- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
શહેરીજનોના મનમાં બસ એક જ પ્રશ્ન થાય છે. કે નવસારીને મહાનગરપાલિકા બનાવનાર કોણ? મહત્વનું છે કે, નવસારીને મહાનગરપાલિકા બનાવવા માટે છેલ્લા દસ વર્ષથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા જેમાં મંગુભાઈ પટેલ થી શરૂ થયેલો સમગ્ર પ્રોજેક્ટ પિયુષભાઈ દેસાઈ આગળ વધાર્યો હતો. દસ વર્ષ સુધી પિયુષભાઈ દેસાઈ વિવિધ પ્રોજેક્ટ લાવીને નવસારી શહેરની કાયાપલટ માટે મહત્વનું યોગદાન આપ્યું હતું. સાથે જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ અને રાકેશ દેસાઈએ પણ પોતાની તાકાત લગાવી હતી. જેનાથી નવસારી શહેરને મહત્વનું મહાનગરપાલિકા નું માળખું મળ્યું છે. CR પાટીલે સૌથી વધુ મહેનત કરી હતી જેનાથી નવસારીને મહાનગરપાલિકાનું માળખું મળવામાં સરળતા રહી છે. નવસારીના વિકાસમાં કયા ધારાસભ્યનું સૌથી વધુ…
નવસારી શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટીપી ખુલવા માટેની અને દબાણો દૂર કરવા માટેની યોજના અમલમાં આવી હતી પરંતુ દૂર થઈ શકતી નથી હવે મ્યુનિસિપલ કમિશનરને સફેદ પાવર મળશે જેનાથી દબાણ દૂર થશે અને નવસારી શહેરના પ્રસ્તાવો અને ટીપી ખૂલશે જેનાથી રસ્તાઓ પહોળા થશે જરૂર પડે ડીમોડિશન પણ કરવામાં આવશે. આ તમામ કામગીરીને લઈ નવસારી શહેરમાં નવા નવા પ્રોજેક્ટ તો આવશે રાજ્ય અને કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ મેળવીને નવસારી નગરપાલિકાના ભંડોળમાં મોટી રકમ આવશે અને બજેટમાં પણ વધારો થશે જેનાથી વિકાસની ઉજળી તકો ઊભી છે. કેવી સુવિધાઓ નવસારીના શહેરીજનોને મળી શકે?? નવસારીના શહેરીજનોને મહાનગરપાલિકા બનતાની સાથે જ સુવિધાઓ મળવાની શરૂઆત થશે જેમાં…
નવસારી શહેરમાં નવું સીમાંકન શરૂ થશે જેના કારણે નવી વોર્ડ રચના અને એના આધાર પર ચૂંટણીઓ પણ યોજવામાં આવશે જેને લઈને નવસારી શહેરનું રાજકારણ ગરમાયું છે નવસારી શહેરમાં હાલમાં જ શહેર પ્રમુખની ઘોષણા કરવામાં આવી છે એ મહાનગર પ્રમુખ તરીકે કામ કરશે કે પછી હટાવી દેવામાં આવશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. અઠવાડિયા પહેલા જાહેર થયેલા નગરપાલિકા પ્રમુખ નું શું થઈ શકે ? નવસારી નગર પ્રમુખ તરીકે એક અઠવાડિયા પહેલા વિજય ભટ્ટના નામની ઘોષણા કરવામાં આવી હતી શહેર પ્રમુખ તરીકે હજુ એક સપ્તાહ પૂર્ણ થયો નથી. ત્યાં જ મહાનગરપાલિકાનું માળખું મળતા મહાનગર પ્રમુખ તરીકે નવા આવશે કે પછી જુના…
ગુજરાત સરકારે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવા માટેની કેબિનેટમાં મંજૂરી આપી દીધી છે જેને લઈને નવી બની રહેલી મહા નગરપાલિકાઓમાં ખુશીની લાગણી વ્યાપી છે. છેલ્લા ઘણા સમયથી નવસારી શહેરના શહેરીજનો ધારાસભ્યો સાંસદો અને સ્થાનિક રાજકીય આગેવાનો પ્રયાસો કરી રહ્યા હતા કે નવસારી શહેરને માળખું મળે અને હવે અંતે લાંબા અંતરાલ બાદ એ સમય પૂર્ણ થયો છે અને નવસારીને મહાનગરપાલિકાનું માળખું મળી ગયું છે. મહાનગરપાલિકાએ શહેરના વિકાસ માટે મહત્વનું માર્ગ ગણાય છે. જેમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને અન્ય વિદેશી સંસ્થાઓમાંથી પણ ભંડોળ લઈને શેરનો વિકાસ કરી શકાય તેવા પ્રકારની શક્યતાઓ રહેલી છે. નવસારી શહેરને મહાનગરપાલિકાનું માળખું મળતા નવસારી શહેર માટે વિવિધ…
સરકાર દ્વારા અગાઉ જે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવાના નામો ઉપર આખરી મહોર લાગી છે. એટલે કે હવે વિધિવત રીતે આ તમામ નગરપાલિકાઓને મહાનગર જાહેર કરી દેવાય છે. નગરપાલિકા, મહાનગરપાલિકા બને એટલે સુવિધામાં વધારો થાય છે. મહત્વનું છે કે કોઈ પણ સુવિધા ત્યાં સુધી જ સારી લાગે જ્યાં સુધી તેના માટુ ભૂક્તાન ન કરવું પડે. ચોક્કસપણે નવસારીને મહાનગરપાલિકા જાહેર કરાશે તો ઉદ્યોગ ધંધા સહિતનો વિકાસ ચોક્કસપણે થશે. નગર રચનામાં પણ ફેરફારો થશે. રોડ રસ્તા ગટર જેવા કામોમાં વિકાસ થશે. જેની ખુશી નવસારીના શહેરીજનો અને તંત્રમાં પણ છે. મહાનગરપાલિકા જાહેર કરાતાની સાથે જ રાજકીય માળખા તેમજ વહીવટી…
