નવસારી શહેરના ઈટાળવા ગામે આવેલા તળાવ બ્યુટીફિકેશનમાં કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ બ્યુટીફિકેશન માટે અમદાવાદની એજન્સીને આપવામાં આવ્યો છે. હજુ કામ પૂર્ણ થયું નથી ત્યાં જ બનાવવામાં આવેલી દિવાલમાં મોટી તડ પડી ગઈ છે. જે બાંધકામ કરતી એજન્સીની કામગીરી સામે સવાલો ઊભા કરી રહ્યા છે.
ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાતો થાય છે અને શહેર અને વિકાસના માર્ગે લઈ જવાની વાતો ચાલતી હોય છે. પરંતુ બાંધકામ વિભાગમાં જે લાલાવાડી ચાલે છે. તેનો જીવતો જાગતો નમૂનો ઈટાળવા તળાવમાં જોવા મળી રહ્યો છે મોટી તને સાંધવા માટે એજન્સીના લોકો કામે લાગ્યા છે હજુ પાલિકાના એન્જિનિયરો અને ચીફ ઓફિસરને સમગ્ર વાતનું ઈલમ શુદ્ધ નથી જનતા જનાર્દન ન્યુઝ પેપર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ત્યારે ચીફ ઓફિસરે કહ્યું હતું કે હું તપાસ કરાવી લઉં છું. મને ધ્યાનમાં નથી આવા પ્રકારની વાતો દરેક વખતે કરવામાં આવે છે. ત્યારે ઇટાવા તળાવમાં કામ કરતી એજન્સીને છ મહિના માટે પાલિકાના સત્તા દિવસોએ કામગીરી માટે છ મહિનાની મુદત વધારી આપવામાં આવી છે.
તળ પડવાની ઘટના મુદ્દે એજન્સી સામે પગલાં લેવાશે કે કેમ તે મુદ્દે નવસારી શહેરના એક જાગૃત નાગરિક દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે અને પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જોવાનોએ રહ્યું કે પાલિકાના સત્તા દિવસોને વહીવટદારો એજન્સીને સાચવી લે છે કે પછી પડેલા ભ્રષ્ટાચાર ના તડને અંજામ સુધી પહોંચાડે છે???
હમણાં જ નવસારી નગરપાલિકાએ ટેન્ડરની મુદત છ મહિના લંબાવવી આપી પરંતુ કારણ ન આપ્યું
નવસારી નગરપાલિકા દ્વારા ઇટાડવા ખાતે આવેલા તળાવના બ્યુટીફિકેશન માટે નું ટેન્ડર બહાર પાડ્યું હતું કોઈ ભરનાર નહોતું અને છેલ્લે અમદાવાદની એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું છે પરંતુ કામ સમય મર્યાદામાં પૂર્ણ થતા 6 મહિના માટે ટેન્ડરની મુદત લંબાવી દેવામાં આવી છે હાલ કામ તો ચાલી રહ્યું છે પરંતુ મુદત વધારી આપવા માટે યોગ્ય કારણ આપવામાં આવ્યું નથી અને સાથે કામના સ્થળે જે લાલિયાવાડી ચાલે છે એ મુલાકાત લે એને ખબર પડે..
નવસારી નગરપાલિકામાં એન્જિનિયરોનો દુકાળ પાલિકાના સત્તાધિશો ને કામની સાઈટ પર ચકાસણી કરવાનો સમય નથી
નવસારી નગરપાલિકા વિસ્તારમાં 500 કરોડથી વધુના કામો ચાલી રહ્યા છે એમાં મોટાભાગના ચૂંટાયેલા અને વહીવટદારો ને ચાલી રહેલા કામોની મુલાકાત લેવાનો સમય નથી જેને લઈને ઇટાવા બ્યુટીફિકેશનમાં મોટો તડ પડ્યો છે જે ભ્રષ્ટાચાર નો તડ માની શકાય. શહેરના હિતમાં શહેરીજનોને સારું પહેલવા માટેનું સુંદર તળાવ મળી શકે બોટિંગ કરી શકાય તેવી વ્યવસ્થા મળી શકે તેવા અસઈથી પ્રોજેક્ટ તો મૂકવામાં આવ્યો છે કામ પણ ચાલી રહ્યું છે પરંતુ મજબૂત બાંધકામ થાય અને નકશા પ્રમાણેનું બાંધકામ થાય તેની લેવામાં પાલિકાના સત્તા દિવસદારો ન માનતા હોવાનું પ્રતિત થાય છે. માત્ર પ્રોજેક્ટ મંજૂર કરવા માટે દોડધામ કરતા સત્તાધીશો શોધવા જડતા નથી અથવા તો કામના સ્થળે રોજબરોજની ચકાસણી કરવાનું હોય છે એ પણ કરવામાં એન્જિનિયરો પણ નપાણીયા સાબિત થયા છે.
