Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»કાર્યવાહી ક્યારે ? નવસારીમાં ભેળસેળ વાળી દવા પકડાવા મુદે જવાબદારો પર કયા પક્ષના આશીર્વાદ, ગુજરાતથી ડિગ્રી વગર થાય છે દવાની હેરફેર !
નવસારી

કાર્યવાહી ક્યારે ? નવસારીમાં ભેળસેળ વાળી દવા પકડાવા મુદે જવાબદારો પર કયા પક્ષના આશીર્વાદ, ગુજરાતથી ડિગ્રી વગર થાય છે દવાની હેરફેર !

ભેળસેળ વાળી દવાની તપાસમાં સી.આઇ.ડી. ક્રાઈમની તપાસ નઝીરા માયાત, ઈસ્માઈલ મોલધરિયા અને ઇમરાન મોલધરિયાની પૂછપરછ, મોટા રેકેટની આશંકા
Atul RathodBy Atul RathodNovember 20, 2024No Comments3 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાનાં કાંગવાઇ ગામે એક મહિના પહેલા ડ્રગ વિભાગે રેડ કરી હતી અને એમાં આયુર્વેદના નામે એલોપેથી દવા પધરાવવાનું કથિત રેકેટ ઝડપી પાડ્યું હતું, અને મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ડ્રગ વિભાગએ સેમ્પલ લીધા છે અને મોટો જથ્થો જપ્ત કર્યા બાદ હવે સી. આઈડી સમગ્ર ઘટનાક્રમમાં તપાસમાં જોડાઈ છે. એમાં પણ આરોપીઓ દ્વારા આયુર્વેદનાં નામે નકલી દવાઓ વેચાણનું રેકેટ ચલાવી રહ્યા છે.

જે મુદ્દે તપાસ કરવામાં આવી છે. ડ્રગ વિભાગે તપાસ કર્યા બાદ સમગ્ર ઘટનાક્રમમાં તલસ્પર્શી તપાસની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સીઆઈડી ક્રાઈમનાં ઉચ્ચ અધિકારીઓએ કાંગવઈ ગામની મુલાકાત લીધી છે સાથે ચીખલી પોલીસ પણ સમગ્ર તપાસમાં જોડાઈ છે. સ્થાનિક દવા બનાવતા સમૂહ દ્વારા ક્યારથી દવા બનાવવામાં આવી રહી છે અને ક્યાં ક્યાં નિકાસ કરવામાં આવે છે, તે મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.

ખાસ કરીને એલોપેથી અને આયુર્વેદ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા છે અને આ ઇસમો દ્વારા મોટા પાયે ઘરગથ્થુ એલોપેથી દવાનો પાવડર બનાવીને અન્ય પદાર્થો મિક્સ કરી આયુર્વેદના નામે દવાઓ લોકોને પધરાવવામાં આવી રહી હોવાનું ગાંધીનગર ડ્રગ વિભાગને ધ્યાનમાં આવ્યું હતું. જેમાં વધુ તળિયા જાટક તપાસ માટે તપાસ એજન્સીઓ દ્વારા તપાસ આપવામાં આવી છે.

એક મહિના પહેલા સમગ્ર રેકેટ પકડાયું હતું અને સીઆઈડી ક્રાઈમ આ સમગ્ર ઘટનાક્રમમાં તપાસ કરી રહી છે. તેવા સમયે તપાસના ધમધમાટને લઈને કથિત ભેળસેળ વાળી દવા બનાવતા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે. દવા બનાવતા ઈસમોમાં ભાજપની ચીખલી તાલુકાની મહિલા અગ્રણી એવા નઝીરા માયાત પણ આ વેપાર સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે.

ઘરમાં જ પોતાના માણસો રોકી દવા બનાવતી હોવાનું અને ગુજરાત-મહારાષ્ટ્રમાં પોતે ક્લિનિકો ચલાવીને દવા ઓનલાઇન તેમજ ક્લિનિકોમાં વેચાણ કરતી હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર ઘટનાક્રમમાં સીઆઈડી ક્રાઈમ જોડાઈ છે ત્યારથી દવા બનાવતા ઈસમો શીત સમાધિ લઈ ચૂક્યા છે અને ગભરાટ ફેલાયો છે.

