Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 2025

બીલીમોરામાં ગણેશ ઉત્સવમાં રક્તદાન કરનાર રક્તદાતા ને મુસ્લિમ NRI દાતા એ પ્રોત્સાહિત ભેટ આપી માનવતા મહેકાવી, એકતા યુવક મંડળ દ્વારા 239 બોટલ રક્ત એકત્ર કરાયું, જુઓ Video

August 31, 2025

નવસારી પૂર્ણા નદીના બ્રિજ પર ઉપર ગંભીર અકસ્માત, મોટો ટ્રાફિક જામ, જુઓ Video

August 30, 2025
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારીમાં સફળ ભાજપનું સદસ્યતા અભિયાન, ખુદ જિલ્લા અધ્યક્ષ ઉતર્યા હતા મેદાને, જાણો આ કેમ્પેનિંગ વિશે A ટુ Z માહિતી
નવસારી

નવસારીમાં સફળ ભાજપનું સદસ્યતા અભિયાન, ખુદ જિલ્લા અધ્યક્ષ ઉતર્યા હતા મેદાને, જાણો આ કેમ્પેનિંગ વિશે A ટુ Z માહિતી

ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ઉભરીને આગળ આવી છે પહેલા જનસંઘ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી તરીકે અસ્તિત્વમાં આવી છે એમાં જન સંઘના કાર્યકર્તાઓને મહેનતના પગલે હવે ભારતીય જનતા પાર્ટી મોટો આકાર લઈને વટ વૃક્ષ બની ગઈ છે અને દેશની ધુરા સંભાળી રહી છે. હવે તેનો વ્યાપ વધારવા ભાજપ દ્વારા અનેક કેમ્પેનિંગ કરવામાં આવી રહ્યા છે.
Nilesh GamitBy Nilesh GamitOctober 4, 2024Updated:October 4, 2024No Comments7 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
BJP membership campaign in Navsari supervision under district president bhuralal shah
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

દેશમાં 10 કરોડથી વધુ સભ્યો ધરાવતી રાજકીય પાર્ટી બની ગઈ છે અને મંડળ સુધી પહોંચીને દેશની તમામ ચૂંટણીઓમાં વિરોધ પક્ષને મત કરવા માટેનો દમ ધરાવે છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સદસ્યતા અભિયાન શરૂ કરી ચૂકી છે દર ત્રણ વર્ષે યોજાતા સદસ્યતા અભિયાનમાં ચાલુ વર્ષે ભારતીય જનતા પાર્ટી એ ફરીથી કાર્યકર્તાઓમાં જોમ જુસ્સો અને ઉત્સાહ ભરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે.

કેવી રીતે કાર્યકર્તાઓ ભાજપના સભ્યો બનાવે છે?

જનસંઘ સમયે ગણ્યાગઠિયા લોકો જ અને ગણ્યા ગાંઠિયા વિસ્તારોમાં જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતા અને ઘરે ઘરે ભરીને સદસ્ય બનાવતા હતા સાથે સહયોગ સુલ્ક પણ લેતા હતા હવે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીએ નવો જિલ્લો ચાચરિયો છે અને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે એક મિસ કોલ કરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નવો જ ટેકનીકલ અભિગમ શરૂ કર્યો છે.

કેવું છે ભારતીય જનતા પાર્ટી પાસે માળખું ?

ભારતીય જનતા પાર્ટી મંડલ સુધી પહોંચી ચૂકી છે અને તેમની પાસે બુથ પ્રમુખ, અને પેજ પ્રમુખ એટલે કે ચૂંટણી પ્રક્રિયામાં કાર્યકર્તાઓને નામથી ઓળખે એવા પ્રકારના સભ્યો ધરાવતી રાજકીય પાર્ટી બની ગઈ છે. એ જ પ્રમુખ સુધીના માળખાના કારણે ભારતીય જનતા પાર્ટી વિવિધ રાજ્યોમાં જીતીને પોતાની સત્તાની ધુરા સંભાળતી થઈ છે.

ભારતીય જનતા પાર્ટી દર ત્રણ વર્ષે સદસ્યતા અભિયાન અને સંગઠન પર્વ મનાવે છે.

ભારતીય જનતા પાર્ટી પાસે હવે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ફોજ ઊભી થઈ ગઈ છે એમાં પણ દર ત્રણ વર્ષે ભારતીય જનતા પાર્ટી એ પોતાનો ચીલો પાડ્યો છે અને એમાં કાર્યકર્તાઓને દર ત્રણ વર્ષે સંગઠનમાં ફેરફાર અને નવા સદસ્યો ઉમેરવા અને જુના સદસ્યોને સાથે જોડીને સંગઠનના કામોમાં જોતરવાની નવી જ પ્રકારની પદ્ધતિ ભારતીય જનતા પાર્ટીએ અપનાવી છે જે કાર્યકર્તાઓમાં જો મને જુસ્સો પુરવાનું કામ કરે છે.

સંઘના પ્રચારકો પ્રદેશ મહામંત્રી તરીકે દરેક પ્રાંતમાં અને રાષ્ટ્રીય કક્ષાએ આપવામાં આવતા હોય છે.

ભારતીય જનતા પાર્ટી પાસે જંકશન થી શરૂ થયેલી સફર હવે લોકસભા અને રાજ્યસભા બંને જગ્યાએ બહુમતી મેળવી ચૂકી છે પોતાના રાષ્ટ્રપતિ વડાપ્રધાન પણ બનાવીને પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે દેશ દુનિયામાં પોતાનું નામ ગુંજતું કર્યું છે દેશ વિદેશમાં પણ તેમણે વિવિધ શાખાઓ ઊભી કરીને અલગ પ્રકારના મજબૂત સંગઠનનું નિર્માણ કર્યું છે ભાજપમાં એક કિલ્લો પડ્યો છે છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રીય કક્ષાએ તેમજ પ્રદેશ કક્ષાએ સંકલન કરી શકે એવા સંઘના સમર્પિત કાર્યકર્તાને મહામંત્રી તરીકે મૂકવાની એક યોજના બની છે જે પક્ષમાં સંકલનનું અને પાર્ટીમાં રહેલા આંતરિક વિખવાદો તેમજ જરૂરી મહત્વના નિર્ણયો ને લાગુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

હવે મોટાભાગના જિલ્લાઓમાં અને મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટીની ઓફિસો “કમલમ” તરીકે અસ્તિત્વમાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીએ તનતોડ મહેનતથી કાર્યકર્તાઓની મહેનતના સહારે સમગ્ર દેશમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે જેનાથી ભારતીય જનતા પાર્ટી હવે આધુનિક ટેકનોલોજીને સાથે જોડીને નિસ્પા સ્ટ્રક્ચર ડેવલોપમેન્ટમાં પણ આગળ વધી રહી છે તમામ મહાનગરો અને જિલ્લાઓમાં પોતાની અલાયદી ઓફિસ જે આધુનિક ટેકનોલોજી સાથે જોડાયેલી હોય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કમલમમાં પણ તમામ આધુનિક સુવિધા યુક્ત ઓફિસો બનાવવામાં આવી છે જ્યાં કાર્યકર્તાઓને તકલીફો ન પડે ને સંકલન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ડેટા વિશ્લેષણમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત હોવાના કારણે અન્ય પક્ષોને ફાવવા દેતી નથી.

