- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
નવસારી શહેરમાં મંગુભાઈ પટેલ થી શરૂ થયેલો વિકાસનો પ્રવાસ પિયુષભાઈ દેસાઈ આગળ વધાર્યો છે અને રાકેશભાઈ દેસાઈ હાલ પ્રયાસો કરી રહ્યા છે. સાથે સીઆર પાર્ટીને પોતાની દીર્ઘદ્રષ્ટિના ભાગ સ્વરૂપે નવસારી શહેરને છેલ્લા દસ વર્ષમાં ઘણી બધી પ્રોજેક્ટની હારમાળા પણ અર્પણ કરી છે. નવસારી શહેરના જિલ્લા કલેકટર થી માંડીને ઉચ્ચ અધિકારીઓએ પણ વહીવટી તંત્રની દીર્ઘદ્રષ્ટિના દર્શન કરાવ્યા છે સાથે નવસારી નગરપાલિકાની ચૂંટાયેલી પાંખની સફળતા નેતાઓ અને વહીવટી તંત્ર સાથે જોડાયેલી છે… નવસારી જિલ્લાને મળેલા ટાઈડલ ડેમ દેવધા અને વિરાવળ નવસારી જિલ્લો વિકાસના પંથે ચાલી નીકળ્યો છે એમાં રાજ્ય સરકારનો ખૂબ મહત્વનું યોગદાન છે અને એમાં ચૂંટાયેલી પાંખે મહત્વની યોગદાન આપવાના કારણે…
નવસારી ખાતે આવેલા વેજલપુરના ઉદ્યોગ નગર ખાતે અનેક વાર આગના બનાવો બનતા હોય છે. અગાઉ પણ બે વાર આગ આ તહેવારના સમયમાં જ લાગી ચૂકી છે. ત્યારે હવે દુકાન નહીં પરંતુ બુલેટ માં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ઉદ્યોગ નગર ખાતે મૂકવામાં આવેલી છે આ બુલેટ છે તેમાં એકાએક ભયાનક આગ ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. નજીકના સમયમાં આ ત્રીજી વાર ઉદ્યોગ નગરમાં આ પ્રકારની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જો જોતા માં બુલેટ આખું બળીને ખાસ થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જોકે નજીકથી તાત્કાલિક ફાયર એકસ્ટ્રિબ્યુશન ના સાધન લાવીને આગને ઓલવવાની કામગીરી…
નવસારી શહેરના મોટાભાગના લોકો હીરા ઉદ્યોગ પર પોતાનું જીવન ગુજારે છે. કહેવાય છે કે દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ નવસારીથી હીરા ઉદ્યોગની શરૂઆત થઈ હતી. જેમાં ખાસ કરીને પોલીસ અને કટીંગની શરૂઆત કરવામાં આવી હતી. ધીરે ધીરે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ હીરા ઉદ્યોગ સુરત તરફ પ્રસરતો ગયો. નવસારીના લોકો ભૂતકાળ ન ભૂલે તે માટે આ ઓળખને છતી રાખવા માટે લગભગ 15 વર્ષ પહેલા ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા નવસારીના સ્ટેશન વિસ્તારમાં એક હીરાનું સ્મારક ઊભું કરવામાં આવ્યું હતું. આ હીરાનું સ્મારકએ પ્રકારનું હતું કે નવસારીમાં શરૂ થયેલા હીરા ઉદ્યોગની પ્રતીતિ લોકોને કરાવે. તો હાલ સ્થિતિ એવી થઈ છે કે…
દિવાળી આવી ગઈ છે, 31મી ઓક્ટોબરે દેશભરમાં દિવાળીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ઘરોને શણગારવામાં આવ્યા છે, પૂજાની તૈયારીઓ ચાલી રહી છે. ફટાકડા પણ ફોડવામાં આવશે. બાળકો પહેલેથી જ ફટાકડા ફોડવામાં વ્યસ્ત છે. આ તો ઉજવણીની વાત છે, હવે ચાલો જાણીએ કે ફટાકડાને લઈને કયા રાજ્યોમાં શું આદેશ જારી કરવામાં આવ્યા છે. હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને દેશની રાજધાની દિલ્હીમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તે જ સમયે, અન્ય ઘણા રાજ્યોએ દિવાળી દરમિયાન ફટાકડા પર અમુક અંશે નિયંત્રણો લગાવ્યા છે. પર્યાવરણીય ચિંતાઓને ધ્યાનમાં રાખીને, દિલ્હી, પંજાબ, હરિયાણા અને તમિલનાડુ જેવા ઘણા રાજ્યોમાં ફટાકડા અંગે ઘણા કડક નિયમો લાગુ…
