ગ્લોબલ વોર્મિંગ એક ખેડૂતો માટે શત્રુત સમાન બની ગઈ છે અનિચ્છનીય વાતાવરણીય ફેરફારોના કારણે ખેડૂતો ખોટનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે. મોંઘા બિયારણો અને મોંઘા કેમિકલ વાપરવા છતાં ઉત્પાદન ઓછું ઉતરવું ખેડૂતો માટે ખોટનો સોદો બની ગયો છે. અનિયમિત હવામાન પર સંશોધન માટે કેન્દ્ર સરકારે નવી પહેલ શરૂ કરી છે.
મિશન મોસમ ખેડૂતો માટે ફાયદાનો શોધો સાબિત થશે…
કેન્દ્ર સરકાર ના વિવિધ વિભાગો દ્વારા કલાયમેટ ચેન્જની અસરોને ઘટાડવા માટે કેન્દ્રીય કેબિનેટ દ્વારા 2000 કરોડ ફાળવવામાં આવ્યા છે અને” મિશન મોસમ” નામથી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે જેમાં 2026 સુધી વિવિધ વૈજ્ઞાનિકો અનિયમિત હવામાન પર નિયંત્રણ મેળવવા માટે કામ કરશે.
કેવી રીતે કામ કરશે મિશન મોસમ??
મિશન મોસમ ખેડૂતો માટે આવકારદાયક પ્રોજેક્ટ બની રહેવાનો છે 2026 સુધીના પહેલા તબક્કામાં હવામાન ઓબ્ઝર્વેશન માટે નેટવર્ક વિસ્તારોમાં આવશે જેમાં 70 રડાર અને ઉચ્ચ ક્ષમતા ધરાવતા કોમ્પ્યુટર તેમજ 10 વિન્ડ પ્રોફાઈલર્સ અને 10 રેડિયો મીટરસનો ઉપયોગ કરાશે જેનાથી સંશોધન શરૂ કરશે.
મિશન મૌસમ થી જરૂર પડયે વરસાદ વરસાવી શકાશે અને ગરાને વધારવા કે ઘટાડવા પર નિયંત્રણ લાવી શકાશે.
ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાના કારણે અનિચ્છનીય વાતાવરણ માં ફેરફારો થાય છે જેમાં કુળદેવી સ્થિતિ પણ નિર્માણ થાય છે વધુ પડતા વરસાદના કારણે ખેડૂતોને મોટાભાઈ નુકસાન થાય છે નદીઓમાં ઘોડા પુની સ્થિતિ આવે છે તેવા સમયે ક્લાઉડ સીડીંગ દ્વારા વરસાદ વધારવો કે ઘટાડવો જેવા સંસદનો પર કામ કરવામાં આવી રહ્યું છે વાદળ ફાટવાની ઘટનાઓ પર ધ્યાન રખાશે અને અંકુશિત પણ કરી શકાશે.
પુના ખાતે કલાઉડ ચેમ્બર બનાવીને વાદળો પર કરાશે સંશોધન..
દેશમાં કેટલાક વિસ્તારોમાં અતિશય વરસાદ અને કેટલાક વિસ્તારમાં દુકાળ જેવી સ્થિતિ નિર્માણ થાય છે તેવા સમયે સમગ્ર દેશમાં એક સરખો વરસાદ થાય તેના માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ થી બચવા માટેનું આયોજન કેન્દ્ર સરકારે કર્યું છે ઉનાના આઈઆઈટીએમ ખાતે ક્લાઉડ ચેમ્બર બનાવીને તેમાં સંશોધનો કરવામાં આવશે.
ગાઢ ધુમ્મસ ની સમસ્યાનું નિવારણ શોધવા પણ મથામણ..
શિયાળા દરમિયાન મોટાપાયે ગાઢ ધુમ્મસ છવાઈ જતું હોય છે અને જેના કારણે ઝીરો વિઝિબિલિટી નો સામનો કરવો પડતો હોય છે અને ધુમ્મસના કારણે પાકને પણ મોટાપાયે નુકસાન થતું હોય છે જેને લઇને ખેડૂતોએ ખોટ સહન કરવી પડતી હોય છે ત્યારે પાકને બચાવવા અને ધુમ્મસના કારણે અકસ્માતો ને રોકવા માટેનો પણ પ્રયાસ થશે. ધુમ્મસ ની સમસ્યાના સંશોધનના કારણે ખેડૂતો અને વાહન ચાલકો માટે ફાયદા થશે.