2025 માટે આગાહી: વર્ષ 2024 સમાપ્ત થવામાં છે અને આગામી વર્ષની શરૂઆત થવામાં માત્ર થોડા દિવસો બાકી છે. દરમિયાન, આવનારા વર્ષોને લઈને ઘણી આગાહીઓ બહાર આવી રહી છે. તેવી જ રીતે બાબા વેંગાની ભવિષ્યવાણી પણ સામે આવી છે જે ડરામણી છે. બાબા વેંગા તેની આંખોથી જોઈ શકતા ન હતા અને ભૂતકાળમાં તેમની ઘણી આગાહીઓ સચોટ રહી છે. તેમણે દાવો કર્યો છે કે વિશ્વનો અંત વર્ષ 2025માં શરૂ થશે. આ વિનાશ આવતા વર્ષે યુરોપમાં સંઘર્ષ સાથે શરૂ થશે જે ખંડની વસ્તીને બરબાદ કરશે. બાબા વેંગાને બાલ્કનનો નોસ્ટ્રાડેમસ પણ કહેવામાં આવે છે વર્ષ 2025 માટે બાબા વેંગાની આગાહીઓ પણ મહાન નોસ્ટ્રાડેમસની આગાહીઓ…
સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા પ્રસ્તુત થયેલા ૧૩ પ્રશ્નો પૈકી મોટા ભાગના પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની રજૂઆત સાંભળ્યા બાદ કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સરકાર દ્વારા નિયત કરાયેલા નિયમો મુજબ પ્રશ્નોને પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યું હતું. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે સમક્ષ વીજળીની હાઈ ટેન્શન લાઈન, વળતર, પ્રોટેક્શન દિવાલ, દબાણ, ગટર, ગેરકાયદે બાંધકામ સહિતના સહિતના પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. ઉક્ત પ્રશ્નો પૈકી એક અરજદારની માલિકીની જમીનમાંથી હાઈ ટેન્શન લાઈન સંબંધિત રજૂઆતનો સુખદ ઉકેલ આવ્યો હતો. આ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીશ્રીને સૂચના…
કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શકતા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરીને સકારાત્મકતા અને સમરસતા સાથે મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી. મહત્વનું છે કે આના આધારે નવસારી જિલ્લા મંડળના પ્રમુખોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં તાલુકા અનુસાર મંડળ પ્રમુખ ની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી જાહેર કરવા પહેલાં પ્રદેશ કક્ષાએથી મોટાભાગના નિર્ણયો લેવામાં આવતા હોય છે. તાલુકા કક્ષાએથી ભરાયેલા ઉમેદવારોના ફોર્મ ધ્યાને લઈને કાર્યકર્તા નું બેગ્રાઉન્ડ, સહિતના ક્રાઈટેરિયા નો અભ્યાસ કર્યા બાદ તાલુકા મંડળ ના પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવતી હોય છે. મહત્વનું છે કે મંગળવારે નવસારી…
યુનાઇટેડ નેશન્સ (UNO) દ્વારા ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવું ભારત માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે. વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪ની ઉજવણી સૌપ્રથમ વાર સમગ્ર વિશ્વમાં કરવામાં આવી હતી. ભારતની પ્રાચીન મજબૂત યોગ અને ધ્યાન પરંપરાઓને જીવનના એક પવિત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. આ પ્રાચીન વિજ્ઞાન આજે તણાવમુક્ત અને આધુનિક જીવન માટે ઉત્તમ ઉપાય બની ગયું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ પ્રયત્નોથી, યોગ અને ધ્યાનને વૈશ્વિક સ્તરે સ્વીકાર અને લોકપ્રિયતા મળી રહી છે. આજે તે માનવજાત માટે આશાનું પ્રતીક બનીને દરેક નાગરિકોને એકતા અને શક્તિનો સંદેશ આપે છે. યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શીશપાલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય…
નેશનલ હાઇવે નંબર 48 ઉપર આમડપોર નજીક એક અકસ્માત બન્યો છે. આ અકસ્માતની ઘટનામાં એવી છે કે તમને જોઈને અચંભામાં પડી જશો કે અચાનક આ રીતે તો કોઈ જવાબદાર ટેમ્પો ચાલુ કઈ રીતે ભાન ભૂલે. પરંતુ રાત્રી દરમિયાન એકાએક એવી ઘટના બની. કે આ ઘટનામાં ધડામ કરીને અવાજ આવ્યો. અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. મહત્વની વાત તો એ છે કે રાત્રિનો સમય હતો એટલે લગભગ કોઈ મોટી જાનહાની ના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ આ જ અકસ્માત જો દિવસના બન્યો હોત તો મોટી જાનહાની થઈ શકે તેવી શક્યતાઓ હતી. રાત્રિ દરમિયાન આ ઘટના બની હતી જેમાં લગભગ પોણા એક…