ગુજરાતમાં સૌથી વધુ આઇપીએસ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. ઘણા લાંબા સમયથી બદલીઓની અટકણો ના દોર શરૂ થયા હતા જેનો અંત આવ્યો છે સુરત રેન્જ એટલે કે દક્ષિણ ગુજરાતના પાંચેય જિલ્લા પોલીસવડાઓની બદલી કરવામાં આવી છે.
સુરત રૂરલ તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લા પોલીસવડાઓની આંતરિક રીતે બદલીઓ કરવામાં આવી છે જેમાં નવસારી જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવતા સુશીલ અગ્રવાલની વડોદરા ગ્રામ્ય પોલીસવડા તરીકે બદલી તથા તેમના સ્થાને તાપી જિલ્લા પોલીસવડા એવા રાહુલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. સુશીલ અગ્રવાલને પુલિંગ આઉટસેરેમની દ્વારા વિદાય આપવામાં આવી છે સાથે નવા નિયુક્ત થયેલા રાહુલ પટેલને ગાર્ડ ઓફ ઓનર આપી આવકારવામાં આવ્યા છે તેમણે વિધિવત રીતે ચાર્જ સંભાળી નવસારી જિલ્લા પોલીસ વડા તરીકેની કામગીરીની શરૂઆત કરી છે.
નવસારી જિલ્લા પોલીસ વડા તરીકે રાહુલ પટેલે ચાર્જ સંભાળ્યો છે. પૂર્વ જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની વડોદરા ખાતે બદલી થતાં તાપી જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવતા રાહુલ પટેલની નવસારી જિલ્લા પોલીસવડા તરીકે નિમણૂક કરવામાં આવી છે જેમણે વિધિવત રીતે આજે ચાર્જ સાંભળ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જિલ્લા પોલીસવડાઓની બદલીઓ કરવામાં આવી છે જેમાં નવસારી જિલ્લામાં પણ બદલી થતા પોલીસ બેડામાં ઘરખમ ફેરફારોની શક્યતાઓ વર્તાઈ રહી છે. તાપી જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવીને નવસારી આવેલા રાહુલ પટેલે કાયદો વ્યવસ્થા ની જવાબદારી નિભાવવા અને લોકોને સુરક્ષાનો અહેસાસ કરાવવા માટેની જવાબદારી નિભાવવા માટે કટિબંધ હોવાનું મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું છે.
વધી રહેલા સાયબર ક્રાઇમના ગુનાઓ પર ફોકસ રહેશે…
દેશભરમાં સાયબર ફ્રોડના ગુનાઓ દિવસે દિવસે વધી રહ્યા છે તેવા સમયે નવનિયુક્ત જિલ્લા પોલીસવડા રાહુલ પટેલે નવસારી જિલ્લામાંથી સાયબર ક્રાઇમના ગુનાઓને લાવવા માટે વિવિધ પગલાંઓ લેવામાં આવશે એવી બાંહેધરી આપી છે..
સુરક્ષા વ્યવસ્થા પ્રાયોરિટી રહેશે.
નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલે જિલ્લામાં કાયદો વ્યવસ્થાની જાળવણી તેમની જવાબદારી છે અને એને પ્રાયોરિટીના ધોરણે પાલન કરવા અને કરાવવા માટેની પણ વાત કરી છે ચાર્જ લેતાની સાથે તેમણે મીડિયા મિત્રો સાથે વાતચીત કરતા જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસી યોગ્ય કામગીરી કરશે જેનાથી લોકોને સુલેહ શાંતિનો અનુભવ થઈ શકે.
નવસારીની સાંકડી ગલીઓમાં ટ્રાફિક સમસ્યા પડકારરૂપ..
નવસારી શહેર જુનવાણું શહેર મનાય છે અને એમાં ખાસ કરીને સાંકડી ગલીઓમાં બજારો અને માર્કેટો આવેલા છે જેમાં ટ્રાફિક સિગ્નલ પણ લગાવવામાં આવ્યા છે નવા જિલ્લા પોલીસવડાએ નવસારી શહેરની ભૌગોલિક પરિસ્થિતિને સમજ્યા બાદ ટ્રાફિક વ્યવસ્થા નું પાલન કરવાની અને કરાવવાની દિશામાં અધિકારીઓ સાથે ચિંતન મનન શરૂ કર્યું છે.
દારૂનું દુષણ પોલીસ વિભાગ માટે કોયડા સમાન…
દક્ષિણ ગુજરાતને અડીને આવેલા દિવ દમણ સલવાર જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ગુજરાતમાં દારૂ મોટાપા એ ઠલવાતો હોય છે જે સમગ્ર ગુજરાતમાં પ્રવેશતો હોય છે છેલ્લા ઘણા સમયથી દારૂના દુષણને નાથવા માટે રાજ્ય સરકાર કામે લાગી છે પરંતુ નાચી શકાયો નથી તેવા સમયે સમગ્ર રેન્જમાં જિલ્લા પોલીસવડાઓની બદલી કરવામાં આવી છે અને હવે નવસારી જિલ્લામાં પણ આ દુસણથી જિલ્લો પીળી છે નવા નિયુક્ત જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ માટે દારૂના દુષણને રોકવું એક અગ્નિ પરીક્ષા બની રહેવાની છે…
જિલ્લા પોલીસ બેળામાં મોટા પાયે આંતરિક બદલીઓની શક્યતાઓને લઈને પોલીસ બેડામાં ફફડાટ…
નવનિયુક્ત જિલ્લા પોલીસવડા તરીકે રાહુલ પટેલ ચાર સંભાળી લીધો છે અને અધિકારીઓ સાથે મીટીંગ કરીને નવસારી જિલ્લાની ભૌગોલિક તેમજ જિલ્લાની આંતરિક પરિસ્થિતિને સમજ્યા બાદ મોટાપાયે બદલી થઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે જેને લઈને પોલીસ મેળામાં ફફડાટ મચ્યો છે.
નવસારી જિલ્લાના કેટલાક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલો ચાર પાંચ વર્ષથી એક જ સ્થળે ચોટેલા…
નવસારી જિલ્લામાં આંતરિક બદલીઓની ચર્ચા એ જોડ પકડ્યું છે તેવા સમયે નવસારી જિલ્લાના મોટાભાગના પોલીસ સ્ટેશનમાં ચારથી પાંચ વર્ષ સુધી એક જ સ્થળે નોકરી કરનાર પોલીસ કર્મચારીઓ પર ગાજ પડી શકે અને મોટાભાઈ બદલ્યો થઈ શકે તેવી શક્યતાઓના પગલે એક જ જગ્યાએ ચોંટીને બેસી રહેલા પોલીસ કર્મીઓ એ બીજે નોકરી કરવાની તૈયારી કરવી પડશે…