નવસારીમાં ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે બીલીમોરામાં ચેન સ્નેચિંગની ઘટના સામે આવી છે. બીલીમોરા શહેરના અનાવિલ વાડી નજીક ધોળા દિવસે મધુ નાયક નામના વૃદ્ધાના ગળા માંથી અછોડો તોડવાનો પ્રયાસ થયો,
ચેન્સ સ્નેચરોએ વૃદ્ધાના ગળામાં હાથ નાખી ખેંચવાનો પ્રયાસ કર્યો પરંતુ વૃદ્ધા નીચે પટકાઈ જેથી પકડમાં અછોડો આવ્યો નહીં, ચેન સનેચરો ધુમ સ્ટાઇલમાં બાઈક હંકારી ઘટના સ્થળેથી નાસી છૂટ્યા, જોકે ચેન સનેચરો નિષ્ફળ રહ્યા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા,આ મામલે બીલીમોરા પોલીસમાં હજુ સુધી ફરિયાદ દાખલ થઈ નથી..