Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»કચરામાંથી કંચન બનાવતી નવસારી નગરપાલિકા, ગણેશ ઉત્સવના 10 દિવસ દરમિયાન 16 ટન પુજાપો એકત્રિત કરી આ રીતે બનાવ્યું ખાતર, જુઓ Video
નવસારી

કચરામાંથી કંચન બનાવતી નવસારી નગરપાલિકા, ગણેશ ઉત્સવના 10 દિવસ દરમિયાન 16 ટન પુજાપો એકત્રિત કરી આ રીતે બનાવ્યું ખાતર, જુઓ Video

OWC મશીન એટલે કે ઓર્ગાનિક વેસ્ટ કન્વર્ટર મશીનમાં પુજાપા નાખી 24 કલાકમાં બની જાય છે ખાતર. નવસારી જિલ્લા તંત્રની સરાહનિય પહેલ ભગવાનની શ્રધ્ધા અને આસ્થા સાથે પર્યાવરણની જાળવણીનો પણ સંકલ્પ. આનંદ ચૌદસના દિને વિરાવળ, પુર્ણા નદી કિનારે, દાંડી ખાતેથી પણ અલગથી પુજાપાના કલેક્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. 
Atul RathodBy Atul RathodSeptember 20, 2024No Comments5 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Ganesh festival 16 tonnes of Pujapo collected and composted
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

‘વારે તહેવારે તમામના ઘરે ફુલહારનો ઉપયોગ થાય જ છે આ ફુલહારનો ઉપયોગ ખાતર બનાવવામાં થાય તો આપણા શહેરને સ્વચ્છ રાખી શકીએ છે. નવસારી પ્રસાશન દ્વારા આ સારી પહેલ કરવામાં આવી છે.- દુધિયા તળાવ વિસ્તારના શ્રી મહાલક્ષ્મી ગણેશ મંડળના એક જાગૃત નાગરિક શ્રી વિક્રમસિંહ પટેલ

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવના 09 દિવસમાં 07 ટન અને આનંદ ચૌદસના દિને લગભગ 08 ટન કચરો આમ 10 દિવસમાં કુલ 16 ટન જેટલા પુજાપો એકત્રીત કરી ખાતર બનાવવામાં આવ્યો હોવાની માહિતી નવસારી નગરપાલિકાના ચિફ ઓફિસર જે.યુ.વસાવાએ આપી.

ભારત વર્ષમાં ગણેશમહોત્સવને ખુબ ધુમધામથી મનાવવામાં આવે છે. પરંતું ક્યારેક ભક્તિના અને ઉત્સવોના માહોલમાં આપણાથી જાણ્યે અજાણ્યે પર્યાવરણને નુકશાન થતુ હોય છે. ગણેશ ઉત્સવમાં ગણપતિને સવાર સાંજ દિવા આરતીની સાથે સાથે ફુલહાર દરોઇ ચઢાવવામાં આવતી હોય છે. જે ભગવાન ઉપરથી ઉતારી લીધા બાદ કચરામાં નાખવા અને પાણીમાં વહેવડાવવામાં આવે છે. જે એક રીતે કચરો જ બની જાય છે. પરંતું કચરાનો યોગ્ય નિકાલ કરવાથી આ જ કચરામાંથી સોના રૂપ ખાતર બનાવી શકાય છે.

આજ બાબતને નવસારી જિલ્લા તંત્રએ બખુબી ઓળખી લઇ આ સમસ્યાનું નિવારણ શોધી કાઢ્યું છે. નવસારી જલાલપોર નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન સવાર સાંજ નિકળતા પુજાપાના કચરાના યોગ્ય નિકાલની સુદ્રઢ વ્યવસ્થા છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવી રહી છે. જેના થકી શહેરને કચરાથી મુક્ત કરવાની સાથે સાથે ભક્તોની લાગણીઓને પણ ઠેસ નથી પહોચતી. અને કચરાનો ઉપયોગ ખાતર બનાવવા થવાથી એ ખાતર નગરપાલીકાના બાગબગીચામાં નાખવાથી ફુલ છોડને પણ ફાયદો પહોચે છે.

