નવસારીમાં વિજયાદશમીનો પાવન તહેવાર ધર્મ તથા સત્યની જીતના પ્રતિકરૂપે ભવ્ય રીતે ઉજવાયો. નવસારી મહાનગરપાલિકા દ્વારા લુંસીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સાંજે ૭:૦૦ વાગ્યે યોજાયેલા આ ઐતિહાસિક રાવણ દહન પ્રસંગે શહેરવાસીઓ ઉત્સાહપૂર્વક જોડાયા.
આ અવસરે ધારાસભ્યશ્રી નવસારી, કમિશનરશ્રી, ડીડીઓ શ્રી તથા સમાજના આગેવાનોની આગવી ઉપસ્થિતિ રહી. અંદાજે ૪૦૦૦ જેટલા નાગરિકોએ ઉપસ્થિત રહી ધર્મના વિજયનું આ અનોખું દ્રશ્ય નિહાળ્યું.
રાવણ દહન બાદ ઝગમગતી આતશબાજીથી સમગ્ર આકાશ ઉજ્જવળ થઈ ઉઠ્યું. નવસારીના ઇતિહાસમાં સૌપ્રથમવાર આટલી ભવ્યતા સાથે યોજાયેલા આ કાર્યક્રમને શહેરજનોએ યાદગાર બનાવ્યો.
