Author: Atul Rathod

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બીલીમોરા થી નવસારી દિશામાં જતી એક સરકારી બસને અકસ્માત નડ્યો હતો. બસના ડ્રાઈવરે પહેલા એક રિક્ષા સાથે અથડામણ કરી અને ત્યારબાદ બસ સાઈડમાં પાર્ક કરવાનો પ્રયાસ કરતાં સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે બસ ધડાકાભેર એક દિવાલ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં બસમાં સવાર તમામ 40 મુસાફરોનો આબાદ બચાવ થયો છે, જે રાહતના સમાચાર છે. જોકે અકસ્માતના કારણે દિવાલ પાસે પાર્ક કરવામાં આવેલા બે અન્ય વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ બીલીમોરા પોલીસને થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. બસના ડ્રાઇવરને પૂછપરછ…

Read More

નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિરાલી હોસ્પિટલ, નવસારી અને અપોલો હોસ્પિટલ્સના સહયોગથી ૨૫મી જૂન, ૨૦૨૫ના રોજ “Canwin” કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો. નવસારીની નિરાલી હોસ્પિટલ ખાતે “ચાલો સાથે મળીને લડીયે” એ મંત્ર સાથે “Canwin” કાર્યક્રમનું આયોજન હોસ્પીટલના કોન્ફરન્સ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કેન્સર અંગે જાગૃતિ વધારવો અને દર્દીઓને મજબૂત માનસિક આધાર પ્રદાન કરવો હતો. કેન્સરની સારવારથી સાજા થયેલા દર્દીઓએ પોતાના સંઘર્ષ સમયે શું પરિસ્થિતિ હતી તે અંગે વિસ્તૃત વાતો કરી હતી. તો ડોકટરો દ્વારા દર્દી હોસ્પિટલ આવ્યું ત્યારે શું પરિસ્થિતિ હતી અને નિદાન બાદ હાલમાં જે પરિસ્થિતિ હતી…

Read More

ગુજરાત સરકારના મહેસુલી સુધારાઓ વિકાસની દિશા અને દશા બંને માટે મહત્વના બને છે. તાજેતરમાં રાજ્ય સરકારે નવસારી સહિત નવી બનેલી નવ મહાનગરપાલિકાઓને D2 કેટેગરીમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા G.D.C.R. નિયમ મુજબ, D2 કેટેગરી હેઠળ વિકસિત ન હોતી જમીનોમાંથી 40% જમીન કપાતનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે નવસારી શહેરમાંથી તીવ્ર વિરોધ શરૂ થયો છે. શહેરના બિલ્ડરો, ડેવલોપરો અને ખેડૂતોને આશંકા છે કે, આ નિયમના અમલથી નક્કી થયેલા શહેરી વિકાસમાં મોટું નુકસાન થશે અને જમીન ધારકોને અન્યાય થશે. નવસારી બિલ્ડર એસોસિએશન, ક્રેડાઈ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખેડૂતો સાથે મળીને જિલ્લા કલેકટર અને મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં…

Read More

નવસારી જિલ્લામાં વધતા સાયબર ફ્રોડના કેસોને ધ્યાનમાં રાખી, જિલ્લા પોલીસ દ્વારા “ઓપરેશન સાઇબર સ્ટોર્મ” હાથ ધરવામાં આવ્યું. આ અભિયાનના અંતર્ગત ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના વિવિધ સ્થળોએ તપાસ કરીને ૩૫ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. આ યોજના હેઠળ જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ ૧૦ ફાઇનાન્સિયલ ફ્રોડના કેસોની તપાસ કરવામાં આવી. તપાસ દરમ્યાન પૈસાની ઠગાઈમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ફેસબુક આઈડી ફ્રોડ, શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ઑનલાઇન ટ્રેડિંગ ફ્રોડનો સમાવેશ થયો. આ આરોપીઓએ કુલ રૂ. ૩ કરોડથી વધુની ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે. જિલ્લા પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ ૯ જુદી-જુદી ટીમોની રચના કરવામાં આવી હતી, જેમણે નવસારી, સુરત, જયપુર અને…

Read More

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં એક હૃદયદ્રાવક પરંતુ ચમત્કારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ત્રણ વર્ષનું એક બાળક ઘરના બહાર રમતું હતું ત્યારે અચાનક એક ફોર્ચ્યુનર કાર ઘરના દરવાજા તરફ આવતા રસ્તે ઝડપથી આગળ વધી. દુર્ભાગ્યવશ, બાળક આ કારની સામે આવી ગયું. હલચલભર્યા પળોમાં પરિવારના સભ્યો અને વાહનચાલકની સતર્કતા બચાવરૂપ સાબિત થઈ. સમયસૂચક પ્રતિસાદ અને સ્વાવલંબી કાર્યવાહીના કારણે બાળકનું જીવ સાચવાઈ ગયું. આ સમગ્ર ઘટના બાળકના ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાંક સેકન્ડમાં જ વાત કેવી રીતે જીવલેણ બની ગઈ અને પછી કેવી રીતે બચાવ થયો. આ ઘટનાએ ફરી એકવાર પ્રાચીન…