ભારતીય જનતા પાર્ટી પાસે તમામ ક્ષેત્રોમાં કામ કરતા લોકોના ડેટા મોજુદ છે અને ડેટાનો સંગ્રહ કરવામાં તેમની માસ્તરી છે પોતાની અલગથી વેબસાઈટ અને દરેક જિલ્લાઓમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા સાંસદો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તમામ પ્રકારના માળખાવો માં ચૂંટાયેલા લોકોના નંબરો અને તેમના ઈમેલ આઇડી હોવાના કારણે તેમના પર ટેલી કોલિંગ અને ખાસ કરીને ચૂંટણી સમયે માઇક્રો પ્લાનિંગ કરવામાં અને પ્રચાર પ્રસારમાં તેનો ઉપયોગ કરતા હોય છે.

ભાજપનું સોશિયલ મીડિયા ખૂબ જ મજબૂત ટીમ તરીકે ઉભરીને આગળ આવે છે.

દેશ અને દુનિયામાં સોશિયલ મીડિયા એક મજબૂત માધ્યમ તરીકે લોકો સુધી પહોંચવામાં મહત્વની ભૂમિકા ભજવે છે જેમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની થીંક ટેન્કના સહારે ભાજપને આગળ લઈ જવા માટે ભારતીય જનતા પાર્ટીએ નવતર પ્રયોગ કર્યો છે દરેક જિલ્લાઓમાં આઇટી સેલ અને સોશિયલ મીડિયા માટેની ટીમો બનાવી છે જે દેશ અને દુનિયામાં બનતી ઘટનાઓ લોકો સુધી કાર્યકર્તાઓ સુધી પહોંચાડવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે અથવા તો કોઈ પણ વિરોધ પક્ષનો નેતા કાર્યકર્તા એવા પ્રકારની ભૂમિકા ભજવે છે કે જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વિરુદ્ધ હોય તેની સામે કોમેન્ટ કરતી પોસ્ટ દેશ દુનિયાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાવતી હોય છે.

નવસારી જિલ્લાની શું છે રાજકીય સ્થિતિ ?

નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા પાંચ વર્ષથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાઓમાં બહુમતી ધરાવે છે સાંસદ અને વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટી મજબૂતાઈથી આગળ વધી છે પરંતુ નવસારી જિલ્લામાં એકમાત્ર વાંસદા વિધાનસભા પર કોંગ્રેસને હરાવવામાં ભારતીય જનતા પાર્ટી સ્વતંત્ર નિષ્ફળ રહી છે. અને એ જ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ગુજરાતના એક આદિવાસી ચહેરા તરીકે ઊભીને આગળ આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો બન્યો.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનો શું છે સભ્યો નોંધણીનો ડેટા અને ગાઈડલાઈન ?

  • સંસદ સભ્ય. 10000
  • ધારાસભ્ય. 5000
  • કાઉન્સિલર. 2000
  • જિલ્લા પંચાયત સભ્યો 1000
  • તાલુકા પંચાયત સભ્યો 500
  • પ્રદેશ પદાધિકારીઓ. 1000
  • પ્રદેશ મોરચાના પ્રમુખશ્રી મહામંત્રી શ્રી 1000
  • પ્રદેશ સેલના સંયોજક 1000
  • જિલ્લા મહાનગરના પદાધિકારીઓ પ્રમુખ મહામંત્રી શ્રી. 500
  • શહેરી મંડલ પદાધિકારીઓ. 500
  • ગ્રામીણ મંડલ પદાધિકારી. 500
  • પૂર્વ સાંસદ શ્રી. 2000
  • પૂર્વ ધારાસભ્યશ્રી 1000
  • પૂર્વ જિલ્લા મહાનગરના પ્રમુખ શ્રી. 1000
  • પૂર્વ જિલ્લા મહાનગરના મહામંત્રી. 500
  • પૂર્વ બોર્ડ નિગમના ચેરમેન અને ડિરેક્ટર 1000
  • 2022 વિધાનસભા ચૂંટણીમાં હારેલા ઉમેદવાર 2500
  • પૂર્વ મેયર શ્રી અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી 1000
  • પૂર્વ કાઉન્સિલર શ્રી અને પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય 500
  • પ્રદેશ તથા જિલ્લા કક્ષાના સહકારી આગેવાન. 3000
  • તાલુકા કક્ષાના સહકારી આગેવાન 1000
  • કુલ લોકસભા અને વિધાનસભા દીઠ કેટલા સભ્યો નોંધાશે..

