- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
નવસારીને સત્તાવાર રીતે મહાનગરપાલિકા નો દરજ્જો મળ્યા બાદ આજે નવસારીને પ્રથમ એના કમિશનર મળ્યા છે. અમદાવાદમાં નાયબ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા 2016 બેચ ના આઈએએસ અધિકારી દેવ ચૌધરીને નવસારી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે આજે નવસારી ના પહેલા કમિશનર તરીકે એમણે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. પ્રથમ દિવસે મીડિયા સાથેની વાત દરમિયાન એમણે નવસારીની જનતાને શુભેચ્છાઓ આપી અને શહેરને સ્વચ્છ રાખવા માટેની અપીલ કરી હતી. સાથે જ નવા માળખા ગોઠવવા માટે ની તૈયારીઓ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા જ્યારે બની છે ત્યારે નવા સીમાંકન નવા વોર્ડ અને શહેરની દશા અને દિશા…
કેનેડા તેની ઉદાર અને ખુલ્લી નીતિ માટે પ્રખ્યાત છે. અહીં નાગરિકતા મેળવવી એ એક સુવ્યવસ્થિત અને સીધી પ્રક્રિયા છે. કેનેડામાં, જો તમે બીજા દેશમાંથી આવો છો અને ત્યાં રહો છો, તો તમે સરળતાથી કાયમી રહેઠાણ મેળવી શકો છો, ત્યારબાદ તમે નાગરિકતા માટે અરજી કરી શકો છો. આર્જેન્ટિનામાં નાગરિકતા મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ છે. અહીં કાયમી નિવાસ પ્રાપ્ત કર્યા પછી, વ્યક્તિ બે વર્ષમાં નાગરિકતા માટે અરજી કરી શકે છે. આર્જેન્ટિના તેના વૈવિધ્યસભર અને સર્વસમાવેશક સમાજ માટે જાણીતું છે, અને તેના નાગરિકતા નિયમો વિદેશીઓ માટે એકદમ લવચીક છે. પોર્ટુગલ યુરોપના એવા દેશોમાંથી એક છે જ્યાં નાગરિકતા મેળવવી સરળ છે. જો તમે…
લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિગરી ગામે એક મહિના પહેલા બે યુવાનોને અકસ્માત સર્જી માર મારવામાં આવ્યો હતો જેમાં એક યુવાનના બંને ટાંટિયા તોડી નાખવામાં આવ્યા હતા. યુવાનને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ હવે બંને ટાંટીયા ટુટેલા હોવાના કારણે સારવાર ચાલી રહી છે અને નોકરી ધંધો કે રોજગાર કરી શકતા નથી. અંગત અદાવત ના કારણે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદમાં સાંજના સમયે નોકરી ધંધાથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કેટલાક માથાભારે ઈસમો દ્વારા જેનીલ કુમાર અને યશ કુમારને માર મારવામાં આવ્યો હતો એમાં જાણે કોઈ જનાવરને મારતા હોય તેમ ક્રૂર રીતે લાકડાઓ લઈને બંને યુવાનો પર તૂટી પડ્યા…
ગુજરાતના અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ બે વર્ષના બાળકમાં HMPV વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. HMPV વાયરસને લઈને ગુજરાત આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે અને લોકોને HMPV વાયરસ અંગે આ સલાહ આપી છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે હાલમાં ગુજરાતમાં એક પણ કેસ નથી. આરોગ્ય વિભાગે સલાહ આપી છે કે જો તમને ખાંસી કે છીંક આવે તો તમારા મોં અને નાકને રૂમાલથી ઢાંકો. આ સાથે આરોગ્ય વિભાગે કહ્યું કે જો તમે બીમાર હોવ તો જાહેર સ્થળોએ જવાનું ટાળો. શ્વસન સંબંધી સમસ્યાઓના કિસ્સામાં ડોકટરોનો સંપર્ક કરો. જો શિયાળાની ઋતુમાં નાના બાળકો અને વૃદ્ધોમાં…
રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ માંથી વિવિધ સ્વરૂપે ભંડોળ મેળવીને શહેર માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવા માટેની તકો હવે સાપડી છે વર્ષો બાદ આવી તક નવસારી શહેરને મળી છે. જેનો સદ ઉપયોગ કરીને શહેરને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે રાજકીય ઈચ્છા શક્તિ અને વહીવટદારોની દીર્ઘદ્રષ્ટિ મહત્વની બની રહેવાની છે. એમાં પણ IAS મ્યુનિસિપલ કમિશનર ના અમદાવાદ મહાનગરપાલિકાના અનુભવો સાથે નવસારીને પ્રથમ કમિશનર અને પ્રથમ મેયર શું આપી જાય છે તે મહત્વનું અને ઐતિહાસિક બની જવાનું છે. મોટાભાગે IAS કક્ષાના અધિકારીઓને રહેવા માટેની સુવિધાઓ રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી હોય છે અને એમાં પણ મહાનગરપાલિકાઓમાં મેયર અને કમિશનર માટે…
કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયુ હોવાની માહિતી સામે આવી છે. ગુજરાતના પોરબંદરમાં આવેલા કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયું. મહત્વનું છે કે આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. આજે લગભગ 12:30 ના અરસામાં અચાનક જ પ્લેન હેલિકોપ્ટર ક્રેશ થયું હતુ. આ દરમ્યાન હેલિકોપ્ટરમાં સવાર લોકોને સારવાર આપવામાં આવી રહી હતું જે દરમ્યાન સારવાર દરમિયાન તેમનું મોત થયુ હોવાની માહિતી સિવિલ હોસ્પિટલમાંથી સામે આવી છે. આ ઘટનામાં કેટલાક અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી સામે આવી છે. આ તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. સમગ્ર ઘટના અંગે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. હેલિકોપટર…
નવસારી રોટરી ક્લબ દ્વારા આયોજિત ધમાલ ગલી એ અનોખો કાર્યક્રમ છે, જે બાળકો, યુવાનો અને પરિવાર માટે પરંપરાગત રમતોના આનંદ અને ઉત્સાહને ફરી જીવંત કરે છે. દર વર્ષે નવસારીની ગલીઓમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં બાળકો ઉમટી પડતાં હોય છે. આ કાર્યક્રમમાં દોરીકૂદ (Skipping), લેમન અને સ્પૂન રેસ, માઇન્ડ રમતો (Mind Games), હોપસ્કોચ, ઝુંબા ડાન્સ, યોગા, લાઈવ ક્વિઝ, મજેદાર ફૂડ સ્ટોલ્સ અને ઘણું બધું જોવા મળ્યું હતું. 5 જાન્યુઆરી, રવિવારના રોજાયેલી આ ઈવેન્ટમાં મોટી સંખ્યામાં લોકો હજાર રહ્યા હતા. સવારે 7:30 કલાકે લુન્સીકુઈ, નવસારી ખાતે બાળકોની ભીડ ઉમટી હતી. આ કાર્યક્રમને રોટરેક્ટ ક્લબ ઓફ નવસારી યંગ ટર્ક્સ અને રોટરેક્ટ…
ભાજપ દ્વારા નક્કી કરવામાં આવેલા નિરીક્ષકો તમામ જિલ્લાઓમાં જઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે પ્રદેશ ભાજપ એ નક્કી કરેલી ગાઈડલાઈન પ્રમાણે ક્રાઈટેરિયામાં ફિટ બેસતા પ્રમુખોની નિમણૂક કરશે. ત્રણ મુખ્ય દાવેદારોની પેનલ બનાવશે અને એમાં પાર્લામેન્ટરી બોર્ડમાં નિર્ણય લેવામાં આવશે. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ કોણ એને લઈને નવસારી જિલ્લામાં રાજકારણ ઘરમાં આવ્યું છે જુના નવા અને જૂના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે થનગનાટ કરી રહ્યા છે. જેમાં જાતીય સમીકરણો પ્રમાણે ભારતીય જનતા પાર્ટી નિમણૂક કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પક્ષ પ્રમુખ બનવા માટે 15 જેટલા નામો સામે આવ્યા છે. જેમાં મહત્વના…
નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા બની ચુકી છે. ત્યારે લોકોમાં શહેરના વિકાસને લઈને આશા આકાંક્ષાઓ બંધાઈ છે. શહેરનો વિકાસ કઈ દિશામાં થઈ શકે તેની ચર્ચા નવસારી ના શહેરીજનો કરી રહ્યા છે. શહેર કેવું હશે ? શહેરનો વિકાસ કેવો થઈ શકે ? નવસારીને મહાનગરપાલિકાનું માળખું મળ્યું છે. ત્યારે મહત્વની ગણાતી પૂર્ણાનદીના કાંઠે વસેલા નવસારી શહેરને નવલું નજરાણું મળી શકે પૂર્ણા નદીને કાંઠે રિવરફ્રન્ટ બનાવી નવસારીના શહેરીજનો માટે ફરવા ફરવાનું મહત્વનું સ્થળ બનાવવાની સાથે શહેરની સુંદરતામાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે. પૂર્ણા નદી કાંઠે રિવરફ્રન્ટ બને તો પૂરથી પણ શહેરને બચાવી શકાય. નવસારી શહેરને દર વર્ષે ચોમાસા દરમિયાન ઢંઢોળી નાખતી પૂર્ણા નદી…
14 વર્ષ બાદ નવસારીને મહાનગરપાલિકા નું માળખું મળ્યું છે. જેમાં વર્ષો જૂની માંગ સંતોષાતા શહેરી જનોમાં આનંદની લાગણી વ્યાપી છે. છેલ્લા ઘણા સમયથી નવસારીને મહાનગરપાલિકા બનાવવા માટેની માંગ કરવામાં આવી હતી. જેનાથી શહેરનો વિકાસ થઈ શકે. હવે અંતે મહાનગરપાલિકાનું માળખું મળી ચૂક્યું છે. ત્યારે મહાનગરપાલિકાના શાસકો અને વહીવટી તંત્ર માટે પડકારોના ઢગલાઓ બંધાયા છે. નવસારી શહેરના સાકળા રસ્તાઓ અને ખૂટતી પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા માટે મોટા ભંડોળ પણ જરૂર પડશે અને રાજ્ય ઈચ્છા શક્તિની સાથે વહીવટીતંત્રની આવડતની પણ જરૂર પડશે. દાંતેજ, હાંસાપોર, ધારાગીરી અને એરુ ગામોનો સમાવેશ નવસારી મહાનગરપાલિકા બનતાની સાથે નવા ચાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં દાંતે…