Author: Atul Rathod

નવસારી શહેરમાંથી વહેતી પૂર્ણા નદીની સપાટીમાં ઘટાડો નોંધાયો છે. મોડી રાત્રે નદીની સપાટી 20 ફૂટ સુધી પહોંચી હતી, જેના કારણે વહીવટી તંત્ર સાથે સ્થાનિકોમાં પણ ચિંતા ફેલાઈ હતી. નવસારી જિલ્લા તેમજ ઉપરવાસ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં પાણીનું પ્રમાણ ઝડપથી વધી ગયું હતું. જોકે, ઉપરવાસ અને નવસારી જિલ્લામાં વરસાદે વિરામ લેતા હવે નદીની સપાટીમાં ઘટાડો થવા લાગ્યો છે. હાલ પૂર્ણા નદીની સપાટી 16 ફૂટ પર પહોંચી છે. નદીની સપાટીમાં ઘટાડો થતાં વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સ્થાનિક રહેવાસીઓ માટે પણ આ ઘટાડો આનંદની વાત છે, કારણ કે નદી કિનારે વસવાટ કરતા લોકો માટે પૂરનું જોખમ ઘટી…

Read More

નવસારી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. એલસીબીને મળેલી બાતમીના આધારે ખુડવેલથી રાનકુવા તરફના રોડ પર હરણ ગામની સીમમાં કાવેરી નદીના બ્રિજ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. પોલીસે મહિન્દ્રા એક્સ-મહિન્દ્રા ટેમ્પો (નંબર MH-15-JC-5840)ને રોકીને તપાસ કરી હતી. ટેમ્પામાં બનાવવામાં આવેલા ખાસ ચોર ખાનામાંથી વિદેશી દારૂની 3,548 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹15,70,580 છે. https://youtube.com/shorts/KoauvqbJemw?si=JjIbMMKWG0QxotjY પોલીસે ₹10 લાખની કિંમતનો ટેમ્પો અને ₹4,000નો મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો છે. કુલ મુદ્દામાલની કિંમત ₹26,75,580 થવા જાય છે. આ કાર્યવાહી દરમિયાન અર્જુન નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. દારૂનો જથ્થો પૂરો પાડનાર ગબ્બર અને મુકેશ પાલને…

Read More

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સુલતાનપુર ગામના સરપંચશ્રી શશિકાંતભાઈ બી. પટેલને આ વર્ષે નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાનાર સ્વતંત્રતા દિવસના સમારોહમાં ખાસ મહેમાન તરીકે આમંત્રણ મળ્યું છે. દેશભરના કુલ 210 પંચાયત પ્રતિનિધિઓમાં તેમની પસંદગી કરવામાં આવી છે. પંચાયતી રાજ મંત્રાલય (MoPR) દ્વારા 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રેષ્ઠ કાર્ય કરનાર સરપંચોને આ માન આપવામાં આવે છે. ગુજરાતમાંથી પસંદ થયેલા 3 સરપંચોમાં શશિકાંતભાઈ પટેલનો પણ સમાવેશ છે. સુલતાનપુર ગામે “મોડેલ વિલેજ ઓફ રૂરલ ડેવલપમેન્ટ”નો ખિતાબ મેળવ્યો છે. ગામને ODF પ્લસ મોડેલ ગામ તરીકે ઓળખ અપાવવામાં આવી છે અને “હર ઘર, નળ સે જલ” યોજના સફળતાપૂર્વક અમલમાં મૂકાઈ છે. દિવ્યાંગજનોને સુવિધા મળે…

Read More

નવસારી જિલ્લામાં 6 ઓગસ્ટ, 2025 એ એક એવો દિવસ જયારે એક જ દિવસમાં જિલ્લાની અલગ-અલગ જગ્યાઓએ એક પછી એક દુઃખદ અને ચિંતાજનક ઘટનાઓ બની છે – ત્રણ વ્યક્તિઓએ જીવન ટૂંકાવ્યું, એક હોમગાર્ડની ટ્રેન અકસ્માતમાં દુર્ઘટનામૃત્યુ થઈ અને બીલીમોરામાં લાખો રૂપિયાની ચોરી થતાં સમગ્ર જિલ્લો હચમચી ગયો છે. ત્રણ આત્મહત્યાના બનાવથી ચિંતાનું મોજું વિજલપોર, ચિખલી અને નવસારી રુરલ પોલીસ સ્ટેશનોની હદમાં ત્રણ અલગ-અલગ આત્મહત્યાના બનાવો સામે આવ્યા છે. સુરત-મુંબઇ રેલવે ટ્રેક પર એક અજાણી મહિલાએ ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી. ટાંકલ ગામે ભાડેથી રહેતા 30 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. સાતેમના યુવાને આંબાના ઝાડે ફાંસો ખાઈ પોતાનું જીવન સમાપ્ત કર્યું.…

Read More

શહેર અને તેના ગલીઓમાંથી શરુ થતાં ગુનાખોરીના ભયાનક પ્રવાહો દેશવિરોધી અને આતંકી પ્રવૃત્તિઓ સુધી પહોંચી શકે છે — અને આવી જ એક ગુનાખોર ગેંગ સામે નવસારી પોલીસે ઉગ્ર કાર્યવાહી હાથ ધરી છે. નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ઓળખાતી “તીસરી ગલી ગેંગ”ના 6 આરોપીઓને પકડીને શહેરમાં રીકન્સ્ટ્રક્શન કરાયું હતું, જેમાં તેઓએ ગુનાઓ અંજામ આપેલા સ્થળોએ લઈ જઈને પોલીસ કાર્યવાહી કરી. તીસરી ગલી: ગુનાખોરીનો અડ્ડો! બીલીમોરાની તીસરી ગલી લાંબા સમયથી એક ગુનાખોરીના હબ તરીકે ઓળખાતી હતી. આ ગેંગના મુખ્ય સૂત્રધાર આમિન શેખ અને તેના સાગરિતોએ આપહરણ, હત્યા, ખંડણી, દારૂની હેરાફેરી, મારામારી સહિત કુલ 42 ગુનાઓ કરી નાખ્યા છે. આરોપીઓ અને તેમના ગુનાઓની વિગત:…

Read More

નવસારીમાં મુલાકાતે આવેલા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તથા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલએ ગણેશ ચતુર્થીને લઈને મંચ પરથી મહત્વપૂર્ણ ટકોર કરી છે. તેમણે જણાવ્યું કે, “ગણપતિની પ્રતિમા નાની હોય તો પણ પૂજા થાય છે, આસ્થા મહત્વની છે, મોટી મૂર્તિ નહીં.” મૂર્તિ સ્થાપન વખતે વિવાદો ઉભા થવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે એમણે અધિકારીઓને અગાઉથી તૈયારી કરવા માટે કડક સૂચના આપી. સાથે જ એમણે એટલું પણ જણાવ્યું કે, “મૂર્તિ નિર્માણના કામ માટે વિસર્જન થયા પછીના બીજા જ દિવસે જ મૂર્તિકારોને સૂચના આપવામાં આવે તો મૂર્તિની ઊંચાઈ પર નિયંત્રણ આવી શકે.” બીજી તરફ નવસારી જિલ્લાના લોકોમાં વંદે ભારત ટ્રેનના નવા…