ભારતીય જનતા પાર્ટી એ સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે જેમાં એક લોકસભા બેઠક દીઠ સાત લાખ અને વિધાનસભા બેઠક દીઠ એક લાખ સભ્યો નોંધણીનું કાર્યક્રમ કરવામાં આવશે જેમાં 2022 ની ચૂંટણીમાં લડેલા ઉમેદવારો અને હારી ગયેલા હોય તેમણે પણ સભ્યોની નોંધણી કરવાની છે ૨૫૦૦ જેટલા સભ્યો બનાવવાના છે.

ભાજપના હાલના તેમજ પૂર્વ તમામ લોકોને સાંકળી લેવામાં આવ્યા.

ભારતીય જનતા પાર્ટી એક પરિવાર તરીકે કામ કરે છે જેમાં પૂર્વ અને હાલના એમ તમામ સભ્યોને સાથે રાખીને તેમની પાસેથી કામ લેવડાવવામાં માહિર ગણાય છે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હાલના અને પૂર્વના તમામ કાર્યકર્તાઓ ચૂંટાયેલા હારેલા જીતેલા સહકારી આગેવાન એવા તમામ લોકોને સાંકળી લેવામાં આવ્યા છે જેમાં તાલુકા પંચાયતથી માંડીને જિલ્લા પંચાયત મહાનગરપાલિકા વિધાનસભા લોકસભા એમાં પૂર્વ અને હાલના એમ તમામ લોકોને જોડી દેવામાં આવ્યા છે જેઓ સભ્યો બનાવશે અને ત્રણ વર્ષ સુધી આ સભ્ય નોંધણી નો ડેટા ભેગો કરીને રાખશે.

સદસ્યતા અભિયાનમાં કેન્દ્રીય મંત્રીઓ 10 જિલ્લાઓમાં સંગઠન પર્વની સમીક્ષા માટે પ્રવાસ ગોઠવાયો.

કેન્દ્રના તમામ કેબિનેટ મંત્રીઓને સંગઠનની કામગીરીમાં કામે લગાડ્યા છે જેમાં તમામ કેબિનેટ તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓ પોતાના વિસ્તારના 10 જિલ્લાઓમાં સદસ્યતા અભિયાનના કાર્યક્રમ અંતર્ગત 10 જિલ્લાઓની મુલાકાત લઇ રાજ્યકક્ષાએ રિપોર્ટિંગ કરશે અને ત્યારબાદ કેન્દ્ર કક્ષાએ પણ તેઓ રિપોર્ટિંગ કરશે અને ત્યાં સદસ્યતા અભિયાન ની સમીક્ષા થશે.

નવસારી જિલ્લામાં મનસુખભાઈ માંડવીયા સદસ્યતા અભિયાનમાં ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી જિલ્લામાં મોટા પાયે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે જેમાં કોર્પોરેટરોથી માંડીને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો ઘરે-ઘરે ફરી રહ્યા છે પોતાના મિત્ર વર્તુળમાં સભ્યો બનાવવાની કામગીરીમાં જોડાયા છે સંસદ સભ્ય ધારાસભ્ય પોત પોતાના વિસ્તાર પ્રમાણે પોતાને આપેલા આંકડા પ્રમાણે સભ્યો નોંધણીની કામગીરીમાં જોડાયા છે જેમાં મનસુખભાઈ માંડવીયા નવસારી જિલ્લામાં સદસ્યતા નોંધણી બાબતે કાર્યકર્તાઓ સાથે જ ચર્ચા વિચારણા અને ગોષ્ઠી કરી હતી.

