ડીજીપીના આદેશ અનુસાર 100 કલાકની અંદર લુખ્ખા તત્વો અને શંકાસ્પદ લોકોની ઓળખ કરવા માટે નવસારી પોલીસ દ્વારા રવિવારે વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું. શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને શંકાસ્પદ તત્વોની તપાસ કરવામાં આવી. હિસ્ટ્રીશીટરો અને ભૂતકાળમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા લોકોના ઘરોમાં સુચિત તપાસ કરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક, એલસીબી પીઆઇ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા. પોલીસ ટુકડી દ્વારા એક મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે લોકો સાથેની સંવાદીતાથી માહિતીઓ એકત્ર કરાઇ અને શંકાસ્પદ વિસ્તારોમાં ચુસ્ત તપાસ હાથ ધરવામાં આવી.
આ ઓપરેશનનો મુખ્ય હેતુ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવો અને જાહેર જનતામાં ભયમુક્ત વાતાવરણ બનાવવાનો છે. નવસારી પોલીસ દ્વારા ગુનાહિત તત્વોને નિયંત્રણમાં લેવાના પ્રયત્નોને કારણે પ્રજામાં સુરક્ષાની ભાવના જાગી છે. આવી તીવ્ર કામગીરીના પરિણામે શહેરમાં શાંતિ જાળવવા માટે મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે.