Author: Atul Rathod

નવસારી નજીક આવેલા મુનસાડ ગામે દીપડાનો આતંક સામે આવ્યો છે. મુનસાડ ગામમાં આવેલા લીમડા ચોક વિસ્તારમાં વહેલી સવારે દીપડો લટાર મારતો જોવા મળ્યો.  દીપડાએ તરાપ મારી શ્વાનનો શિકાર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રહેણાક વિસ્તારમાં દીપડાના આંટા ફેરા વધાતા લોકોમાં ભય ફેલાયો છે. ખોરાકની શોધમાં દીપડો રહેણાક વિસ્તારમાં આંટાફેરા મારતો જોવા મળ્યો. અગાઉ પણ અનેક વાર આ પ્રકારે દીપડાના આંટાફેરા જોવા મળે છે.  દીપડાના આંટાફેરા વધતા વન વિભાગના અધિકારીઓને આ બાબતની જાણ કરવામાં આવી.. ગુરુવારે શહૂ ગામે પણ દીપડો નજરે ચડયો હતો. જેને લઈ ગ્રામજનોમાં બહેનો મહોલ ફેલાયો છે.

Read More

ડાયાબિટીસ એક એવો રોગ છે જે એકવાર થઈ જાય તો તે જીવનભર તમને છોડતો નથી. અત્યાર સુધી ડાયાબિટીસને હંમેશ માટે દૂર કરવાની કોઈ દવા નથી, તેને માત્ર દવાઓથી જ કંટ્રોલ કરી શકાય છે. લાંબા ગાળે, તમે જીવનશૈલીમાં ફેરફાર કરીને ડાયાબિટીસને નિયંત્રિત કરી શકો છો. ડાયાબિટીસના કિસ્સામાં, સ્વાદુપિંડ પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી, જેના કારણે બ્લડ સુગરનું સ્તર ઊંચું થવા લાગે છે. જો શુગરને સમયસર કંટ્રોલ કરવામાં ન આવે તો તેનાથી બીજી ઘણી ગંભીર બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. ડાયાબિટીસમાં ફળોનો રસ પીવાની મનાઈ છે, પરંતુ ઘણા શાકભાજીના રસ ડાયાબિટીસના…

Read More

નવસારી જિલ્લાની તમામ નદીઓ નવસારી જિલ્લાને ચોમાસા દરમિયાન અમાસ અને પૂનમની ભરતી વખતે પૂરના ખપ્પરમાં હોમી દે છે જેના કારણે નવસારી જિલ્લો પુરમાં ડૂબી જાય છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ડાંગ તાપી સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં પડતો હોય છે અને ડાંગ સુરત અને તાપી જિલ્લો એ પૂર્ણ અંબિકા કાવેરી અને મીંઢોળા નદીનો કેચમેન્ટ એરિયા ગણાય છે. એમાં વરસાદ વરસતા ની સાથે પૂરની સ્થિતિ નિર્માણ થાય છે. એક સાથે 10 in થી વધુ વરસાદ પડશે તો નવસારી શહેર બીલીમોરા શહેર અને નદીકાંઠા વિસ્તારોને પુરમાં ડૂબી જવા મજબૂર થવું પડે છે. 1968 ની રેલથી શરૂ થયેલો સિલસિલો આજે પણ યથાવત…

Read More

બેંકોમાં થાપણોના ઘટતા સ્તરની ચિંતા વચ્ચે, ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) એ ગુરુવારે જણાવ્યું હતું કે સરળ નિયમોને કારણે છૂટક થાપણો બેંકોમાંથી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ તરફ આગળ વધી રહી છે. IBAના ચેરમેન એમ.વી. રાવે વાર્ષિક ફિબેક કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ માટે સરળ નિયમોને કારણે રોકાણકારોને વધુ વળતર આપવાનું સરળ બને છે. જો કે, કોટક મ્યુચ્યુઅલ ફંડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) નિલેશ શાહે આ દાવાને સમજવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી કે બેન્કોમાં થાપણમાં ધીમી વૃદ્ધિનો દોષ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ પર કેવી રીતે મૂકી શકાય. 99% મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો સંશોધન કરતા નથી. તેમણે કહ્યું કે MF કંપનીઓને…

Read More

અદાણી ગ્રુપના એક મોટા પ્રોજેક્ટને મહારાષ્ટ્ર સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા એક મોટા નિર્ણયમાં, સીએમ એકનાથ શિંદેની આગેવાની હેઠળની ઉદ્યોગ પરની મહારાષ્ટ્ર કેબિનેટ સબ-કમિટીએ ગુરુવારે રૂ. 1.17 લાખ કરોડના કુલ રોકાણ સાથે ચાર મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. આમાં ઇઝરાયેલના ટાવર સેમિકન્ડક્ટર અને અદાણી ગ્રૂપ દ્વારા સંયુક્ત રીતે સ્થાપવામાં આવનાર સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને રાયગઢ જિલ્લાના પનવેલમાં સ્થપાયેલા પ્રોજેક્ટમાં કુલ રૂ. 84,947 કરોડનું રોકાણ થશે અને 15,000 લોકોને રોજગારી મળવાની અપેક્ષા છે. પેટા સમિતિએ બે ઇલેક્ટ્રિક વાહન (EV) મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સ અને ટેક્સટાઇલ પ્લાન્ટને પણ મંજૂરી આપી હતી. વેદાંતા-ફોક્સકોને સપ્ટેમ્બર 2022માં…

