Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»જનરલ નોલેજ»મહારાષ્ટ્ર અને ગોવા વચ્ચે બનશે ભારતનો પહેલો ધાર્મિક એકસપ્રેસ વે, જે ત્રણ શક્તિપીઠોના દર્શન કરાવશે…
જનરલ નોલેજ

મહારાષ્ટ્ર અને ગોવા વચ્ચે બનશે ભારતનો પહેલો ધાર્મિક એકસપ્રેસ વે, જે ત્રણ શક્તિપીઠોના દર્શન કરાવશે…

હાલ, ભારતમાં 100 થી વધુ એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યા છે અથવા બનાવવામાં આવ્યા છે, પરંતુ પહેલીવાર દેશમાં એક ધાર્મિક એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યો છે.
Atul RathodBy Atul RathodSeptember 20, 2024No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Indias first religious expressway will be built between Maharashtra and Goa
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નાગપુર થી ગોવા વચ્ચે બની રહેલા આ એક્સપ્રેસ વે પર મુસાફરી કરતી વખતે મુસાફરો 3 શક્તિપીઠોની પણ મુલાકાત લઈ શકશે. આજ કારણ છે કે સરકારે તેનું નામ શક્તિપીઠ એક્સપ્રેસ વે રાખ્યું છે. હાલ, નાગપુરથી ગોવા સુધી કોઈ સીધી કનેક્ટિવિટી નથી, પરંતુ વાયા મુંબઈ અને પુણે જેવા ભારે ટ્રાફિકવાળા શહેરો થઈ ગોવા જઈ શકાય છે, પરંતુ આ એક્સપ્રેસવે બન્યા બાદ નાગપુરથી ગોવાનું અંતર કાપવામાં જે 1,110 કિમી થાય છે તે 300 કિમી જેટલું ઘટીને 802 કિમી જેટલું જ થઈ જતાં હાલમાં જે 18-20 કલાકનો સમય લાગે છે તે માત્ર 8 કલાકમાં કવર થઈ જશે અને મુસાફરો તેમજ વાહન ચાલકોના સમય અને ઈંધણની બચત પણ થશે. તે મહારાષ્ટ્રના 12 જિલ્લાઓ અને ગોવાના એક જિલ્લામાંથી પસાર થશે.

નાગપુર-ગોવા એક્સપ્રેસ વે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) દ્વારા સંચાલિત અને જાળવવામાં આવશે. જમીન સંપાદનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું હોવાથી આ એક્સપ્રેસ વેનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થશે. આ એક્સપ્રેસ વેની મંજૂરી માર્ચ 2023માં જ મળી ગઈ હતી, પરંતુ જમીન સંપાદનના કારણે થોડો વિલંબ થયો હતો. આ 6 લેન રોડ 2028-29 સુધીમાં તૈયાર થઈ જશે. તેના નિર્માણ પાછળ લગભગ 83,600 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

શક્તિપીઠ એકસપ્રેસ વે નામ આપવા પાછળનું કારણ ?

નાગપુર છોડ્યા પછી, જે પ્રથમ સ્થાન આવે છે તે મહાલક્ષ્મી શક્તિપીઠ સ્કંદ પુરાણ અનુસાર 18 મહાશક્તિપીઠમાં સામેલ છે. આગળ જતાં ઉસ્માનાબાદ નજીક તુલજા ભવાની દેવીની શક્તિપીઠ આવે છે, જ્યાં ભગવતીના ડાબા શરીરનો એક ભાગ પડ્યો હતો. ત્રીજી અને છેલ્લી શક્તિપીઠ પત્રાદેવીની છે, કે આ માર્ગ ઉપર આવશે. ઉપરાંત, બાર જ્યોતિર્લિંગોમાંથી બે ઔંધા નાગનાથ અને પરલી વૈજનાથ જ્યોતિર્લિંગ તેમજ માહુરમાં રેણુકા દેવીને સમર્પિત મંદિરો, વિઠોબા મંદિર અને ઔદુમ્બર અને નરસોબાવાડી જેવા મહારાષ્ટ્રના ધાર્મિક સ્થળો પણ આ હાઈવે સાથે જોડાશે.

નાગપુર-ગોવા એક્સપ્રેસ વે મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના પવનારથી શરૂ થશે અને ઉત્તર ગોવા જિલ્લાના પત્રાદેવી ખાતે પૂર્ણ થશે. તેના માર્ગમાં નાગપુર, વર્ધા, યવતમાલ,, હિંગોલી, નાંદેડ, પરભણી, લાતુર, બીડ, ઉસ્માનાબાદ, સોલાપુર, સાંગલી, કોલ્હાપુર, સિંધુદુર્ગ અને પત્રાદેવી જેવા શહેરો આવશે. એકવાર કાર્યરત થઈ ગયા પછી, આ એક્સપ્રેસવે મધ્ય ભારતથી ગોવા સુધીનો સીધો માર્ગ બની જશે.

ક્રેડિટ –  રિતેશ મારફટીયા

Bhakti News Expressway Goa Maharashtra
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026

નવસારીમાં નવરાત્રીનો પ્રારંભ: આશાપુરી મંદિરે પ્રથમ નોરતે માઈ ભક્તોની ભારે ભીડ

September 22, 2025

ઘરે બેઠા કરો દર્શન…શ્રાવણ માસના પ્રથમ સોમવારે નવસારી, બીલીમોરાના ઐતિહાસિક સોમનાથ મંદિરે ભક્તોની ભીડ, જુઓ Video

July 28, 2025
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,351 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.