ગુજરાત કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાનના ભાગરૂપે મહત્વપૂર્ણ પગલું ભરતાં રાજ્યના જિલ્લા અને મહાનગર પ્રમુખોની નવી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કેટલાક પૂર્વ પ્રમુખોને ફરીથી જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.
અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે સોનલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. તેમને અનેક પૂર્વ ધારાસભ્યો તથા પૂર્વ સાંસદોના સહયોગ સાથે શહેર સંગઠનની સુકાન સોંપવામાં આવી છે. આ જાહેરાત બાદ પાર્ટી કાર્યકર્તાઓમાં નવી ઉર્જા જોવા મળી રહી છે.
ગુજરાત કોંગ્રેસે આ નિયુક્તિઓને સંગઠન મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું ગણાવ્યું છે. આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી સંગઠનાત્મક માળખું મજબૂત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવસારી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે શૈલેષ પટેલને રિપીટ કરાયા છે.