સમગ્ર નવસારી નગરપાલિકામાં અંદાજીત 900 ગણેશમંડળો છે. જ્યા નાની મોટી ગણેશમુર્તીની સ્થાપના કરવામાં આવી હતી. એક દિવસમાં અંદાજીત 01 ટન ફુલહાર અને અન્ય સજાવટનો કચરો સ્વચ્છતા વાન દ્વારા એકઠ્ઠો કરવામાં આવતો હતો. આ કામગીરી માટે કુલ-03 સ્વચ્છતા વાન અને અંદાજિત 46 સફાઇ કર્મચારીઓ નિમવામાં આવ્યા હતા. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા હેલ્પલાઇન નંબરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેના ઉપર કોલ કરવાથી સ્વચ્છતા વાન જે-તે સ્થળે કચરો એકઠ્ઠો કરવા પહોચતા હતા.

હેલ્પ લાઇન નંબરના કારણે તથા રોટરી ક્લબ, રોબીન હુડ આર્મી જેવા NGO તથા જાગૃત ગણેશભક્તોના કારણે આસપાસના ગામના લોકોને આ કામગીરી અંગે જાણકારી મળતા ગામના નાગરિકો પણ પુજાપો આપી જતા હતા. સવાર સાંજ નિયમિત રીતે એકઠ્ઠા થતા આ કચરાને નગરપાલિકાના શાકભાજી માર્કેટ સેન્ટર ખાતે લાવવામાં આવતો હતો. સ્વચ્છતા કર્મચારીઓ દ્વારા ફુલહારના કચરામાંથી પ્લાસ્ટીક સહિત અન્ય અનઓર્ગેનિક કચરાને અલગ કરવામાં આવતો. આ સેન્ટર ખાતે ઉપલબ્ધ OWC મશીન એટલે કે ઓર્ગાનિક વેસ્ટ કન્વર્ટર મશીનમાં કચરાને નાખી અન્ય પ્રોસેસીંગ લીક્વીડ જેવા પદાર્થોને મિક્ષ કરી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે. દરેક ખેડૂત જાણે છે કે, ખાતર એટલે ખરું સોનું. આ સોના રૂપી ખાતરને જરૂરિયાત મંદ ખેડૂતોને વિના મુલ્યે વિતરણ અથવા નગરપાલિકાના બાગ બગીચામાં ઉપયોગ કરવામાં આવે છે. જેના થકી ફુલ છોડને પણ અનેક ફાયદો થાય છે.

અત્રે નોંધનિય છે કે, નવસારી નગરપાલિકા દ્વારા છેલ્લા 3 વર્ષથી OWC મશીન ઉપલભ્ધ છે. જેના થકી કચરાને ખાતર બનાવવાનું કામ દૈનિક ધોરણે કરવામાં આવે છે. આ મશીનો દ્વારા લીલા અને સુકા કચરાને અલગ અલગ પ્રોસેસ કરવામાં આવે છે. મશીનમાંથી નિકળતા ખાતરને એક-બે કિલોના પેકેટ બનાવી વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. મશીનમાં ૨૪ કલાકમાં ખાતર બનીને તૈયાર થઇ જાય છે. મશીનમાં એક સાથે અંદાજીત દોઢ ટન કચરો એક સાથે નાખી શકાય છે.

