જીવનની નિર્દોષતા મહેનત મજુરી અને બચપણને ખર્ચી નાખવામાં વિતાવવા મજબૂર બની જતા હોય છે. એવી જ કંઈક કહાની છે નવસારીના વિરાવળ ગામ નજીક રસ્તા પર કરતબ કરી રહેલા માતા પુત્રની.
માતા પોતાના દીકરાને ભણાવી ગણાવીને સારા વ્યક્તિ બનાવવા માટે તનતોડ મહેનત કરતી હોય છે પરંતુ કેટલીક વાર બાળકમાં રહેલા કૌશલ્યને પણ ખીલવવા અને તેના સહારે જીવન ગુજરાન ચલાવવા મજબૂર બનતી મા ની મજબૂરી પણ કંઈક અલગ હોય છે.
વિરાવળ ગામના મુખ્ય માર્ગ પર સમગ્ર નવસારી શહેરના ગણેશ ભક્તો આનંદ પ્રમોદ કરી ઢોલ નગારાના તાલે ગણેશ વિસર્જનમાં જોડાયા છે ત્યારે આ માતા પુત્ર કર્તાબો કરીને પેટનો ફાળો પુરવા માટે બે આના કમાવવા માટે રસ્તા પર જમાવડો નાખીને બેઠા છે.
નાનો બાળક વાંસના માચડા પર હાથમાં વાંસ લઈને બેલેન્સ કરી દોરી પર ચાલતો નજરે પડે છે. બાળક ક્યાંનો છે એની ખબર નથી પરંતુ તેનું નિર્દોષ બાળપણ નાજુક દોરી પર બેલેન્સ કરીને લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે આકર્ષિત કરવા માટે મજબૂર બન્યો છે. હાથમાં વાંસ રાખીને સીધો ચાલી જાય છે કેટલીક વાર રિવર્સમાં પણ ચાલીને જાય છે અને લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે આચમિત કરવા માટે અને આકર્ષિત કરવા માટે એક પગ ગોઠવણીએ મૂકીને એક પગ પર ઉભો રહેવા મજબૂર બને છે. આ છે બાળપણની મજબૂરી આ છે બાળપણ ખર્ચવા મજબૂર બાળકની નિર્દોષ કહાની.
આ એક એવી કળા છે કે જે બાળકમાં રહેલા કૌશલ્યને આધારે જીવન બદલી શકે..
વાંસના માચડા પર બનેલી અને બાંધેલી દોરી પર ચાલતો બાળક પોતાના શરીરનું અદભુત બેલેન્સ બતાવી પોતાનામાં રહેલા કૌશલ્યને ખીલવે છે.
શરીરનું બેલેન્સ કરવું અને દોરી પર ચાલવું એ ધ્યાનનું એક ભાગ છે.
નાનું બાળક જેની ઉંમરની ખબર નથી અને ક્યાંનો છે એની ખબર નથી પરંતુ એનામાં રહેલા કૌશલ્યોને સૌ કોઈ જોઈને અચંબામાં પડી જાય છે બાળક જે કરતા કરે છે એ કર્તવનું મહત્વ કેટલું છે એ ધ્યાન અને મેડીટેશન વિશે જાણતો હોય તે જ જાણી શકે. નાનો નિર્દોષ બાળક જે રીતે બેલેન્સ કરીને દોરી પર ચાલે છે એ ધ્યાન અને એકાગ્રતાનો એક સુભગ સમન્વય અને બાળકનું ઉજળું ભવિષ્ય ભાખતું કરતબ છે.
આવા બાળકો ને સહારો મળે તો સારા એથલેટ અથવા ખેલાડી બની શકે..
ભારત દેશની 140 કરોડની વસ્તીમાં વિવિધ ટેલેન્ટો છુપાયેલી છે પરંતુ મોકા ની શોધમાં હોય છે. દોરી પર ચાલવાનું કરતો બાળક પોતાનું ગુજરાન ચલાવવા માતા સાથે કર્તાબ કરવા મજબૂર છે ત્યારે આવા બાળકોને જો સહારો મળી જાય તો દેશનું નામ રોશન કરી શકે અને કોઈક સારી રમત ગમત અથવા તો કોઈ સારા એથલેટ તરીકે ઉભરીને આગળ આવી શકે..