Read More

નવસારી: જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખતી પોલીસે આજે ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરના તીસરી ગલી વિસ્તારમાંથી એક મોટી ક્રિમિનલ ટોડકી સામે GUJCTOC એક્ટ હેઠળ ગંભીર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ટોડકી વર્ષોથી જિલ્લામાં ઓર્ગેનાઇઝ ક્રાઈમ સિન્ડિકેટ ચલાવી રહી હતી, જેમાં તેઓ જમીનોના બળવાખોરી કબજા, ધાક-ધમકી, અપહરણ અને હત્યાના પ્રયાસ જેવા ગુનાઓમાં સંડોવાયેલા હતા.  કુલ 6 આરોપીઓની ધરપકડ GUJCTOC હેઠળ દાખલ થયેલા ગુના કેસમાં પોલીસે નીચેના 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે… અમીન અનવર શેખ રોનક છોટાલાલ પટેલ કેવીન નાનુભાઈ પટેલ મનોજ ઉર્ફે શિવાજી ગોવિંદા ગૌરવ રાજેશ ચોટલીયા માઝ ફકરૂદીન શેખ આ તમામ આરોપીઓ સંગઠિત…

Read More

રક્ષા બંધન—ભાઈ-બહેનના નિર્મળ પ્રેમ અને અટુટ બંધનનું પાવન પર્વ. આ તહેવાર માત્ર ઐતિહાસિક અને ધાર્મિક પરંપરાનું પ્રતિનિધિત્વ કરતો નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં લાગણી અને કળાની સુંદર અભિવ્યક્તિ પણ છે. આવી એક ભાવનાત્મક અને કલાપ્રેમી અભિવ્યક્તિ જોવા મળી રહી છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેર માં રહેતી યુવતી જીનલ પટેલ તરફથી. જીનલ પટેલ, જેમણે ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે, એમનું જીવનશૈલીમાં ભવિષ્ય ઘડવા માટેનું વિજ્ઞાનભર્યું અભ્યાસ તેમની કરિયરનો માર્ગ નિર્ધારિત કરે છે. પરંતુ, તેમનો એક જુદો શોખ પણ છે—હેન્ડમેડ રાખડી બનાવવાનો. શોખ તરીકે શરૂ થયેલું આ કાર્ય હવે તેમની ઓળખાણ બની ગઈ છે. રક્ષાબંધન આવે તેટલેથી જીનલ પોતાના હાથોથી બનાવેલી વૈવિધ્યસભર…

Read More

નવસારી જિલ્લાના રેલવે મુસાફરો માટે આનંદના સમાચાર આવ્યા છે. ભારત સરકારના રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી સાથે નવી દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહની આગેવાની હેઠળ નવસારી ખાતે વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ ની માંગણી કરવામાં આવી. મંત્રાલય તરફથી આ મહત્વપૂર્ણ માંગણી પર સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે.. આ બેઠક દરમિયાન નવસારી જિલ્લાના રેલવે વિકાસ સાથે જોડાયેલા અનેક લાંબા સમયથી બાકી પ્રશ્નો પર પણ ચર્ચા થઈ. સ્ટેશનના આધુનિકીકરણ, પ્લેટફોર્મ વિસ્તરણ, પાર્કિંગ સુવિધા, મુસાફરો માટે આધુનિક સુવિધા કેન્દ્ર, વિવિધ એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ અને લોકલ…

Read More

સુરત-નવસારી માર્ગ પર આવેલા વિરાવળ ગામ નજીક આવેલ પૂર્ણા નદીના જૂના બ્રિજ પર ચિંતાજનક ઘટના સામે આવી છે. જર્જરીત હાલતમાં હોય તેવા આ બ્રિજ પર, બે દિવસ અગાઉ જ તંત્ર દ્વારા સાવધાનીના ભાગરૂપે લગાવવામાં આવેલા લોખંડના એંગલ અજાણ્યા શખ્સો દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. એવું કૃત્ય કરનાર સામે હવે તંત્ર ચોક્કસ લાલ આંખ કરશે. પ્રજાના જીવને નુકશાન ન થાય તે માટે પૂર્ણા નદીનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો હતો. જોકે આ ગર્ડર તોડી પડયો છે. આ એંગલ્સ ખાસ કરીને ભારે વાહનોને બ્રિજ પરથી પસાર થવાથી રોકવા માટે લગાવવામાં આવ્યા હતા. પરંતુ હવે એંગલ તૂટી જતા ભારે વાહનો વિના કોઈ…

Read More