- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થતાં, ભક્તોમાં શિવપૂજનની લાગણી ઊંડાઈ છે. આજે શ્રાવણના પ્રથમ સોમવારે, બીલીમોરાના મીની સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે જ ભક્તોની ભીડ ઉમટી હતી. “હર હર મહાદેવ” ના જયઘોષ વચ્ચે મંદિર પરિસર શિવમય બન્યું હતું. મંદિરના દ્વાર વહેલી સવારે ખુલી જતા ભક્તો મંગળા આરતીમાં જોડાયા અને ભગવાન શંકરના આશીર્વાદ મેળવ્યા. આ પૌરાણિક મંદિરનું વિશેષ મહત્વ એ છે કે અહીં ભગવાન ભોળાનાથ સ્વયંભુ શિવલિંગ સ્વરૂપે બિરાજે છે. દક્ષિણ ગુજરાતમાં આ મંદિર શ્રદ્ધાળુઓ માટે શ્રદ્ધાનું મોટું કેન્દ્ર માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન દરેક સોમવારે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના તથા ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તોની ભક્તિ,…
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ફરીથી એક જંગલી પ્રાણીની હાજરીથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. વાંસદા તાલુકાના નાનીવાલઝર વિસ્તારમાં આવેલી પટેલ વાડીના એક રહેણાંક ઘરમાં દીપડો ઓટલામાં ફરતો નજરે પડ્યો હતો. આ ઘટના ગઈ કાલે શુક્રવાર બાદ રાત્રે આશરે ૧૨ વાગી ને ૧૫ મિનિટે બની હતી, જ્યારે ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં દીપડો સ્પષ્ટ રીતે કેદ થયો હતો. દૃશ્યોમાં જોઈ શકાય છે કે દીપડો ઘરના ઓટલાની આસપાસ આંટા મારી રહ્યો છે અને કદાચ શિકારની શોધમાં આસપાસ શોધખોળ કરી રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં અચાનક આ રીતે દીપડો દેખાતા સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો છે. લોકોમાં ચિંતા છે કે દીપડો કોઈ નુકસાન ન…
નવસારી શહેરના રેલવે સ્ટેશન નજીક ફરી એકવાર રખડતા ઢોરનો પ્રશ્ન બહાર આવ્યો છે. સ્ટેશન નજીક આવેલા ઓવરબ્રિજ પર શહેર તરફ આવતી અલ્ટો કાર અને ઢોર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત સમયે કારના આગળના ભાગને ભારે નુકસાન થયું છે અને ઢોરને પણ ઈજા પહોંચી છે. કરુણા રથ દ્વારા ઢોરને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યું છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વ્યવસ્થાને સરળ બનાવી. મુખ્ય રસ્તા પર અકસ્માત થતાં થોડી વાર માટે ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાથી ફરી એકવાર સ્પષ્ટ થાય છે કે શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા સામે તંત્ર ક્યારેય કડક પગલાં…
ગંભીરા બ્રિજ ગોઝારી ઘટનાને લઈને નવસારી પ્રશાસન એક્શન મોડ માં આવ્યું ત્યારે પૂર્ણા નદીના પુલનું સ્ટ્રક્ચર ટેસ્ટિંગની કામગીરી શરૂઆત કરવામાં આવી સાથે જ માર્ગ મકાન દ્વારા ટાટા સ્કૂલ જુના બસ ડેપો પાસે ડાયવર્જન લગાવાયું છે. વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને ધ્યાનમાં રાખી હવે નવસારી જિલ્લો પણ સાવચેતીના ભાગરૂપે પગલા લઈ રહ્યો છે. નવસારી શહેર નજીક આવેલ પૂર્ણા નદી બ્રિજ, જે વિરાવળ-નવસારી રોડ પર આવેલ છે અને વર્ષ ૧૯૭૮માં બનાવાયો હતો, હવે તેની હાલત ખુબ જ જુની અને નબળી હોવાથી જિલ્લા પ્રશાસન દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માર્ગ મકાન વિભાગ દ્વારા આ પુલનું સ્ટ્રક્ચર ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે…
નવસારી શહેરમાંથી દુખદ ઘટના સામે આવી છે. નવસારીની પૂર્ણા નદીમાં બે લોકો તર્પણ દરમ્યાન ડૂબી ગયા હતા. માહિતી પ્રમાણે, નવસારી પૂર્ણા નદી ખાતે આવેલા સ્મશાન ખાતે પિતૃ તર્પણ કરવા આવેલા ભીખુભાઈ અને ધર્મેશભાઈ ઢીમર પૂર્ણા નદીમાં તર્પણ કરી રહ્યા હતા, ત્યારે અચાનક બંને યુવકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને ટ્રાફિક પોલીસના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જ્યારે ભીખુભાઈ નો સફળતાપૂર્વક બચાવ કરવામાં આવ્યો છે, તેવામાં ધર્મેશભાઈનું દુર્ભાગ્યવશ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોમા શોકની લાગણી જોવા મળી રહી છે.
