યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ખેલો ઇન્ડીયા યુથ ગેમ્સ 2025 રાજગીર, બિહાર ખાતે યોજાનાર છે.
જેમાં ઇન્ડીયન વેઇટલીફટીંગ ફેડરેશન ના એકઝીકયુટીવ કમિટીના મેમ્બર, નેશનલ રેફરી, ગુજરાત સ્ટેટ વેઇટલિફ્ટિંગ એસોસિએશનના સેક્રેટરી અને નારણ લાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ,નવસારી ખાતે શારિરીક શિક્ષણ ના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવતા ડૉ. મયુર પટેલને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ માટે ટેકનિકલ ઓફિશ્યલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ અનેરી વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરવા બાદલ ચેરમેન શ્રી મહેશ કંસારા, કેમ્પસ ડાયરેક્ટર ડો. વી. ડી. નાયક, કો. ઓડીનેટર ખ્યાતીબેન કંસારા, આચાર્ય ડૉ. ચિરાગીબેન દેસાઈ, ડૉ. સુનીલભાઈ નાયક, ગુજરાત સ્ટેટ વેઇટલીફટીંગ એસોસિએશન ના પ્રમુખ રાજેન્દ્ર સેલાર, ડૉ. રૂસ્તમ સદરી તેમજ તમામ પદાધિકારીઓએ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.