અમદાવાદની એજન્સી દ્વારા ઈટાળવા તળાવના બાંધકામ સ્થળે કોઈપણ પ્રકારના બોર્ડ કે માહિતી મૂકવામાં આવી નથી.
અમદાવાદની એજન્સીને કરોડો રૂપિયાનું બ્યુટીફિકેશન માટેનું કામ આપવામાં આવ્યું છે કેનલો બનાવતી કંપનીને તળાવનું બ્યુટીફિકેશનનું કામ આપવામાં આવ્યું છે પરંતુ મોટો તડ પડ્યો છે અને એ ત્રણ ભ્રષ્ટાચાર નો તળ ગણી શકાય કે કેમ એને સુધારવા માટે અને પોતાની છબી સુધારવા માટે એજન્સી દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કામના સ્થળે રેગ્યુલરાઈઝ બાંધકામ અને કામના પ્રોજેક્ટ ની માહિતી મૂકવાની હોય છે પરંતુ એ પણ કામના સ્થળે એજન્સી દ્વારા મૂકવામાં આવી નથી જે બાબતે પાલિકા દ્વારા ગંભીરતાથી નોંધ લેવાવી જોઈએ અને ચોકસાઈ પૂર્વક કામ થાય તેની રાખવાની જરૂર છે પરંતુ રાજકીય ઈચ્છા શક્તિ અને વહીવટદારોની ગાંધીછાપ નોટો નીચે દબાયેલા વિચારો શહેરને નુકસાન કરી શકે તેમ છે.
નવસારી શહેર અને જિલ્લામાં કામ કરતી મોટાભાગની અમદાવાદની એજન્સીઓ મનમાંની પૂર્વક કામ કરવામાં મસગુલ…
નવસારી જિલ્લામાં મોટાભાગની એજન્સીઓ અમદાવાદ ગાંધીનગર અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારની હોય છે પોતાની ઉંચી લાગવગ અને ઓળખાણ ના કારણે નવસારીના શહેરીજનો અથવા રાજકીય નેતાઓ અને વહીવટદારોને ગણકારતા સુધા નથી. નવસારી શહેરના ઇટાવા ડ્યુટીફિકેશન માટે ચાલી રહેલા કામકાજમાં પણ અમદાવાદની એજન્સી દ્વારા કામ રાખવામાં આવ્યું છે પરંતુ જે તડ પડી છે એ બાબતે નવસારી નગરપાલિકાના હોદ્દેદારોને સત્તા દેશોએ આજ સુધી નોંધ લીધી નથી માત્ર જાગૃત નાગરિકો સમગ્ર ઘટનાક્રમની નોંધ લઇ રહ્યા છે. તેવા સમયે તળ પડી ગયેલા અને કામની ખરાઈ કરવા સ્થળ પર ન પહોંચેલા સત્તા દિવસો પર પણ આંકડા પગલાં લેવા જોઈએ તેવી માંગ સ્થાનિક એક્ટિવિસ્ટો દ્વારા કરવામાં આવી છે.
ઇટાવા તળાવના બ્યુટીફિકેશનમાં પડેલી તડ પાલિકાના વહીવટદારો અને સત્તાધીસોના ગાલે તમાચા સમાન ..
ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે મત મોટા કામો અને પ્રોજેક્ટ તો મંજૂર કરી રહી છે જેમાં નવસારી નગરપાલિકાને મોટા મોટા પ્રોજેક્ટ ભેટ અને બક્ષી સમાન મળ્યા છે પરંતુ નવસારી નગરપાલિકા દ્વારા બ્યુટીફિકેશન માટે આપવામાં આવેલા ઈટાવા તળાવમાં મોટો તળ પડ્યો છે જે કામની અનિયમિતતા સામે આંગળી ચીંધે છે. તડ પડવા મુદ્દે કોઈપણ પ્રકારની નોંધ પાલિકાના બની બેઠેલા વહીવટદારોને સત્તા દેશો દ્વારા નોંધ લેવામાં આવી નથી. વિકાસની વાતો કરતાં નેતાઓ માટે તળાવમાં પડેલી તડ ગાલ પર લપડાક સમાન છે.
જનતા જનાર્દન વિકલી ન્યુઝ પેપર પાસે ઇટાવા તળાવમાં થયેલા બાંધકામમાં તડના ફોટાને વિડીયોમાં છે સમગ્ર ઘટનાક્રમ મુદ્દે ચીફ ઓફિસર જગતસિંહ વસાવા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તળ બાબતે મને ખબર નથી હું તપાસ કરાવી લઉં છું. રાજકીય જવાબ તો આપ્યો છે પરંતુ પગલાં લેવાશે કે કેમ? એજન્સી સામે કાર્યવાહી કરાશે કે કેમ?? એ સવાલો ઊભા થયા છે.