Read More

નવસારી ગણદેવી રોડના અગવાલ કોલેજ પાસેના ઇસ્કોન મંદિરે દ્વારા અપાઢી બીજના દિને પરંપરાગત રીતે નવસારી રેલવે સ્ટેશનથી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન શ્રી જગન્નાયજી, તેમના મોટાભાઇ બલદેવજી અને બહેન શુભદ્રાના સંગાથે નગરચર્યાએ નીકળ્યા હતા. નવસારી શહેરના જાહેર માર્ગો પર નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રાને જોવા અને ભગવાનના દર્શન કરવા અને ઉમળકાભેર વધાવવા માટે હજારોની જન મેદની ઉમટી પડી હતી. ભગવાનની નીકળેલી રથયાત્રાના દર્શનનો લહાવો લઈને ભક્તોએ ભગવાન જગન્નાથને પ્રિય એવી કરમાબાઇની ખીચડી અને કેળાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આજની રથયાત્રામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે નવસારી પોલીસે ખડે પગે સેવા આપી હતી.

Read More

નવસારી જિલ્લામાં સતત વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો નોંધાઇ રહ્યો છે. જેના પગલે જિલ્લા તંત્ર સજાગ બની ગઈ છે અને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમે સ્થાનિક તંત્ર સાથે મળીને પૂર અસરગ્રસ્ત વિસ્તારોની વિગતવાર મુલાકાત લીધી છે. નવસારી તાલુકાના નિચાણવાળા વિસ્તારોમાં ઉપરવાસ તથા સ્થાનિક વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા જણાઈ રહી છે. એનાથી બચવા માટે તંત્ર દ્વારા અગાઉથી તકેદારીના પગલા લેવામાં આવી રહ્યાં છે. આ સ્થળોની મુલાકાત લેવામાં આવી:કાલિયાવાડી વિસ્તારના સ્વપ્નલોક સોસાયટી, કાલિયાવાડી મહિલા ITI, કાછીયાવાડી, સી.આર. પાટીલ સંકુલ, શાંતિવન સોસાયટી, તેમજ વિરાવળ વિસ્તારના ભેસતખાડા માછીવાડ, ગધેવાન મોહલ્લો, રંગૂનનગર, કમેલા દરવાજા, કાશીવાડી, મિથીલા નગરી, અને રૂસ્તમવાળી વિસ્તાર સહિત…

Read More

નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચુંટણીની મતગણતરી આજે પ્રારંભ થઈ છે. મતગણતરી માટે જિલ્લામાં 5 મતગણતરી કેન્દ્રો ગોઠવવામાં આવ્યા છે, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તાલુકાવાર વિગતો: નવસારી તાલુકા: 2 ગ્રામ પંચાયતોની સામાન્ય ચુંટણી જલાલપોર તાલુકા: 9 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 1 ગ્રામ પંચાયતની પેટા ચુંટણી ગણદેવી તાલુકા: 9 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 4 ગ્રામ પંચાયતોની પેટા ચુંટણી ચીખલી તાલુકા: 7 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 6 ગ્રામ પંચાયતોની પેટા ચુંટણી https://youtu.be/Y9Ggfw5ihsM?si=1Ymd170MueMQ_tA5 ચુસ્ત વ્યવસ્થા: મતગણતરી પ્રથાના કાયદો અને વ્યવસ્થાની સાથે પારદર્શક રીતે પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે સંભવિત તમામ પગલાં લેવામાં આવ્યા…

Read More

21 મી જૂનના દિવસે પૂર્ણ નદીમાં ડૂબેલા શૈલેષ શેખલીયા નામના યુવાનનો મૃતદેહ નવસારી ફાયર બ્રિગેડ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. 23 વર્ષીય શૈલેષે પત્નીના વીરહમાં અંતિમ છલાંગ મારી હતી. આ ઘટના શોકમાં મૂકનારી છે કારણ કે આઠમી જૂનના રોજ શૈલેષની પત્ની અને ભાઈ પૂર્ણ નદીમાં ડૂબી ગયા હતા, જેના કારણે શૈલેષ છેલ્લા ત્રણ મહિના થી આઘાતમાં હતો. શૈલેષનો મૃતદેહ નદીમાં ડી-કમ્પોઝ થવાની તબક્કે હતો ત્યારે ફાયર બ્રિગેડની ટીમે તેને શોધી કાઢ્યો. 12 સભ્યોની ટીમે કસ્બા નજીકથી ત્રણ દિવસની મહેનત બાદ યુવાનની લાશ શોધવામાં સફળતા મેળવી. આ ઘટના પરિવારમાં લાગણીશીલ પીડા વ્યક્ત કરે છે. નિઃસંદેહ આ તમામ માટે શોકજનક છે. નવા…

Read More

ગુજરાત કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાનના ભાગરૂપે મહત્વપૂર્ણ પગલું ભરતાં રાજ્યના જિલ્લા અને મહાનગર પ્રમુખોની નવી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કેટલાક પૂર્વ પ્રમુખોને ફરીથી જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે સોનલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. તેમને અનેક પૂર્વ ધારાસભ્યો તથા પૂર્વ સાંસદોના સહયોગ સાથે શહેર સંગઠનની સુકાન સોંપવામાં આવી છે. આ જાહેરાત બાદ પાર્ટી કાર્યકર્તાઓમાં નવી ઉર્જા જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસે આ નિયુક્તિઓને સંગઠન મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું ગણાવ્યું છે. આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી સંગઠનાત્મક માળખું મજબૂત કરવા…

Read More