Sસંયમના માર્ગે ચાલી નીકળવું એ શૂરવીરનો માર્ગ છે. ધર્મ કાજે અને સમાજ રક્ષા કાજે સંયમના માર્ગે નીકળવું ખૂબ અઘરું થઈ પડે છે. 93 વર્ષની જીવન તપસ્યા બાદ જૈન ભગવાન પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી હેમ પ્રભુ સૂરીશ્વરજી મહારાજ કાળ ધર્મ પામ્યા છે અને દેશભરમાં જૈનોના માનિતા ભગવંત ના કાળ ધર્મને પગલે જૈન સમાજમાં શોખની લાગણી આપી છે.
93 વર્ષની ઉંમરે દેહ છોડનાર હેમ પ્રભુ સૂરીશ્વરજી મહારાજ 65 વર્ષનો દીક્ષા પર્યાય હતો તેમણે જીવનભર જૈન સમાજના લોકોની પ્રગતિ અને દેશ દુનિયાના લોકો માટે વિવિધ જાગૃતિ માર્ગો શોધ્યા હતા.
આચાર્ય ભગવાનના મહત્વના કામો.
આચાર્ય ભગવાનથી 350 જેટલી દીક્ષાઓ કરાવી છે જે તેમની ગૌરવવંતી અને ધર્મ વિજયની એક લાંબી ધાર્મિક સફળતા છે. તેમના સમગ્ર દેશમાં અનુયાયીઓ છે. નવ દીક્ષિત આચાર્ય ભગવંતો તેમને આદર્શ માનતા હતા તેમના આદર્શ કાર્યો જૈન સમાજ માટે દિશા સૂચક બની રહ્યા છે.
150 જિનાલય પ્રાણ પ્રતિષ્ઠા અને અંજન સલાકાઓ યોજાઈ ચૂકી છે.
કાળ ધર્મ પામનાર જૈન ભગવાન તે પોતાના જીવન દરમિયાન સામાજિક ઉત્થાનના વિવિધ કાર્યો કર્યા હતા અને પોતાનું જીવન ધર્મના માર્ગે ખર્ચી નાખી સામાજિક યોગદાનના કાર્યો કર્યા હતા એમાં 150 જિનાલયો તેમના દ્વારા આકાર પામ્યા છે અને વિવિધ અંજન સલાકા ના કાર્યક્રમો પણ યોજાઈ ચૂક્યા છે.
93 વર્ષની તપસ્યા સંયમી જીવન જૈન સમાજ માટે દિશા સૂચક.
કાલ ધર્મ પામેલા પૂજ્ય ગચ્છાધિપતિ ભગવાન આચાર્ય શ્રી હેમ પ્રભુ સૂરીશ્વરજી મહારાજ 65 વર્ષ સુધી દીક્ષા પર્યાય કર્યો હતો જેમાં તેમણે ધર્મ અને સમાજના તાણવડાને સંયમી જીવનમાં ઢાળવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો તેમનો કાર્યકાળ જૈન સમાજ માટે પૂરી ન શકાય તેવી ખોટ બનીને રહી ગઈ છે.
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી ખર્ચ સંઘવીએ પણ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી.
ગુજરાતના ગૃહ મંત્રી તરીકે હર્ષ સંઘવી ઘણા સમયથી સક્રિય અને સંવેદનશીલ કામગીરીઓ કરી રહ્યા છે તેમણે શ્રીમદ વિજય હેમ પ્રભુ સૂરીશ્વરજી મહારાજ સાહેબના નિધન નિમિત્તે ફીટ કરીને પોતાની દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. જૈન ભગવંતનું પંચમહાભુતોમાં વિલિંન થવું જૈન સમાજ માટે મોટી ખોટ છે.
નવસારી સહિત દેશભરના જૈન અનુયાયીઓ પાલખીયાત્રામાં જોડાયા.
કાળ ધર્મ પામેલા આચાર્ય ભગવાન તેમના કામો અને ગુણોના કારણે દેશભરના જૈન સમાજ માટે દિશા સૂચક બની ગયા હતા તેમના આશ્રયમાં સામાજિક ઉત્થાન અને જાગૃતિના મોટા કાર્યક્રમો થયા હતા તેમના આનવાયો તેમની પાલખીયાત્રામાં દેશભરમાંથી આવીને નવસારી સેના રાજમાર્ગ પર નીકળ્યા હતા અને મોટી સંખ્યામાં તેમના દર્શન કરવા માટે ઉમટ્યા હતા.