નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિરાલી હોસ્પિટલ, નવસારી અને અપોલો હોસ્પિટલ્સના સહયોગથી ૨૫મી જૂન, ૨૦૨૫ના રોજ “Canwin” કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો.
નવસારીની નિરાલી હોસ્પિટલ ખાતે “ચાલો સાથે મળીને લડીયે” એ મંત્ર સાથે “Canwin” કાર્યક્રમનું આયોજન હોસ્પીટલના કોન્ફરન્સ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કેન્સર અંગે જાગૃતિ વધારવો અને દર્દીઓને મજબૂત માનસિક આધાર પ્રદાન કરવો હતો. કેન્સરની સારવારથી સાજા થયેલા દર્દીઓએ પોતાના સંઘર્ષ સમયે શું પરિસ્થિતિ હતી તે અંગે વિસ્તૃત વાતો કરી હતી. તો ડોકટરો દ્વારા દર્દી હોસ્પિટલ આવ્યું ત્યારે શું પરિસ્થિતિ હતી અને નિદાન બાદ હાલમાં જે પરિસ્થિતિ હતી તે અંગે જણાવ્યું હતું.
નિષ્ણાત તબીબો દ્વારા ઉપસ્તિત લોકોને કેન્સર અંગે માર્ગદર્શનસભર માહિતી આપવામાં આવી હતી. દર્દીઓ દ્વારા હોસ્પિટલ દ્વારા જે પારિવારિક માહોલ પૂરો પાડવામાં આવ્યો હતો તે અંગે પોતાના અનુભવો લોકોને જણાવવા સાથે હોસ્પિટલમાં ઘર જેવો અનુભવ થયો હતો તે પણ જણાવ્યું હતું. પરિવારે અને દર્દીઓએ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં નિરાલી હોસ્પિટલના સી.ઈ.ઓ. ડો.રેશ્મા બુરાલે તેમજ કેન્સરના નિષ્ણાંત ડોકટરો, હોસ્પિટલ સ્ટાફ અને કેન્સરના દર્દીઓ અને તેમના પરિવાર જનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હાજર રહેલા મહેમાનો અને ઉપસ્થિત લોકો તરફથી કાર્યક્રમની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.