આ અંગે વિગતવાર જાણકારી આપતા નવસારી નગરપાલિકાના ચિફ ઓફિસરશ્રી જે.યુ.વસાવા એ જણાવ્યું હતું કે,નાગરિકોમાં કચરાના સાઇન્ટીફિક નિકાલ અંગે જાગૃતતા વધે તે માટે ગણેશ ઉત્સવપુર્વે જ ભક્તો સાથે બેઠક કરી આ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા દૈનિક રીતે એકઠ્ઠા કરવામાં આવતા કચરામાં 09 દિવસમાં અંદાજિત 07 ટન પુજાપો એકત્રીત કરવામાં આવ્યો હતો. તથા આનંદ ચૌદસના દિને વિરાવલ, પુર્ણા નદિ કિનારે, દાંડી ખાતેથી પણ અલગથી પુજાપાના કલેક્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં આનંદ ચૌદસના દિને લગભગ 08 ટન કચરો એકત્રીત કરવામાં આવ્યો છે. આમ અત્યાર સુધી આ ઝુંબેશ હેઠળ કુલ-16 ટન જેટલા પુજાપો એકત્રીત કરી ખાતર બનાવવાની પ્રોસેસમા મુકવામાં આવ્યો છે. નાગરિકોને હોમકોમ્પોસ્ટીંગ અંગે જાણકારી મળે તથા સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય તે બાબત ધ્યાને લઇ આ પહેલ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત નગરપાલિકાના વાઇપેય ગાર્ડન ખાતે કોમ્પોસ્ટ પીટની સુવિધા ઉપલબ્ધ છે જ્યા પરંપરાગર રીતે ઓર્ગેનિક કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે.

ગણેશઉત્સવના 10 દિવસ દરમિયાન નગરપાલિકાની આ સુવિધાનો લાભ લેનાર નવસારી નગરપાલિકાના દુધિયા તળાવ વિસ્તારના શ્રી મહાલક્ષ્મી ગણેશ મંડળના એક જાગૃત નાગરિક શ્રી વિક્રમસિંહ પટેલ આ કામગીરીની સરાહના કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન પુજાપાને ભેગા કરી ખાતર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે પુજાપો કોઇના પગ નીચે ના આવે અને ખાતર બનાવવામાં ઉપયોગમાં આવે જે ખુબ સારી બાબત છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વારે તહેવારે તમામના ઘરે ફુલહારનો ઉપયોગ થાય જ છે આ ફુલહારનો ઉપયોગ ખાતર બનાવવામાં થાય તો આપણા શહેરને સ્વચ્છ રાખી શકીએ છે. નવસારી પ્રસાશન દ્વારા આ સારી પહેલ કરવામાં આવી છે જેને તમામ નગરપાલિકાઓએ અપનાવવી જોઇએ.

તહેવારોમાં ઉપયોગમાં આવતા ફુલહાર અને પુજાપાને લોકો ભારે આસ્થા સાથે ભગવાનને ચઢાવતા હોય છે. પરંતું આસ્થાનુ પ્રતિક એવા આ જ માલસામાન તહેવાર પુરો થતા ફક્ત એક કચરાનું સ્વરૂપ લેતા હોય છે. જે ઘણી વાર ભાક્તોની લાગણીને દુભાવતા દ્રશ્યો જોવા મળતા હોય છે. આ કચરામાંથી પ્લાસ્ટીક રૂપી દુર્ગુણને હટાવી ફુલહાર જેવા સદગુણને ખાતર બનાવવા ઉપયોગ કરવામાં આવે તો આ જ કચરો ઓર્ગેનિક ખાતર રૂપી સોનાનું સ્વરૂપ ધારણ કરી ધરતીને લીલીછમ બનાવવામાં ઉપયોગી થઇ પડે છે. આમ ભગવાનની આસ્થાનું સ્વરૂપ સમાન પુજાપાનો ઉપયોગ આપણી ઇચ્છાશક્તિ અને થોડી ઘણી સમજદારીથી કચરાને પણ કંચન બનાવી દે છે. આ કામગીરીની પહેલ કરનાર નવસારી જિલ્લા તંત્ર, નગરપાલિકા તંત્ર, સફાઇ કર્મચારીઓ, સેવાભાવી એનજીઓ તથા જાગૃત ગણેશભક્તો પ્રશંસાને પાત્ર છે.

(ઇનપુટ – માહિતી વિભાગ નવસારી)

Ganesh Pooja Ganesh Utsav Ganesh visarjan Navsari Navsari Vijalpore municipality
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,688 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.