નવસારી જિલ્લામાં ભૂરા લાલ ની ટીમ સદસ્યતા અભિયાનની કામગીરી પર નજર રાખી રહી છે.

નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી સમગ્ર જિલ્લા પર પોતાનું પ્રભુત્વ ધરાવે છે સહકારી થી માંડીને તમામ રાજકીય માળખાઓમાં ભારતીય જનતા પાર્ટી પોતપોતાના દબદબો ધરાવે છે નજીકના સમયમાં નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકામાં ચૂંટણી યોજવાની છે તદુપરાંત સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવશે ત્યારે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ સદસ્યતા અભિયાનમાં સભ્યો નોંધાય તેના માટે તમામ પદાધિકારીઓને ફાળવેલા આંકડા મુજબ સભ્યો નોંધણી થાય તેના માટે સુપર વિઝન કરવામાં આવી રહ્યું છે ભૂરા લાલસા અને તેની ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં સભ્યો નોંધણી કાર્યક્રમનું સુપરવિઝન બારીકાઈથી કરવામાં આવી રહ્યું છે.

ક્યાં સુધી ચાલશે ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન??

કેન્દ્ર સરકારની યોજના અનુસાર સમગ્ર દેશમાં સતત સત્તા અભિયાનની બે સપ્ટેમ્બર 2024 ના રોજથી શુભારંભ થઈ ચૂક્યો છે જેમાં જિલ્લા મહાનગરના પ્રભારી પ્રમુખ મહામંત્રી સદસ્યતા અભિયાનના સંયોજકો સહસંયોજક શ્રી તેમજ સિનિયર આગેવાન શ્રી ને નિશ્ચિત કરેલ મંડળની સદસ્યતા અભિયાન પૂર્ણ થાય ત્યાં સુધી જવાબદારી આપવામાં આવી છે. 2 સપ્ટેમ્બરે શરૂ થયેલું સદસ્યતા અભિયાન 7 ઓક્ટોબર, 2024 ના રોજ પૂર્ણ થશે અને ત્યાં સુધી તમામ પત્રકો મોકલી આપવા માટેની ડેડલાઈન પણ આપવામાં આવી છે.

Bhajap BJP Gujarat News gujarat police Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Nilesh Gamit
  • Website

Related Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 2025

બીલીમોરામાં ગણેશ ઉત્સવમાં રક્તદાન કરનાર રક્તદાતા ને મુસ્લિમ NRI દાતા એ પ્રોત્સાહિત ભેટ આપી માનવતા મહેકાવી, એકતા યુવક મંડળ દ્વારા 239 બોટલ રક્ત એકત્ર કરાયું, જુઓ Video

August 31, 2025

નવસારી પૂર્ણા નદીના બ્રિજ પર ઉપર ગંભીર અકસ્માત, મોટો ટ્રાફિક જામ, જુઓ Video

August 30, 2025
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,609 Views

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,534 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,237 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,832 Views
Don't Miss
નવસારી

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

By Atul RathodSeptember 2, 20250

નવસારી શહેરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. ગઈકાલે નવસારીમાં બે નાનકડી બાળકી પૈકી એકનો…

બીલીમોરામાં ગણેશ ઉત્સવમાં રક્તદાન કરનાર રક્તદાતા ને મુસ્લિમ NRI દાતા એ પ્રોત્સાહિત ભેટ આપી માનવતા મહેકાવી, એકતા યુવક મંડળ દ્વારા 239 બોટલ રક્ત એકત્ર કરાયું, જુઓ Video

August 31, 2025

નવસારી પૂર્ણા નદીના બ્રિજ પર ઉપર ગંભીર અકસ્માત, મોટો ટ્રાફિક જામ, જુઓ Video

August 30, 2025

નવસારી: કરાડી ગામમાં હાઇટેંશન લાઈનનો કરંટ લાગતા બેના મોત અને પાંચ ગંભીર દાઝ્યા

August 26, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2025 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.