નવસારી માં જિલ્લા ભાજપ પ્રમુખ ના નામની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહને રિપીટ કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહ દ્વારા ફરિયાદ વગરની કામગીરી કરી છે.
નવસારી જિલ્લાના નાના થી નાના કાર્યકર્તા થી લઈને તમામ મોટા હોદ્દેદારોને સાચવીને તેમણે મહત્વની ભૂમિકા ભાજપને આગળ લાવવા માટે ભજવી છે. તેમના ગત જિલ્લા ભાજપ પ્રમુખના કાર્યકાળ દરમિયાન કેટલાક મહત્વના કામો અને નવસારી જિલ્લામાં ભાજપનો વિસ્તાર વધારવા માટે મહત્વની ભૂમિકા સંગઠનમાં તેમની સાબિત થઈ છે.
ત્યારે આજે ગુરુવારે તેમને ફરી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે જાહેરાત કરાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અને શહેરીજનોમાં પણ ખુશીની લાગણી વ્યાપી છે.
નવસારી જિલ્લા ભાજપને સંકલિત કરી શકે એવો જ ચહેરો ભારતીય જનતા પાર્ટી શોધી રહી હતી એમાં ભુરાલાલ શાહ રિપીટ થયા છે. ત્યારે નવસારી જીલ્લો ગુજરાત ભાજપ માટે મહત્વનો ગણાય છે જેને લઈને હવે નવસારી જિલ્લામાં ભાજપના મજબૂત ચહેરાને સ્થાન મળ્યું છે. અને ખાસ કરીને સાંસદ અને જલ શક્તિ મંત્રી એવા સીઆર પાટીલ પોતાના જિલ્લાને મોડલ જિલ્લો બનાવવા માંગે છે તેવા સમયે મજબૂત જિલ્લા પ્રમુખ આવે તેની ચિંતા કરી રહ્યા હતા અને હવે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભૂરાલાલ શાહની જાહેરાત કરાઈ.
એક વર્ષ બાદ નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે સાથે મહાનગરપાલિકાની ચૂંટણીપંચ યોજનાર છે જેને લઇને મજબૂત ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ ચહેરો હોવો જરૂરી હત. કારણ કે સમગ્ર જિલ્લાને સંકલિત કરી શકે તે જરૂરી છે. વાંસદા ખેરગામ અને ચીખલી તાલુકાઓમાં કોંગ્રેસ મજબૂત થઈ રહી છે તેવા સમયે તેમને મત કરવા માટે પ્રમુખનો ચહેરો જરૂરી બની જાય છે.