ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે અને હવે ચૂંટણીનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બની ગઈ છે. આવનાર 26 એપ્રિલ, 2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે, જેને લઈને રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે.
ચૂંટણી પ્રક્રિયા મુજબ સત્તાવાર નોટિસ 6 એપ્રિલ, 2026 (સોમવાર)ના રોજ જાહેર કરવામાં આવશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ (શનિવાર) રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 13 એપ્રિલ, 2026 (સોમવાર)ના રોજ હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ, 2026 (બુધવાર) નક્કી કરવામાં આવી છે.
મતદાન માટે 26 એપ્રિલ, 2026 (રવિવાર)નો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. આ દિવસે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જો જરૂર પડશે તો ફરી મતદાન 27 એપ્રિલ, 2026 (સોમવાર)ના રોજ યોજાશે.
મતગણતરી 28 એપ્રિલ, 2026 (મંગળવાર)ના રોજ હાથ ધરાશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલ, 2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે અને તમામ પક્ષો જીત માટે જોરદાર તૈયારીમાં લાગી ગયા છે.