હીરા ઉદ્યોગએ રોજગારી આપતું અને અર્થતંત્રને મજબૂત કરતો મહત્વનો ઉદ્યોગ છે. છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય બજારોમાં યુદ્ધ અને આર્થિક મંદીના કારણે હીરા ઉદ્યોગમાં મંદીનું મોજું ફરી વળ્યું છે જેને લઇને ઉત્તર ગુજરાતમાંથી અને સૌરાષ્ટ્રમાંથી નવસારીમાં રોજગારી માટે આવતા રત્ન કલાકારોની સમસ્યામાં વધારો થયો છે. દિવાળી ટાણે 10 દિવસ પહેલા વેકેશન પડી ગયું છે અને ક્યારે શરૂ થશે તેનું હજુ કોઈ નક્કી નથી. દિવાળી ટાણે પરિવારો સાથે રત્ન કલાકારો માદરે વતન જવા માટે નીકળ્યા છે પરંતુ ખાનગી ટુર ઓપરેટરો દ્વારા ભાડા વધારી દેવાતા રત્ન કલાકારોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. જે ભાડાના 700 કે 1000 રૂપિયા હતા તે…
નવસારી શહેરમાં ચાલુ વર્ષે બે વખત ગંભીર પુર આવ્યા અને જેના કારણે ભેંસત ખાડાથી માંડીને રીંગરોડ, કાશીવાડી, મિથિલાનગરી, રંગુનનગર, બંદર રોડ, જલાલપુર જેવા વિસ્તારો પાણીમાં ગરમ થઈ ગયા હતા અને 50,000 થી વધુ લોકો સીધી રીતે પ્રભાવિત થયા હતા. નવસારી શહેરમાં આવેલા પૂરના કારણે નવસારી નગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે વખત નવસારી શહેરમાં ખસેડવામાં આવ્યા હતા અને સ્થળાંતરિત કરી રાખવામાં આવ્યા હતા. જેમને ખાવા પીવાની અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એમાં 15 લાખ રૂપિયા જેટલો ખર્ચ નવસારી નગરપાલિકાને માથે પડ્યો છે. નગરપાલિકાએ રામજી મંદિરે ખીચડીઓ બનાવીને લોકોને ખવડાવી હતી શહેરમાં પૂર સમય લોકોને સ્થિતિ ખૂબ…
ભારતમાં અગાઉ દર દાયકામાં વસ્તી ગણતરી કરવામાં આવતી હતી. અગાઉ આવું 1991, 2001, 2011માં થયું હતું અને આમ વર્ષ 2021માં થવાનું હતું. હવે સરકાર તમને તમારા સંપ્રદાય વિશે પણ પૂછી શકે છે. વસ્તી ગણતરી 2025 અને ત્યારબાદ 2035 અને ત્યારબાદ 2045, 2055માં થશે કોવિડ રોગચાળાને કારણે વસ્તી ગણતરીનું ચક્ર ખોરવાઈ ગયું. રોગચાળાને કારણે વસ્તી ગણતરી મોકૂફ રાખવી પડી હતી પરંતુ આ પછી વસ્તી ગણતરીનું ચક્ર પણ બદલાશે. આગામી વસ્તી ગણતરી 2025 અને ત્યારબાદ 2035 અને ત્યારબાદ 2045, 2055માં થશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી વસ્તી ગણતરીમાં ધર્મ અને વર્ગ પૂછવામાં આવતા હતા. આ સાથે સામાન્ય, અનુસૂચિત જાતિ અને જનજાતિની…
ઘણી વખત આપણને અચાનક મોટી રકમની જરૂર પડે છે. જો તમારી પાસે કોઈ રોકાણ કે ઈમરજન્સી ફંડ નથી, તો તમારે આ માટે બેંક પાસેથી લોન લેવી પડશે. હવે જો તમે પગારદાર નથી અથવા તમારી નોકરી ગુમાવી દીધી છે, તો તમને પર્સનલ લોન મેળવવામાં મુશ્કેલી પડશે. જો તમને તે મળે તો પણ તમારે ઘણું વ્યાજ ચૂકવવું પડશે. આવી સ્થિતિમાં પ્રોપર્ટી લોન તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તમે કોલેટરલ તરીકે તમારી રહેણાંક અથવા વ્યાપારી મિલકતનો ઉપયોગ કરીને નાણાં ઉછીના લઈ શકો છો. અહીં તમને મોટી રકમની લોન પણ મળશે. અમને વિગતવાર જણાવો. તમે શા માટે લોન લેવા માંગો…
ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે. હથિયારોનો આટલો મોટો ભંડાર જોઈને આશંકા છે કે આતંકવાદીઓ કોઈ મોટા હુમલાની તૈયારી કરી રહ્યા હતા. જમ્મુના ઘરોટામાં રિંગરોડ પાસે શંકાસ્પદ વિસ્ફોટકો મળ્યા બાદ ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન વધુ તીવ્ર કર્યું છે. આ પછી આતંકીઓના હથિયારો મળી આવ્યા છે. હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો ઘણો વધારે છે. સેનાનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે ભારતીય સેનાના રોમિયો ફોર્સે જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લાના ઝુલ્લાસ વિસ્તારમાં હથિયારો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક સૂચનાના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી અને એક શંકાસ્પદ…