આંતલિયા જીઆઇડીસી ખાતે સ્થિત સી-ટેલ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કરંટ લાગવાની ઘટના બની હતી, જેમાં એક યુવકનો કરુણ અંત આવ્યો. ગણદેવીના માંકલા ફળિયામાં રહેતા જીગ્નેશ કલ્યાણભાઈ હળપતિ, જે આ કંપનીમાં કામ કરતા હતા, મશીનમાં દાણા નાખવાની પ્રક્રિયા દરમ્યાન અચાનક કરંટ લાગવાથી મશીન સાથે ચોંટી ગયા હતા.
ઘટનાની સંપૂર્ણ વિગતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કરંટ લાગવાથી બનેલા આ અકસ્માતને લઈ બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પરિવારજનોએ આ દુખદ ઘટનાથી શોક વ્યકત કર્યો છે અને કંપનીની સુરક્ષા વ્યવસ્થાઓ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. આ ઘટનાને પગલે કામદારોમાં પણ ભયનું વાતાવરણ સર્જાયું છે.
પોલીસ વધુ તપાસ કરી રહી છે અને કંપનીના સુરક્ષા ઉપાયો વિશે સવાલો ઊભા કરી રહી છે.