Read More

રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતના ગેમ ઝોનની તપાસણી અને ચકાસણી કરાઈ હતી. જેમાં નિયમો અનુસાર બંધ ના બેસતા હોય તેવા ગેમ બંધ કરવાની અને હાલ પણ જે ગેમ ઝોન ચાલુ છે એમાં કોઈ ઇન રેગ્યુલારીટી દેખાય તો એને બંધ કરાવવામાં આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાને લઈને વાત કરવામાં આવે તો નાના બાળકોને જીવ ગુમાવવાનો વારો આવતા સમગ્ર ગુજરાતમાં હૃદય દ્રવી ઊઠે એવા દ્રશ્ય નિર્માણ થયા હતા. સમગ્ર ગુજરાત નાના બાળકોના મોતને પગલે દુઃખમાં સળી ગયો હતો અને ચિંતાતુર બન્યું હતું. બાળકોની સુરક્ષા અને ધ્યાન રાખીને રાજ્ય સરકાર ફરીથી જાગી છે અને રાજ્યમાં ફરીથી નવા નિયમો…

Read More

નવસારી શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર સંયુકત ઉપક્રમે જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને શ્રી એમ. એન. વિદ્યાલય ખડસુપા બોર્ડિંગ, નવસારી ખાતે યોજાયો હતો. નવસારી ખાતે યોજાયેલા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઇએ તા.૫ મી સપ્ટેમ્બર પૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિનને યાદ કરી તેમણે જણાવ્યું હતું કે, ડૉ. રાધાકૃષ્ણન વિદ્વાન તથા ચિંતક હતા. શિક્ષકો પાસે સમાજને બહુ મોટી અપેક્ષાઓ રહેલી છે માતા-પિતા તેમના સંતાનને વિદ્યા સંસ્કાર મળે તે માટે શિક્ષક પાસે શ્રધ્ધાથી મૂકે છે કે જયાં તેનું ચારિત્ર્ય, ક્ષમતા, બુધ્ધિચાતુર્ય બધુ જ શિક્ષક-ગુરૂજન ઘડશે. શિક્ષક…

Read More

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના નવસારી જિલ્લામાં કાવેરી નદી પર પુલનું બાંધકામ 25 ઓગસ્ટ 2024ના રોજ પૂર્ણ થયું હતું. પુલની મુખ્ય વિશેષતાઓ: લંબાઈ: 120 મીટર 3 ફુલ સ્પાન ગર્ડર (દરેક 40 મીટર) નો સમાવેશ થાય છે થાંભલાઓની ઊંચાઈ – 13 મીટરથી 21 મીટર તેમાં 4 મીટર વ્યાસનો એક (01) ગોળાકાર થાંભલો અને 5 મીટર વ્યાસના ત્રણ (03) ગોળાકાર થાંભલા છે. આ પુલ વાપી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે છે. આ બંને સ્ટેશનો વચ્ચે કોલક, પાર અને ઔરંગા નદીઓ પર પુલનું નિર્માણ પણ પૂર્ણ થઈ ગયું છે.  આ નદી અંબિકા નદીની ઉપનદીઓમાંની એક છે, જે મહારાષ્ટ્ર રાજ્ય સાથે ગુજરાત રાજ્યના…

Read More

વૈશ્વિક સ્તરે, આંખ સંબંધિત અનેક પ્રકારના રોગો સમયની સાથે સતત વધી રહ્યા છે. કેટલાક દાયકાઓ પહેલા સુધી, આંખની સમસ્યાઓને વૃદ્ધત્વ સાથે સંકળાયેલ વિકૃતિઓ તરીકે ઓળખવામાં આવતી હતી, જો કે, હવે નાના લોકો પણ તેનો શિકાર બનતા જોવા મળે છે. ઘણા કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે બાળકો અને કિશોરોને નાની ઉંમરમાં પાવર ચશ્મા લાગી જાય છે. ડૉક્ટરોનું કહેવું છે કે જીવનશૈલી અને આહારમાં ખલેલ ઉપરાંત સ્ક્રીન ટાઈમમાં વધારો આંખો માટે પણ નુકસાનકારક છે. આના કારણે, વ્યક્તિને ઓછી દ્રષ્ટિ, સૂકી આંખો, આંખમાં દુખાવો, ગ્લુકોમા અને કેટલીક પરિસ્થિતિઓમાં દ્રષ્ટિ ગુમાવવી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પાંપણ ઝબકાવવાની આદતને આમાં સૌથી…

Read More