ગંભીરા પુલ દુર્ઘટનાને પગલે નવસારી મહાનગરપાલિકા હવે સંપૂર્ણ રીતે સતર્ક બની છે. શહેરના જૂના શોપિંગ સેન્ટરોની હાલત જોઈને તંત્ર એક્શનમાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યસ્થ શોપિંગ સેન્ટરમાં આવેલી 337 દુકાનોને માત્ર 3 કલાકમાં ખાલી કરવા મૌખિક નોટિસ આપવામાં આવી છે. અનુમાનિત રીતે છેલ્લા 45 વર્ષથી ધમધમતી આવી દુકાનો હવે જર્જરીત હાલતમાં પહોંચી ગઈ છે, જેને ધ્યાને લઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાની નોટિસ મળતાની સાથે જ વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે અને બહુજન વેપારીઓએ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા આ પગલાં શક્ય અકસ્માતને ટાળવા માટે આગમચેતી રૂપે લેવામાં આવ્યા છે. જૂના માળખાના સ્ટ્રક્ચર સેફટીના…
નવસારી જિલ્લામાં મિલ્કત સંબંધિત અનડિટેક્ટ ગુનાઓ શોધવા અને ચોરાયેલ મુદ્દામાલની પુનઃપ્રાપ્તી માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત નવસારી એલ.સી.બી. શાખા તથા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા નીચે મુજબના મુદ્દામાલ આરોપી પાસેથી કબ્જે કરવામાં આવ્યો છે: સોનાનું મંગળસૂત્ર – ૨ નંગ સોનાની ચેન – ૧ નંગ સોનાની બૂટી – ૧ જોડી સોનાની બૂટી – ૧ નંગ કુલ કિંમત (સોનાના દાગીના): રૂ. ૫,૦૪,૪૪૮/- તે ઉપરાંત બીજા ગુનાના સંદર્ભમાં ગ્રે કલરની એક્ટીવા મોપેડ કિંમત રૂ. ૨૦,૦૦૦/- પણ આરોપી પાસેથી કબ્જે કરવામાં આવી છે. કુલ રિકવર કરવામાં આવેલ મુદ્દામાલની કિંમત: રૂ. ૫,૨૪,૪૪૮/- “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ આ કબ્જે કરાયેલ…
નવસારી: નવસારી મહાનગરપાલિકામાં નવો ધમધમાટ શરૂ થયો છે. મહાનગરપાલિકાના નવા સીમાંકન અંગેનો સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે. નવસારી મહાનગરપાલિકા હવે કુલ 13 વોર્ડમાં વિભાજિત થશે અને કુલ 52 કોર્પોરેટરની બેઠકો રહેશે. નવી બેઠક વિતરણ મુજબ જુદી જુદી કેટેગરી માટે રિઝર્વેશનની રૂપરેખા પણ ઘોષિત કરવામાં આવી છે: શિડ્યુલ કાસ્ટ (SC): કુલ 3 બેઠકો રિઝર્વ, જેમાંથી 1 બેઠક મહિલાઓ માટે અનામત. શિડ્યુલ ટ્રાઈબ (ST): કુલ 8 બેઠકો અનામત, જેમાંથી 4 બેઠક મહિલાઓ માટે રિઝર્વ. ઓબીસી (OBC): કુલ 14 બેઠકો માટે અનામત, જેમાંથી 7 બેઠક મહિલાઓ માટે રિઝર્વ. જનરલ કેટેગરી: 27 બેઠકો, જેમાંથી 14 મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા…
નવસારી જિલ્લા કાર્યપાલક ઈજનેર (મા×મ) વિભાગના જણાવ્યા મુજબ તા. ૧૬ જુલાઈ થી ૧૯ જુલાઈ ૨૦૨૫ દરમિયાન નવસારી સુપા-બારડોલી રોડ પર પુર્ણા નદી ઉપર આવેલા સુપા નજીકના બ્રીજ ઉપર લોડ ટેસ્ટ હાથ ધરવામાં આવશે. સલામતીના ભાગરૂપે આ સમયગાળા દરમિયાન વાહન વ્યવહાર તથા રાહદારીઓ માટે આ બ્રીજ સંપૂર્ણપણે બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ : આ અવધિ દરમિયાન વાહનો માટે ભુતબંગલા સુપા થી પેરા થઈ ધોળાપીપળા ચોકડી – એન.એચ. ૪૮ માર્ગનો ઉપયોગ કરવો. આ લોડ ટેસ્ટ ફક્ત જાહેર જનહિત માટે અને બ્રીજની સલામતી માટે કરવામાં આવી રહ્યો છે, તદ્દન જરૂર વગર કોઈ ખોટી વાતો અથવા અફવા ન ફેલાવવાની વિનંતી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા બે મહત્વના જળાશયો કેલિયા ડેમ અને જુજ ડેમ આજે ૧૦૦ ટકા પાણી ભરાઈ જતા ઓવરફ્લો થયા છે. ડેમ ઓવરફ્લો થવાના પગલે ડેમની નીચેવાસના કુલ ૪૬ ગામોના નાગરિકોને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં વાંસદા, ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. જુજ ડેમ, જે કાવેરી નદી પર જુજ ગામ ખાતે આવેલ છે, તે ૧૫ જુલાઈના રોજ વહેલી સવારે ૩:૦૦ કલાકે સંપૂર્ણ સપાટીએ ભરાઈ ઓવરફ્લો થયો હતો. ડેમમાંથી હાલમાં ૨૩૨.૩૩ ક્યુસેક પાણીનો પ્રવાહ ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમની સંપૂર્ણ જળ સપાટી ૧૬૭.૫૦ મીટર છે, જ્યારે આજ સવારે ૧૦ વાગ્યે નાપેલ સપાટી ૧૬૭.૮૦ મીટર નોંધાઈ…