ કરવાનું જણાવી ત્યારબાદ આરોપીએ તેણીને પોતાનું નામ લાલુ બતાવી હિન્દુ હોવાનું જણાવી તેણીને વિશ્વાસમાં લઈને તેની પાસે instagram આઈડી માંગી તેના ઉપર મેસેજ કરતા ભોગ બનનારે મેસેજ જોતા જેમાં instagram આઈડી ઉપર આઈ એમ હુસેન વોરા આઇડી આવતા ભોગ બનનારે આરોપીને તું મુસ્લિમ છે. તેવું જણાવી તારી સાથે પ્રેમ સંબંધ રાખવો નથી તેવું જણાવતા આરોપી આ  ભોગ…

Read More

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામેની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે એક નવો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. પોલીસ ભવન ખાતે કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ને ઝીરો બજેટથી અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો આપી વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. રાજ્યમાં અને રાજ્યની બહાર બનતાં ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા રાજ્યને સ્પર્શતા ગુનાઓના દરોડા પાડી તેના ગુના આ નવા એસ.એમ.સી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવશે અને તેની તપાસ પણ આ ટીમ દ્વારા કરવામાં આવશે. આ ગુનાઓની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલની…

Read More

રાજ્યમાં HMPV વાયરસને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યનું આરોગ્ય વિભાગ તેમજ સિવિલ હોસ્પિટલ રોગ સામે લડવા પૂરતી તૈયારીની શરૂઆત કરી છે. મહત્વનું છે કે આ વચ્ચે નવસારી સિવિલમાં HMPV વાયરસને લઈને ટેસ્ટીંગ કીટ નો ઓર્ડર અપાયો છે, આઇસોલેશન વોર્ડ તૈયાર કરવા સાથે અઠવાડિયામાં શરદી તાવ અને ખાંસીના કેટલા કેસ નોંધાયા તે અંગે પણ ચકાસણી કરવામાં આવશે. ચીનમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV)ના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. સોમવારે ગુજરાત સહિત ભારતના ચાર રાજ્યમાં આ વાઇરસના 6 કેસ નોંધાયા હતા. આ વાઇરસના તમામ દર્દી બાળક છે. HMPVની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.…

Read More