Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»કુંભમેળામાં ગુજરાતીનું મોત, સુરતમાં નકલી ખાદ્યપદાર્થ, વડોદરામાં મારામારી સહિત 30 જાન્યુઆરી 2025, ગુજરાતના 8 મુખ્ય અને મોટા સમાચાર
ગુજરાત

કુંભમેળામાં ગુજરાતીનું મોત, સુરતમાં નકલી ખાદ્યપદાર્થ, વડોદરામાં મારામારી સહિત 30 જાન્યુઆરી 2025, ગુજરાતના 8 મુખ્ય અને મોટા સમાચાર

ગુજરાતના આજના મુખ્ય સમાચાર: પ્રયાગરાજમાં મહેશભાઈ પટેલનું દુખદ અવસાન, લેટરકાંડમાં મનીષ વઘાસિયાના પોલીસ પર ગંભીર આક્ષેપ, સુરતમાં નકલી પનીર અને ઘીનો જથ્થો ઝડપાયો, વડોદરામાં જાહેર મારામારીના દ્રશ્યો, દાહોદમાં ડ્રોનથી ગાંજાનું વાવેતર ઝડપાયું, BHMS વિદ્યાર્થિનીના આપઘાતથી વિસનગરમાં વિરોધ, અને 2-3 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી.
Atul RathodBy Atul RathodJanuary 30, 2025Updated:January 30, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

પ્રયાગરાજમાં બુધવારે થયેલી ભીડના હાહાકાર વચ્ચે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામના વતની મહેશભાઈ સોમાભાઈ પટેલનું અવસાન થયું. તેઓ હાલમાં સુરતમાં સ્થાયી હતા અને મહાકુંભના સ્નાન માટે પ્રયાગરાજ ગયા હતા. આ દુર્ઘટનામાં તેમની જાન ગુમાવવી પડી છે, જેને કારણે તેમના પરિવારજનોમાં શોકની લાગણી છે.

અમરેલી લેટરકાંડમાં નવી ચકચારી ચર્ચા

પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસિયાએ પોલીસ પર ગંભીર આરોપ મૂક્યા છે. મનીષભાઈએ દાવો કર્યો છે કે SP ઓફિસમાં તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેમને દબાણમાં રાખી કેટલીક રાજકીય વ્યક્તિઓના નામ ખુલવવા માટે બળજબરી કરવામાં આવી હતી.

સુરત: નકલી ખાદ્ય પદાર્થોનો ભાંડાફોડ

સુરતના વરાછામાંથી 150 કિલોગ્રામ નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે. સાથે જ, પુણા અને સારોલી વિસ્તારના ત્રણ સ્ટોરમાંથી પોલીસે 65 લાખ રૂપિયાના શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કર્યો. આ મામલે વધુ તપાસ માટે ફુડ અને ડ્રગ્સ વિભાગને સેમ્પલ મોકલવામાં આવ્યા છે.

વડોદરામાં જાહેર મારામારીના દ્રશ્યો

રાજમહેલ રોડ પર ત્રાસદાયક ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓ અને એક્ટિવા ચાલકે જાહેરમાં મારામારી કરી. આ ઘટનાના વિડીયો વાયરલ થયા બાદ પોલીસે ત્રણે આરોપીઓની ધરપકડ કરી છે.

ડ્રોન ટેકનોલોજીથી ગાંજાના ખેતરોનો પર્દાફાશ

દાહોદ SOG દ્વારા ડ્રોનની મદદથી એક ખેતરમાં ગાંજાના 455 છોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે કુલ 79 લાખ રૂપિયાના મુદામાલ સાથે બે આરોપીઓને અટકાવ્યા છે.

વિસનગર: BHMS વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો

વિસનગરની મર્ચન્ટ હોમિયોપેથીક મેડિકલ કોલેજની પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીએ પોતાના હોસ્ટેલના રૂમમાં આપઘાત કર્યો. આ ઘટના બાદ વિદ્યાર્થીઓએ ભારે વિરોધ નોંધાવ્યો અને આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

હવામાન ખાતાની આગાહી: માવઠાની સંભાવના

હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 અને 3 ફ્રેબ્રુઆરીએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા માવઠાની શક્યતા છે. તેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લા સામેલ છે.

નવસારીમાં આખલાનો આતંક

નવસારી શહેરના મિથીલાનગરી વિસ્તારમાં રખડતા આખલાએ 73 વર્ષીય પેરાલિસિસના દર્દીને ગંભીર રીતે ઘાયલ કર્યા છે. ત્રણ દિવસ પહેલા બનેલી આ ઘટનામાં વૃદ્ધ પોતાના ઘરમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે આખલાએ અચાનક હુમલો કરી તેમને શિંગડું મારીને લગભગ 4 ફૂટ ઊંચે ઉછાળ્યા હતા.

Kumbh Mela 2025 Navsari NAVSARI CITY Surat Vadodara
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,351 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.