શિક્ષણ સમાજના વિકાસનું માળખું છે. પ્રાથમિક શિક્ષણ એ બાળકના વ્યકિતત્વના ઘડતર માટેનો પ્રથમ અને મહત્વપૂર્ણ પગથિયું છે. શિક્ષણ દ્વારા નાગરિકોમાં આધુનિક વિચારો, નૈતિક મૂલ્યો અને આત્મવિશ્વાસનું નિર્માણ થાય છે. વિદ્યાને કારણે બાળકના જીવનમાં માત્ર રોજગારી નહીં પરંતુ સર્વાંગી વિકાસ માટેનું દ્વાર ખુલ્લું થાય છે. એવું જ કામ નવસારી જિલ્લાની આ શાળામાં થઈ રહ્યું છે.
પ્રાથમિક શાળા પટેલ ફળિયા, વર્ગ બામણવેલ, શાળા બંધ થવાના આરે હતી, પરંતુ એસએમસી અધ્યક્ષ મહેશભાઈ, કમિટી અને બધા ગામલોકોના સહકારથી શાળાને નવા જીવનદાન મળ્યું છે. આજે, આ શાળામાં 15 બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને બે શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. આ વર્ષ ધોરણ 5ના ચાર વિદ્યાર્થીઓએ CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં 100% પરિણામ સાથે મેરીટ લીસ્ટમાં સ્થાન મેળવ્યું છે. આ શ્રેષ્ઠ પ્રદાન માટે શાળા પરિવાર તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
શાળા પરિવારના પ્રત્યેક પ્રયાસ અને ગામલોકોના સહકારને કારણે Patel ફળિયા શાળાએ નવો આકાર લીધો છે, જે સામૂહિક સંકલ્પ અને શિક્ષણના પ્રેરક મહત્વનો ઉત્તમ ઉદાહરણ છે.