દુનિયાના દેશો આપણાથી 25 વર્ષ ખેતી ટેકનોલોજી બાબતે આગળ છે ક્લાઉડ સિટિંગ નો ઉપયોગ કરતા થઈ ગયા છે.
અમેરિકા કેનેડા ચીન રશિયા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશો ઘણા સમયથી ખેતીમાં વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે અને તેઓ પ્રાઉડ ફીટીંગ નો ઉપયોગ કરીને દેશમાં અનાજનું નુકસાન રોકવા અને કરા પડવાના પ્રમાણને ઘટાડવા માટે કલાઉડ સીડીંગ પર કામ કર્યું છે અને ટેકનોલોજી નો લાભ પણ લઈ રહ્યા છે ખેડૂતોને ફાયદો કરાવી રહ્યા છે.
જરૂર પડ્યો વરસાદ પણ વરસાવી શકાશે.
ક્લાઉડ સીડીંગ નો ઉપયોગ અગાઉ ઉના ખાતે થઈ ચૂક્યો છે જેમાં વાદળ પર કેમિકલો છાંટીને વરસાદ વરસાવવા માટેના પ્રયોગો થઈ ચૂક્યા છે પરંતુ ખૂબ ખર્ચાળ છે મિશન મોસમ હેઠળ કૃત્રિમ વરસાદ વરસાવવામાં આવશે પૂરની સ્થિતિમાં વરસાદ કે કરા પડવાની સ્થિતિને રોકી શકાશે વીજળી અને ગાજવીજ સાથેના વરસાદને પણ રોકી શકાશે જેના માટે પાંચ વર્ષ સુધી વિવિધ પ્રકારના પ્રયાસો અને પ્રયોગો હાથ ધરવામાં આવશે. પૂર એ વાદળ ફાટવાની ઘટના ના કારણે થતું હોય છે જેને પણ અંકુશમાં લાવવા સંશોધન કરી પ્રયાસ કરાશે..
ક્લાઉડ સિડિંગ ખૂબ ખર્ચાળ પ્રોજેક્ટ..
દેશમાં ખેતી એ સૌથી વધુ રોજગારી આપતું માધ્યમ છે જેને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે 2000 કરોડના મિશનને કેબિનેટે મંજૂરી આપી છે જેમાં અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ એમ રવિ ચંદ્રને સમગ્ર પ્રોજેક્ટ ની માહિતી આપી છે અને વિવિધ તબક્કામાં કામગીરી કરાશે એવી માહિતીઓ પ્રસારિત કરી છે.
વરસાદની આગાહી બાબતે હવામાન વિભાગના સંશોધનો કામે લાગ્યા છે..
હવામાન વિભાગે પોતાની વિવિધ સંશોધન પ્રક્રિયાના અંતે વરસાદ કેટલો પડશે અને હવામાનમાં ભેજનું પ્રમાણ કેટલું રહેશે પવનની સ્થિતિ કેવી રહેશે એવા સંશોધનો કર્યા છે જેના માટેની એપ્લિકેશનો અસ્તિત્વમાં છે જેનાથી વરસાદ કેટલો થશે તેનો આંકલન કરી શકાય છે જેનાથી ખેડૂતો અને સામાન્ય જનતાને ઉપયોગી થઈ રહ્યું છે.
મિશન મોસમ ખેડૂતોને હવામાનની તમામ માહિતીઓની સાથે વરસાદ અને પવન તથા ભેજ ની માહિતીઓ પણ આપશે.
મિશન મોસમ એ ખેડૂતોને સધ્ધર બનાવવાની દિશામાં એક કેન્દ્ર સરકારનું મહત્વનું પગલું છે જેનાથી ખેડૂતો ખેતી માટે જરૂરી તાપમાન સમય અને વરસાદની સ્થિતિ જાણી શકશે. બાગાયતી પાકો કરતા ખેડૂતો માટે પણ હવામાન કેવું રહેશે અને કેટલીક વખત અતિવૃષ્ટિ સમયે વરસાદને રોકી શકશે જેનાથી ખેડૂતોને ફાયદાઓ થશે.