નઝીરા માયાતના ગુજરાત અને મહારાષ્ટ્રનાં કલીનિકો પર તપાસ કરવામાં આવે તો નકલી આંતરરાષ્ટ્રીય દવા વેચાણનું રેકેટ બહાર આવી શકે

કોઈપણ પ્રકારની ક્લિનિક ચલાવવા માટે ડિગ્રી અને રજીસ્ટ્રેશન જરૂરી છે સાથે દવાઓના વેચાણ માટે રજીસ્ટર માર્ક વાળી દવા પણ રજીસ્ટ્રેશન જરૂરી છે તેવા સમયે કાંગવાઇ ગામની ભાજપની મહિલા ગ્રહની ગણાતી નઝીરા માયાત કોઈપણ પ્રકારની ડોક્ટરની ડિગ્રી વિના ગુજરાત અને મહારાષ્ટ્રમાં ક્લિનિકો ચલાવીને કથિત ભેળસેળ વાળી દવા આપતી હોવાનું રચાય રહ્યું છે. મોટાભાઈ કુરિયર દ્વારા પણ લોકોને આ દવાઓ પહોંચાડવામાં આવે છે. ક્રિકેટની તપાસ માટે નજીરા માયાતની ઓફિસો પર તપાસ કરવામાં આવે તો મોટા રેકેટને ઝડપી પાડવામાં સફળતા મળી શકે તેમ છે.

વર્ષોથી લાયસન્સ વગર નઝીરા માયાત ઘરમાં ગામના લોકોને મજૂરીએ રાખી દવા બનાવવાનું રેકેટ ચલાવે છે, ડ્રગ વિભાગ અને રાજકારણીઓના આશીર્વાદ ???

કોઈપણ ગેરકાયદેસર ધંધાને રક્ષણ માટે રાજકીય વર્ગની જરૂર પડતી હોય છે. તેવા સમયે ચીખલીનાં મહિલા અગ્રણી દ્વારા રાજકીય વર્ગનો ઉપયોગ કરીને પોતાના ઘરમાં જ કથિત ભેળસેળ વાળી દવા બનાવી મોટા પાયે ઓનલાઇન વેચાણ કરવામાં આવે છે સાથે ક્લિનિકોમાં પણ લોકોને આપવામાં આવે છે. સમગ્ર ઘટનાક્રમની તપાસમાં રિઝલ્ટની બહાર લાવવા માટે તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો મોટી આર્થિક લેવડદેવડ અને વેચાણના રેકેટને પકડી શકાય અને આયુર્વેદને બદનામ થતું બચાવી શકાય તેમ છે.

કથિત ભેળસેળ વાળી દવાના રેકેટમાં ડ્રગ વિભાગે ઇમરાન મોલધારિયા સામે એલોપેથીક દવાનો ગેરકાયદે જથ્થો રાખવાનો ગુનો નોંધ્યો નથી કારણ શું ???

એક મહિના પહેલા કેટલી તાલુકાનાં કાંગવઈ ગામે ગાંધીનગર, સુરત, નવસારી અને વલસાડની ડ્રગ વિભાગની ટીમોએ કાંગવઈ ગામે ઓપરેશન હાથ ધર્યું હતું. એમાં ઇમરાન મોલધારિયાના ઘરેથી મોટા પ્રમાણમાં એલોપેથી દવાનો જથ્થો મળી આવ્યો હતો. ગેરકાયદેસર રીતે એલોપેથી દવાનો જથ્થો મળ્યો હોવા છતાં હજુ પણ ડ્રગ વિભાગે એમના પર કાયદેસરની કાર્યવાહી કરી નથી ત્યારે ડ્રગ વિભાગની મુરાદો સામે સવાલો ઊભા થઈ રહ્યા છે કે એક મહિના જેટલો સમય વીતી જવા છતાં કેમ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી??

નઝીરા માંયાતના દવાના ગેરકાયદે વેપાર અને કાળી કમાણી મુદ્દે વધુ ખુલાસા આવતા અંકે.

gandhinagar Kangvai Navsari NAVSARI CITY navsari drug vibhag Surat valsad
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,689 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.